૧ ઓગષ્ટ્રથી ૪ ઓગષ્ટ્ર વચ્ચે દેશમાં સારા વરસાદની સંભાવના
તા.૨૫ જુલાઈથી મંગળ વૃષભ રાશિ છોડી મિથુન રાશિમાં પ્રવેશેલ છે. આ મંગળ તા.૨૫–૭–૨૦૧૧થી ૯–૯–૧૧ સુધી મિથુન રાશિમાં અને કન્યાના શનિની દસમી પૂર્ણ દ્રષ્ટ્રિમાં રહેશે. એ દરમિયાન ૩૦ ઓગષ્ટ્રથી ગુરૂ પણ મેષ રાશિમાં વક્રી થશે તેથી ૨૫ જુલાઈથી ૯ સપ્ટેમ્બર દરમ્યાન મંગળ શનિની પૂર્ણ દ્રષ્ટ્રિમાં રહેનાર હોવાથી આ સમયગાળામાં હજુ પણ મોટા ટ્રેન અકસ્માતો, વિમાની અકસ્માતો થવાની તેમજ આતંકવાદી ઘટનાઓ બનવાની શકયતા જયોતિષશાક્રની દ્રષ્ટ્રિએ રહેલી છે. આ સમયગાળામાં ભૂકંપના મોટા આંચકાઓથી પૃથ્વી પર વિનાશ વેરાય. કયાંક પૂરપ્રકોપથી જાનહાની થવા સંભવ રહે છે. શનિ–મંગળનો આ કેન્દ્રયોગ રાજા–પ્રજા માટે અશુભ ગણાય. ૨૫ ઓગષ્ટ્ર આસપાસનો સમય ચેતવા જેવો છે.
ગઈ ૨૪ તારીખે શુક્રનો અસ્ત થતાં જ ફરી સૌરાષ્ટ્ર્ર–ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે તેમજ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સાણથલી જેવા અમુક વિસ્તારોમાં દસ ઈંચ જેવો વરસાદ ખાબકયો છે, પખનો આ વરસાદ સૌ માટે આશિર્વાદરૂપ નિવડયો છે.
૨૪ જુલાઈએ શુક્રનો અસ્ત થયા પછી વળતે જ દિવસે મંગળે પણ રાશિ પરિવર્તન કર્યુ હતું અને તે મિથુન રાશિમાં પ્રવેશ્યો હતો. આમ ત્રણ ત્રણ પરિબળો ઉભાં થતાં વરસાદ ફરી એક વખત રાજય તેમજ દેશમાં જોરમાં આવ્યો હતો. ઉત્તર ભારતમાં ગંગા, યમુના તોફાની બન્યા હતા.
હાલમાં સૂર્યનું પુષ્ય (પખ) નક્ષત્ર ચાલે છે જે ૨૦ જુલાઈએ બેઠું છે. આ વખતે પુષ્ય નક્ષત્રનું વાહન હાથી છે અને હાથીને જળ પ્રિય છે તેથી આ નક્ષત્રમાં વરસાદ સારો પડયો છે.
વળી વખ (પુનર્વસુ) અને પખ (પુષ્ય) એ બંને નક્ષત્રો વાદીલા કોદીલા કહેવાય છે. આ પહેલા વખમાં સારો વરસાદ થયો તેથી પખ પણ બળ કરીને વરસી રહ્યું છે. આ ચોમાસાની વિશેષતા એ રહી કે આ વર્ષે વરસાદનું ઘોરી નક્ષત્ર ગણાતું આદ્રા નક્ષત્ર ખાસ વરસ્યું ન હતું કારણકે તેનું વાહન શિયાળ હતું જેને પાણી બહુ ગમતું નથી. પરંતુ તે પછી અષાઢ સુદ છઠથી સૂર્ય પુનર્વસુમાં પ્રવેશતાં જ સૌરાષ્ટ્ર્ર અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં સારો વરસાદ પડયો હતો કારણકે આ નક્ષત્રનું વાહન મોર હતું.
પુનર્વસુ વરસ્યું ત્યારે જ ખબર હતી કે હવે પુષ્ય પણ વરસશે. કારણકે વખ અને પખ તરીકે ઓળખાતા આ નક્ષત્રો વાદીલા કોદીલા ગણાય છે. વળી પુનર્વસુનું વાહન મોરલો હતું તો પુષ્યનું વાહન પણ હાથી હતું જેને પણ પાણી ગમે છે. આ ૨૫ જુલાઈથી બેઠેલા પુષ્ય નક્ષત્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડયો છે. કચ્છ–જામનગર જિલ્લામાં પણ વરસાદ થયો ખરો પરંતુ અમુક સ્થળોએ સંતોષકારક વરસાદ પડયો નથી.
જો કે હજુ આગામી ત્રીજી ઓગષ્ટ્ર સુધી સૂર્યનું આ પુષ્ય નક્ષત્ર રહેવાનું છે જેનું વાહન હાથી છે. આ પહેલા ગયેલું પુનર્વસુ નક્ષત્ર ઝેરી ગણાય છે પણ પુષ્ય નક્ષત્ર સારૂ વરસ્યું છે તેથી પુનર્વસુ નક્ષત્રના ઝેરી વરસાદનું ઝેર ધોવાઈ ગયું છે. કારણકે 'પખના પાણી અમૃત પાણી' એમ કહેવાય છે. પુષ્ય નક્ષત્રમાં થયેલા વરસાદને કારણે મઠ અને દાણા સારા થશે.
આગામી તારીખ ૩ ઓગષ્ટ્રના બપોરના બે વાગ્યા સુધી આ હાથીના વાહનવાળું પુષ્ય નક્ષત્ર રહેવાનું છે અને કહેવત પણ છે કે પખને પૂંછડે પાણી હોય છે. તેથી આ નક્ષત્રમાં એટલે કે આગામી ત્રીજી ઓગષ્ટ્ર સુધી અને આ નક્ષત્રના અતં ભાગમાં હજુ પણ વરસાદ થવાની શકયતા છે. તા.૧ ઓગષ્ટ્રથી ૪ ઓગષ્ટ્ર વચ્ચે ચદ્રં સિંહ રાશિમાં અને મેષના ગુરૂની દ્રષ્ટ્રિમાં રહેનાર હોઈ આ ગાળામાં દેશમાં અમુક ભાગોમાં ખુબ સારો વરસાદ થશે.
તારીખ ૩ જી ઓગષ્ટ્રે આશ્ર્લેષા નક્ષત્ર બેસશે. બપોરે ૧૪ કલાક અને ૦૨ મિનિટે બેસનારા આ નક્ષત્રનું વાહન બકરો છે અને બકરાને જો કે વરસાદ ગમતો નથી છતાં આ નક્ષત્રમાં કયાંક મોટે છાંટે ભારે વરસાદ થવાની તો કયાંક દરિયામાં પણ ન સમાય તેવી વૃષ્ટ્રિ થવાની શકયતા રહે છે.
તારીખ ચોથી ઓગષ્ટ્રે સિંહ રાશિમાં બુધનો અસ્તથવાનો હોઈ તા.૪થી ઓગષ્ટ્ર આજુબાજુના દિવસોમાં મુંબઈ મહારાષ્ટ્ર્ર સહિત દેશના અમુક રાજયોમાં જળબંબાકાર થવાની શકયતા છે.
તા.૩ ઓગષ્ટ્રથી ૧૭ ઓગષ્ટ્ર સુધી આ આશ્ર્લેષા નક્ષત્ર રહેશે.
તા.૧૭ ઓગષ્ટ્રે ૧૧ કલાક અને ૪૭ મિનિટે સૂર્ય રાશિ પરિવર્તન કરીને સિંહમાં આવશે તેમજ નક્ષત્ર પણ બદલશે અને મઘામાં આવશે. મઘા જો કે મીઠું નક્ષત્ર કહેવાય છે અને 'મઘા કરે ધાનના ઢગા' એવી કહેવત છે પણ મઘા નક્ષત્રનું વાહન ગધેડું છે જેને પાણી ગમતું નથી. છતાં બુધના વક્રી થવાને લીધે ૧૬–૧૭ ઓગષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવશે.
તા.૨૪ ઓગષ્ટ્રે બુધનો ઉદય થવાને લીધે પણ વાતાવરણમાં અચાનક ફેરફાર જણાય. તા.૩૧ ઓગષ્ટ્રથી સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે જેનું વાહન દેડકો હોઈ તા.૧૩ સપ્ટેમ્બર સુધી રહેનારા આ નક્ષત્રમાં દેશ અને રાજયમાં સારો વરસાદ થવાની સંભાવના છે.
શ્રાવણ સુદમાં સાતમનો ક્ષય હોવાથી કાર્તિકમાં છત્ર ભગં યોગ બને છે. શ્રાવણ વદ–૨ સોમવાર હોવાથી ધન–ધાન્યની વૃધ્ધિ અને પશુ સંપત્તિમાં વધારો થાય. શ્રાવણ વદ– અમાસે સોમવાર હોવાથી સુકાળ, ક્ષેમકુશળ, આરોગ્ય સારૂ, વધુ વરસાદ તથા ધાન્યની ઉત્પતિ અને પ્રજા સુખી થાય. ભાદરવા સુદ–૪ને ગુરૂવાર અને ચિત્રા નક્ષત્ર હોવાથી સુકાળ થાય.