13 હજારની જ લિમિટવાળા કાર્ડથી ભેજાબાજે કરી રૂા.9 કરોડની ખરીદીઃ સીબીઆઈએ નાેંધ્યો ગુનો

March 13, 2018 at 11:59 am


માત્ર 200 ડોલર (રુપિયા 13 હજાર)ની ખર્ચમર્યાદા ધરાવતા સ્ટેટ બેન્ક આૅફ ઈન્ડિયાના ફોરેન ટ્રાવેલ કાર્ડનો ઉપયોગ કરી બ્રિટિશ ઈ-કોમર્સ વેબસાઈટ પર 14.1 લાખ ડોલર (રુપિયા 9.1 કરોડ) મુંબઈના એક રહેવાસીએ ઉડાવતાં સીબીઆઈ દ્વારા સોમવારે એફઆઈઆર નાેંધવામાં આવ્યો હતો.
એસબીઆઈ દ્વારા આ સંદર્ભે સીબીઆઈમાં કરાયેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો હતો કે તેની નવી મુંબઈમાંની એનઆરઆઈ
સીવૂડ બ્રાન્ચ દ્વારા આ કાર્ડ ઈશ્યુ કરાયું હતું, જેની પ્રિપેઈડ એિપ્લકેશન યલામાનચિલી સોãટવેર એક્સપોર્ટ લિમિટેડે પૂરી પાડી હતી અને ડેટાબેઝ સપોર્ટ મેિન્ફસ દ્વારા આપવામાં આવ્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે 28મી ફેબ્રુઆરી, 2017ના યલામાનચિલીના સીઆેઆે દ્વારા આ ઘટનાની જાણ બેન્કને કરાઈ હતી.
એક જ વ્યિક્તના નામે જારી કરાયેલાં ત્રણ કાર્ડમાં છેતરપિંડી દ્વારા ખર્ચની મર્યાદામાં ફેરફાર કરાયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 8 નવેમ્બર, 2016થી 12 ફેબ્રુઆરી, 2017 વચ્ચે 374 ટ્રાન્ઝેક્શન દ્વારા 14.1 લાખ ડોલરનો ખર્ચ કરાયો હતો. સંદીપકુમાર રઘુપૂજારીને આ કાર્ડ ઈશ્યુ કરાયાં હતાં, એમ પણ ફરિયાદમાં જણાવાયું હતું.
સીબીઆઈએ પૂજારી અને અન્ય અનામ ઈસમો સામે ગુનાહિત કાવતરું ઘડવું, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી ઍક્ટનું ઉંંઘન કરવાના આરોપો નાેંધ્યા હતા.

print

Comments

comments

VOTING POLL