Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
 
 
Good Morning 07/07/2011 (Nyê$hpf)
 

આગાહી મુજબ જ પાંચમની વીજળી અને પુનર્વસુ નક્ષત્રની સાથે જ ફરી મેઘરાજા રંગમાં

 
જયપ્રકાશ માઢક
 
 

મોરલો બેસતાંની સાથે જ ટહકી ઉઠયો !
આવતા ૨૮ દિવસો ભારતમાં ચોમાસાનું ચિત્ર સમૂળું પલટાવી શકે છે !

તા.૨૩–૬–૨૦૧૧ને ગુરૂવારના રોજ અમે ઉપર મુજબ લેખનું સબટાઈટલ આપેલું
એ વખતે વરસાદ ખેંચાઈ ગયો હતો. જૂનની શરૂઆતમાં જૂનાગઢ, જામનગર જેવા દરિયા કાંઠાના અમુક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયા પછી વરસાદ તણાયો હતો.
જો કે હજુ મોડું થયું ન હતું પરંતુ જેમ થાળી વાટકો પીરસાઈ ગયા પછી જમવાનું પીરસવામાં સહેજ વિલબં થાય તો પણ ઘણો વિલબં પ્રતિત થાય છે એમ જેઠ મહિનાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર્રના દરિયાકાંઠાના એક–બે જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ જેવા સ્થળોએ સારો એવો વરસાદ પડી જતાં લોકોને એમ થયું હતું કે આ વખતે ચોમાસું વહેલું બેસી ગયું છે. માહોલ પણ એવો હતો કે અમુક સ્થળોએ છ થી બાર ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. પરંતુ તે પછી વરસાદ ખોરંભે ચઢયો હતો. અરબી સમુદ્રમાં લોપ્રેશર સર્જાતાં અમુક જિલ્લાઓમાં પહેલો વરસાદ તો વહેલો થઈ ગયો પણ ધીમે ધીમે વરસાદ ખેંચાઈ ગયો.
શરૂ શરૂમાં હવામાન ખાતાએ દેશમાં ૯૮ ટકા વરસાદ થવાની આગાહી કરેલી અને જયોતિષીઓએ પણ સારા વરસાદની આગાહી કરી હતી તેથી જૂનના ત્રીજા સત્પાહ સુધી વરસાદ ખેંચાતા લોકો હવામાન ખાતાની અને જયોતિષીઓની ટીકા કરવા લાગ્યા હતા.
એ અરસામાં હવામાન ખાતાએ જાહેર કયુ કે હિન્દ મહાસાગરનું તાપમાન ઘટી જવાથી એટલાન્ટિક મહાસાગર તરફનું દબાણ વધી જવાથી તેમજ લા–નીનોનું પરિબળ ન્યુટ્રલ થઈ જવાથી ચોમાસું પ્રક્રિયામાં વિક્ષેપ પડયો છે.
જો કે હવામાન ખાતાએ વરસાદના પ્રમાણમાં ઘટાડો કરીને ૯૫ ટકા વરસાદ થવાની આગાહી કરી હતી. આમ હવામાન ખાતાએ નવેસરથી વરસાદની આગાહી કરી હતી. જો કે વરસાદના આ ટકાવારીના પ્રમાણમાં ચાર ટકા જેટલી વધઘટની શકયતા પણ મૌસમ વિભાગે બતાવી હતી.
એ વખતે તા.૨૩ જૂન ૨૦૧૧ના રોજ અમે ઉપર મુજબ લખ્યું હતું કે લા–નીનો ન્યુટ્રલ થઈ જવાથી ભારતનું ચોમાસું ખોરંભે પડશે નહીં અને અષાઢી બીજ–પાંચમ પછી અને પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ થશે.
એ મુજબ જ સૌરાષ્ટ્ર્ર તેમજ ભારતમાં અષાઢી બીજથી વરસાદની ફરી એક વખત સારી શરૂઆત થઈ છે. ગઈકાલે બુધવારે અષાઢી પાંચમે જ પુનર્વસુ નક્ષત્ર બેસતાંની સાથે જ ઘણા સ્થળોએ વરસાદ આવ્યો. પોરબંદર, રાજકોટ અને ધારી તથા ગીર વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો.
આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર્રમાં વીજળીના કડાકા–ભડાકા સાથે વરસાદી માહોલ ચાલુ છે અને હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં ઉપરી હવામાં જે ચક્રવાત છે તે લોપ્રેશરમાં કન્વર્ટ થવાથી ભારે વરસાદ આવી શકે છે.
વળી બીજું એક સારું પરિબળ એવું ઉભું થયું છે કે કેરળથી ઓફ શોર ટફ લંબાઈને દ.ગુજરાત સુધી પહોંચ્યું છે.અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તેમ બન્ને ઠેકાણે વાદળોના ગજં ખડકાયા છે જે સૌરાષ્ટ્ર્ર અને ગુજરાત ભણી ધસી રહ્યા છે.
પવન બધં પડયો છે અને સીબી કલાઉડ એટલે કે વાદળો બંધાઈ રહ્યા છે. આમ ઓફશોર ટફ અને બંગાળની ખાડીમાં ઉપરી હવામાં સર્જાયેલ ચક્રવાત અને તેનું લોપ્રેશરમાં ફેરવાવું જેવી ઘટનાઓ વત્તા સૌરાષ્ટ્ર્ર ઉપર સીબી વાદળોનું બંધાવું જેવી ત્રિગુણિત ઘટનાઓનો લાભ સૌરાષ્ટ્ર્ર તેમજ ગુજરાતને બે ત્રણ દિવસમાં ધોધમાર વરસાદરૂપે મળશે તેમ હવામાન ખાતાનું કહેવાનું છે.
બંગાળની ખાડીમાં દ.ઓરિસ્સા અને ઉ.આંધ્રપ્રદેશના ઉપરના આકાશમાં જે અપર સાયકલોનિક સીસ્ટમ સર્જાણી છે તેને લીધે બે એક દિવસ આંધ્ર અને ઓરિસ્સામાં જોરદાર વરસાદ પડવાની સાથે આ વરસાદનો લાભ સૌરાષ્ટ્ર્ર અને ગુજરાતને પણ આગામી બે ત્રણ દિવસોમાં મળવાની હવામાન ખાતાની આગાહી છે.
આમ પુનર્વસુ નક્ષત્ર બેસતાં જ અમારી આગાહી પ્રમાણે ફરી ચોમાસું જોરમાં આવ્યું છે. છ જુલાઈથી પુનર્વસુ બેઠું અને પાંચ જુલાઈથી જ સૌરાષ્ટ્ર્રના અમુક વિસ્તારોમાં એકથી ત્રણ ઈંચ વરસાદ જોવા મળ્યો તે પછી છઠ્ઠી જુલાઈએ એટલે કે વળતે દિવસે આ ચોમાસું માહોલ વધુ જામ્યો અને ઠેર ઠેર વરસાદના સમાચાર છે. અમે લખેલું કે બીજ કે પાંચમ પછી અને પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થશે.
લોકો ગભરાઈ ગયા હતા અને આ વખતે બધા જયોતિષીઓ ખોટા પડયા અને હવામાન ખાતું પણ ખોટું પડયું તેવી ટીકાઓ કરવા લાગ્યા હતા. વાસ્તવમાં સૌએ ધીરજ રાખવી જોઈએ.
મને યાદ છે કે ભૂતકાળમાં છેક શ્રાવણ મહિને વરસાદ થયો હોય છતાં બળેવીયા બાજરા થયા હોય તેવા દાખલા છે.
પાંચ પંદર દિવસ મોડું થઈ જવાથી દુષ્કાળ થઈ જતો નથી.
૧૯૯૦માં છેક ૧૫મી ઓગસ્ટે પહેલો વરસાદ પડયો હતો છતાં શીંગ બહુ સારી થઈ હતી અને તેલના ભાવ રાતોરાત ઘટી ગયા હતા. ૧૯૯૦ની ૧૫મી ઓગસ્ટે તત્કાલીન પ્રધાન વી.પી. સિંઘે લાલકિલ્લા પરથી ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરી હતી અને ખાસ ગુજરાતનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે આપણે આશા રાખીએ કે મગફળી પકવતા ગુજરાતમાં સારો વરસાદ થાય જેથી મગફળીનું ઉત્પાદન વધે અને સિંગતેલના ભાવ નીચા આવે જેથી પ્રજાને રાહત થાય.
મારા મિત્ર લલિત દેસાઈ આજે પણ એ પ્રસંગને સંભારતા કહે છે કે ભગવાને જાણે વી.પી. સિંઘની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ ૧૫મી ઓગસ્ટની મોડી રાત્રે જ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડયો હતો અને એ પછી ચોમાસું જામતાં તેલના ભાવ નીચે આવી ગયા હતા.
આમ પાંચ પંદર દિવસ મોડું થવાથી વરસાદ અને પાકનું ચિત્ર કઈં ધૂંધળું થઈ જતું નથી. કેટલીયે વખત બળેવ ઉપર વરસાદ થાય તો પણ બાજરી જેવા પાક સારા થયાના દાખલા છે અને બળેવે પાકયા હોવાથી આવા બાજરાને લોકો બળેવીયા બાજરા કહે છે.
આ વર્ષે શુભકૃત નામનો વિક્રમ સંવત્સર હોઈ ચોમાસું સારું જવાની ઘણી બધી શકયતા હતી જેનો અમે અગાઉ આ કોલમમાં ઉલ્લેખ કરેલો. જો કે શક સંવત્સર ખર હોઈ મનમાં થોડી શંકા રહેતી હતી કે ખર (ગધેડા)ની જેમ પાટું ન મારે ! પણ શુભકૃત સંવત્સર પણ કોઈ ચીજ છે તેના પ્રભાવની નોંધ તો લેવી જ પડે.
તા.૬ જુલાઈ ૨૦૧૧ના રોજ પુનર્વસુ નક્ષત્ર બેઠું જેનું વાહન મોર છે અને મોરને જળ ખુબ જ ગમે છે તેથી આ નક્ષત્ર બેસતાં જ વરસાદ શરૂ થઈ ગયો. આ નક્ષત્રનું વાહન મોર હોઈ તેમાં વરસાદ થવાની શકયતા અમે 'કોમોડીટી'ને પણ બતાવેલી અને ગઈ ૨૩ જૂન ૨૦૧૧ના રોજ આ કોલમમાં પણ સ્પષ્ટ્રપણે બતાવેલી અને લખેલું કે ''જો મૃગશીર્ષ અને આદ્રામાં વાયરા વાય તો પુનર્વસુમાં વરસાદ થાય છે. જો કે તે ઝેરી નક્ષત્ર છે પણ પછી પુષ્ય નક્ષત્ર પણ વરસે તો તે ઝેર ધોવાઈ જાય છે અને મઠને દાણા ખુબ થાય છે.''
વળી અમે લખેલું કે આ વર્ષે પુનર્વસુ, પુષ્ય અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રોના વાહનો અનુક્રમે મોર, હાથી અને દેડકો છે અને સ્વાતિનું વાહન ભેંસ છે તેથી આ નક્ષત્રોમાં સારો વરસાદ થશે. તા.૬–૭–૧૧થી પુનર્વસુ બેસશે અને અષાઢ કે અંગ્રેજી માસ જુલાઈમાં દેશમાં સારો વરસાદ પડવાના યોગ છે.
પ્રભુકૃપાથી લખ્યા મુજબ જ થયું છે અને તા.૬ જુલાઈ ૨૦૧૧થી સૂર્યનું પુનર્વસુ નક્ષત્ર બેસતાં જ ફરી દેશમાં ચોમાસુ વાતાવરણ જામ્યું છે અને આસામ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર્ર, રાજસ્થાન, કેરળ, પંજાબ જેવા અનેક રાજયોમાં ધોધમાર વરસાદ થવાની સંભાવના ઉભી થઈ છે.
છ જુલાઈએ બેઠેલા પુનર્વસુ નક્ષત્રનું વાહન મોર હોઈ ચોમાસું ફરી રંગમાં આવ્યું છે. આદ્રા ભલે વરસાદનું ધોરી નક્ષત્ર ગણાય પણ તેનું વાહન શિયાળ હતું જે લુચ્ચું ગણાય અને લાળી કરે છે તેથી આ વખતે આદ્રામાં વરસાદની બાબતમાં આપણે બધા છેતરાયા. આ મોરલાનું વાહન તા.૨૦–૭–૧૧ સુધી રહેશે જેમાં ચોમાસાની પ્રગતિ થવાની પૂરેપુરી સંભાવના છે.
તે પછી તા.૨૦–૭–૧૧થી સૂર્ય પુષ્યનક્ષત્રમાં બેસશે જેનું વાહન પણ હાથી છે. હાથીને પણ જળ પ્રિય છે અને નક્ષત્ર પણ સંજોગીયું છે. વળી વખ (પુનર્વસુ) અને પખ (પુષ્ય) બન્ને વાદીલા કોદીલા નક્ષત્ર ગણાય છે એટલે એક વરસે તો બીજું વરસે જ છે.
આ બધું જોતાં આવતા ૨૬ દિવસોમાં ભારતના ચોમાસાનું ચિત્ર મુળમાંથી પલટાઈ શકે છે અને ફુલગુલાબી બની શકે છે. પુષ્ય નક્ષત્ર તા.૨–૮–૧૧ સુધી રહેશે. તે પછી સૂર્યનું આશ્ર્લેષા નક્ષત્ર શરૂ થશે જે ૩–૮–૧૧ થી ૧૬–૮–૧૧ સુધી રહેશે. જેનું વાહન જો કે ઘેટું છે પણ આ નક્ષત્રમાં દેશમાં કયાંક મોટા છાંટાથી એવી વૃષ્ટ્રિ થઈ શકે છે કે જેનું પાણી દરિયામાં પણ ન સમાય !
તા.૧૭–૮–૧૧ થી તા.૩૦–૮–૧૧ સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહેશે જેનું વાહન ગધેડો છે જેને જળ બહુ ગમતું નથી. તે પછી તા.૩૧–૮–૧૧થી એટલે કે ભાદરવા સુદ ત્રીજને બુધવારથી સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે જેનું વાહન દેડકો હોઈ આ નક્ષત્રમાં ખુબ વરસાદ થશે અને કયાંક અતિવૃષ્ટ્રિ પણ થશે.
આ નક્ષત્ર તા.૩૧–૮–૧૧ થી તા.૧૨–૯–૧૧ સુધી રહેશે. જેમાં નદી નાળા છલકાઈ જવાની શકયતા છે. તે પછી તા.૧૩–૯–૧૧ થી તા.૨૬–૯–૧૧ સુધી સૂર્ય ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે તેનું વાહન ઉંદર છે જે ખાસ વખાણવાલાયક નથી. પણ તા.૨૩–૯–૧૧ના રોજ શુક્રના ઉદય વખતે બુધ અને શનિનો અસ્ત થવાથી કયાંક અણધાર્યેા વરસાદ, અતિવૃષ્ટ્રિ થવાની શકયતા છે.
તા.૨૭–૯–૧૧થી ૧૦–૧૦–૧૧ દરમિયાન હાથીયો રહેશે જેનું વાહન ઘોડો રહેશે જેથી ઘોડાની જેમ ઠેકતો વરસાદ આવે. તા.૧૧–૧૦–૧૧થી ૧૩ દિવસ માટે સૂર્યનું ચિત્રા નક્ષત્ર બેસશે જે નક્ષત્ર તો સંજોગીયું છે એટલે સારું છે પણ તેનું વાહન ઘેટું છે તેને વરસાદ બહુ ગમતો નથી.
નક્ષત્રના વાહનોનું પણ એક વિજ્ઞાન છે. આ વાહનો એ ચોમાસાના પવનોના વાહનો છે અને મોર, દેડકો, હાથી જેવા વાહનો સૂચવે છે કે ચોમાસુ પવનોની દિશા બરાબર છે અને શિયાળ, ઉંદર, ગધેડો જેવા વાહનો સૂચવે છે કે ચોમાસું આવવાની દિશા બરાબર નથી.
આ વર્ષના ચોમાસુ નક્ષત્રોના વાહનોની યાદી
આદ્રા : શિયાળ
પુનર્વસુ : મોર
પુષ્ય : હાથી
મઘા : ગધેડું
પૂર્વફાલ્ગુની : દેડકો
ઉતર ફાલ્ગુની : ઉંદર
હસ્ત નક્ષત્ર : ઘોડો
ચિત્રા : ઘેટું

સપ્ટેમ્બરના છેલ્લા સત્પાહમાં ભારે વરસાદના યોગ
આ વર્ષે તા.૨૩–૯–૨૦૧૧ના રોજ શુક્રનો ઉદય છે અને તે જ દિવસે શનિનો અસ્ત છે વળી એ વખતે ૧૬મી સપ્ટેમ્બરથી બુધ પણ સિંહમાં અસ્તનો છે. એક શ્ર્લોકમાં લખ્યું છે કે જો શુક્રના ઉદય વખતે શનિ અને બુધનો અસ્ત હોય તો અતિવૃષ્ટ્રિ (મહાવર્ષા) થઈ શકે છે. વળી ૨૭૨૮ સપ્ટેમ્બરના રોજ કન્યા રાશિમાં ચાર ગ્રહો ભેગા થશે તે પણ વરસાદ લાવી શકે છે. પૃથ્વી જળ–રૂધિરથી સીંચાય

Top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.