સિંધી સમાજના ગુરૂદેવ સાંઈ રમેશલાલ મસંદસાહેબ પ્રભુ ધામમાં પધારતા ઘેરો શોકઃ રવિવારે અંતિમયાત્રા

June 8, 2018 at 5:19 pm


સિંધી સમાજના ગુરૂદેવ શ્રી સાંઈ રમેશલાલ મસંદ સાહેબ પ્રભુધામમાં પધારતા સિંધી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. શ્રી ગુરૂ રમેશલાલ અરજણદેવ મસંદસાહેબ (ઉ.વ.75)નું નિધન થતાં આ સમાચાર દેશ-વિદેશમાં રહેલા સાંઈભકતોને મળતાં દુઃખની લાગણી પ્રસરી છે. સિંધી સમાજના ભાવિકો જંકશન વિસ્તારમાં આવેલ ગુરૂ જો દર ખાતે ઉમટયા હતાં. શ્રી ગુરૂના અંતિમ દર્શન આજે શુક્રવાર, શનિવાર તેમજ રવિવારે કરી શકાશે. બહારગામ વસતા ભાવિકો પણ કરી શકે તે માટે આ વવ્યસ્થા કરવામાં આવી છે તેમની અંતિમયાત્રા તા.10-6ને રવિવારે સાંજે 5-00 વાગ્યે ગાયકવાડીમાં આવેલા ગુરૂ જો દર ખાતેથી નીકળશે અને રૂખડીયા સ્મશાને જશે. સિંધી સમાજના ગુરૂદેવના આ દુઃખદ સમાચાર સાંભળી સિંધી સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રમેશલાલ મસંદસાહેબની થોડા સમયથી તબીયત નાદુરસ્ત હોવાથી સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતાં. આજે બપોરે તેઆેએ તેમની તબીયત વધુ બગડતા પ્રભુના ધામમાં પધાર્યા હતા. સિંધી સમાજના પરમ ગુરૂદેવનું જીવન પરોપકાર્યથી તરબતર રહ્યું હતું. અત્યંત સરળ અને મિલનસાર સ્વભાવના કારણે અનુયાયીઆેના હૃદયમાં તેમનું વિશેષ સ્થાન રહ્યું છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *