શીલ પો. સ્ટે.ના PSI સહિત ચારને ફરજ પર બેદરકારી બદલ કરાયા સસ્પેન્ડ

August 1, 2018 at 7:22 pm


ફરજ પર બેદરકારી બદલ શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, ક્રાઈમ રાઈટર હેડ અને અન્ય એક પોલીસ કોન્સ્ટેબલની આજે જૂનાગઢ એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે. શીલ પોલીસ સ્ટેશનના રેકોર્ડ રૂમમાં 27 જુલાઈના રોજ એક યુવાનનું શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ યુવાન રેકોર્ડ રૂમમાં કેવી રીતે પહોંચ્યો, તેનું મોત કેવી રીતે થયું તે અંગે હજૂ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. સ્થિતીમાં મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી જે ઘટનામાં આજે જૂનાગઢ એસપીએ કડક કાર્યવાહી કરી અને ફરજ પર હાજર હોય અને બેદરકાર રહેલા ચાર અધિકારીઓને તેમણે સસ્પેન્ડ કરી દીધા છે.

print

Comments

comments

VOTING POLL