Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
 
 
Good Morning ૩૧/૧૨/૨૦૧૧ (શનિવાર)
 

આજે પણ સોમનાથનાં બ્રાહ્મણોનાં હૃદયમાં રાષ્ટ્ર્રપ્રેમ ધબકે છે !

 
જયપ્રકાશ માઢક
 
 

ઈસ.૧૦૧૫માં મહમૂદગઝની નવમી વાર ભારત ઉપર ત્રાટકયો. આ વખતે તે કાશ્મીર ખીણમાં પ્રવેશ્યો પરંતુ લોહકોટમાં સૈન્ય સાથે એવો ફસાઈ ગયો કે તેણે પાછા ફરવાનો નિર્ણય કર્યેા પણ પાછા ફરતી વખતે તેના સૈન્યની ઘણી ખુવારી થઈ.
પરંતુ મહમૂદને ભારતનો લાગેલો ચસ્કો છુટતો ન હતો. હવે મહમૂદનાં મનમાં કનૌજ હતું કનૌજનો પ્રદેશ ભારતનો મધ્યદેશ હોવાથી ભારતનાં હૃદયસમો હતો. તેણે દસમી ચઢાઈ માટે તુર્કસ્તાન, ખુરસાન જેવા મુસ્લિમ સામ્રાજયોમાંથી સૈનિકોની ભરતી કરી અને એક લાખ ઘોડેસ્વારો તથા વીશ હજાર પાયદળનું સૈન્ય એકઠું કયુ અને આ વિશાળ સૈન્ય સાથે ઈ.સ.૧૦૧૮માં મહમૂદ પંજાબમાં થઈને સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓ પસાર કરી આગળ વધ્યો. આ પ્રવાસમાં તેણે રસ્તામાં આવતા રાજયોનાં રાજાઓને તાબે કર્યા. ખૂબ સંકટો સહન કરી યમુના નદીને પાર કરી તે ઉત્તરપ્રદેશનાં બુલદં શહેરમાં પહોંચ્યો. ત્યાંનો રાજા હરદત્ત હતો. ''જીવતો નર ભદ્રા પામે'' એવું વિચારી હરદત્તે ઈસ્લામ સ્વીકારી વિનાશ ટાળ્યો. હવે મુસ્લિમ સૈન્યે મથુરાનાં રસ્તે મધુબન ઉપર હલ્લો કર્યેા.
ત્યાં યદુવંશી રાજા કુલચદ્રં રાય કરતો હતો. તેણે જંગલોમાં ભરાઈને મહમૂદનો સામનો કર્યેા અને બન્ને સેનાઓ વચ્ચે ભયાનક લડાઈ થઈ પણ કુલચંદ્રના પાંચ હજાર સૈનિકો કપાઈ ગયા અને કુલચદ્રં ચારે તરફથી ઘેરાઈ ગયો તેથી કુલચંદ્રે પ્રથમ પોતાની પત્નીની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી મર્યેા. પોતાની પત્નીના શિયળને બચાવવા પહેલા પત્નીને મારી પોતે પણ કટારી ખાધી.
વિજેતા બનેલા મુહમૂદે મથુરાનગરીને ઘેરી લીધી અને વીશ દિવસમાં ભવ્ય મથુરા નગરી અને મથુરાનાં ભવ્યાતિભવ્ય મંદિરોનો ધ્વશં કરી અને લખુલૂંટ સંપત્તિ લૂંટી તે કનૌજ તરફ આગળ વધ્યો. પુરાણકાળમાં કનૌજ કાન્યકુબ્જ તરીકે ઓળખાતું. મહમૂદ આવે છે તેમ સાંભળી અને તેના દ્રારા થતાં ક્રુર હત્યાકાંડોની વાતો સાંભળીને ભયભીત બનેલી પ્રજા જયાં ત્યાં નાસી ગઈ. લોકોએ દુર્ગમ પહાડો, ગુફાઓ, જંગલો અને દૂર દૂરના ખેતરોમાં આશરો લીધો. કનૌજમાં પ્રતિહારવંશનો રાજા રાય કરતો હતો. તેણે ગંગા પાર કરી સલામત સ્થળે શરણું લીધું. મહમૂદ અને તેનાં કાળમુખા સૈન્યએ સાત ગઢ અને હજારો મંદિરોનો નાશ કર્યેા અને હજારો વર્ષ પહેલા હિન્દુશાોમાં ભાખેલીએ આગમવાણી સાચી પડી છે.
ધડબડધડબડ ધાડા આવશેેે, રહેશે નહીં ધજાને ધરમ
મંદિર તૂટશે, મૂર્તિ તૂટશે, યવનો કરશે ક્રૂર કરમ
મંદિર તૂટયા, ધજાઓ તૂટી અને દેવોની પ્રતિમાઓ તલવારોનાં ઘાથી ખંડિત થઈ. ત્યાંથી આ મહમૂદ કાનપુર નજીકનાં મુંજ તરફ વળ્યો. ત્યાં બ્રાહ્મણોનું રાજ હતું. મુંજ બ્રાહ્મણોનો ગઢ ગણાતો. બ્રાહ્મણોએ ૨૫ દિવસો સુધી બહાદૂરીપૂર્વક ઝીંક ઝીલી અને અનેક વીર બ્રાહ્મણો સામી છાતીએ યવનો સામે લડતા લડતા વીર ગતિને પામ્યા અને અપ્સરાઓ સ્વર્ગમાં તેમના ગળામાં વિજય વરમાળાઓ પહેરાવી. મહમૂદનું સૈન્ય ગઢમાં પ્રવેશ્યું પણ તેને એક પણ જીવતો માનવી ન દેખાયો કારણ કે સૈંકડો ી–પુષો અને બાળકો સુધ્ધાંએ પોતાનો ધર્મ બચાવવા માટે અિસ્નાન કરી લીધું હતું. થોડી એવી આર્થિક લાલચમાં આવી જઈને ધર્મપરિવર્તન કરી નાખતા કે ભયભીત થઈને ધર્મ પરિવર્તન કરી નાખતા કેટલાક લોકો માટે મુંજની એ ઘટના મશાલરૂપ હતી. મુંજના પ્રજાજનોએ પોતાનો ધર્મ બદલીને વર્ણસંકર થવાને બદલે મોત મીઠું કયુ હતું. તેમની પાક દામન ીઓએ નાપાક યવનધર્મીઓનાં હાથમાં પડીને દૂષિત થવાને બદલે પોતાનાં રૂપરૂપનાં અંબાર તેમજ દેવીઓ જેવા દીસતા દેહોને પાવન પાવક જવાળાઓમાં હસતાં હસતાં ભસ્મીભૂત કરી દેવાનો નિર્ણય લીધો હતો અને પોતાનાં ફુલ જેવા બાળકોને પણ યજ્ઞની આહત્પતિની જેમ અિમાં હોમી દીધા હતા કારણ કે ચાર હજાર વર્ષ પહેલા તેમના ભગવાને શ્રીમદ ભગવદ ગીતા દ્રારા તેમને કહ્યું હતું કે જયારે કૂળથી ીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસંકર પ્રજાનો જન્મ થાય છે. જેનાથી આખું કુળ નરકમાં જાય છે અને તેમનાં પિતૃઓ પણ પતન પામે છે. વર્ણસંકરતાનાં એ દોષથી સનાતન કૂળધર્મેા અને જાતિધર્મેા નાશ પામે છે અને જેમનાં કૂળધર્મેા અને જાતિધર્મેા નાશ પામે છે તેવા મનુષ્યોનો નરકમાં વાસ થાય છે.
આમ પોતાના કૂળને નરકમાંથી બચાવવા અને પિતૃઓને પતનમાંથી બચાવવા મુંજનાં પ્રજાજનોએ અને આવી રીતે એ કાળમાં ઠેર ઠેર કેટલાયે લોકોએ પ્રથમ ધર્મયુધ્ધ અને પછી જરૂર પડયે અિસ્નાન કયુ હતું.
ભગવાને શ્રીમદ ભાગવદગીતામાં કહ્યું છે કે જે સ્વધર્મને ગુમાવે છે તે અપકીર્તિ તથા પાપને પામે છે. ભગવાને કહ્યું છે કે પોતાનો ધર્મ ગુણરહિત હોય છતાં બીજાનાં ધર્મ કરતા વધારે કલ્યાણકારી છે. બીજાનો ધર્મ ભયાવહ છે અને બીજાનાં ધર્મમાં જીવવા કરતાં પોતાનાં ધર્મમાં મરવું શ્રે છે. સ્વધર્મે નિધન શ્રેય : પરધર્મેા ભયાવહ:
પોતાનાં ભગવાનના આ એક એક શબ્દ ઉપર હિન્દુઓ મરી ફીટયા હતા અને જરૂર જણાય ત્યાં જીવ સટોસટનું યુધ્ધ કયુ હતું અને જરૂર જણાયે સ્વધર્મને બચાવવા મોતને પણ મીઠું કયુ હતું. યવનો સામે લડતા લડતા કેટલાક રાજાઓએ આત્મહત્યાઓ કરી હતી તેનું કારણ પણ આજ હતું કે બહાદૂરીપૂવર્ક ફરી ફરીને લડયા છતાં હાર્યા પછી ભાવિ નક્કી હતું કે કાં તો વટલાઈને જીવ બચાવવો કે પછી મ્લેચ્છોનાં હાથે મરવું એજ કારણ હતું કે કાશ્મીરનાં રાજા જયપાલ અને કુલચદ્રં જેવા રાજાઓએ મરવાનું પસદં કયુ હતું. એ એમની કાયરતા ન હતી પરંતુ સમજી વિચારીને ભરેલું પગલું હતું કારણે કે મ્લેચ્છોનાં હાથે મરવાથી દુર્ગતિ થાય છે એવી પણ એક ધાર્મિક માન્યતા હતી કારણ કે પૂર્વે પાંડવોનાં વંશજ ક્ષેમક નામના રાજા જયારે હિમાલયની યાત્રાએ ગયા હતા ત્યારે મ્લેચ્છોનાં હાથે મૃત્યુ થતાં તેઓ દુર્ગતિને અને પ્રેતયોનિને પામ્યા હતા અને તેમનાં વંશજ પ્રધોતે મ્લેચ્છયજ્ઞ કરીને તેમની સદગતિ કરી હતી.
મહમૂદ મુંજથી પણ લૂંટનો સામાન ભેગો કરી ફતેહપુર ભણી આગળ વધ્યો. ત્યાંનો રાજા ચંદ્રપાલ હાર્યેા. સુલ્તાન મહમૂદે મોટે પાયે પ્રજાજનોની કત્લે આમ કરી અને ત્યાંથી સરહાનપુર તરફ આગળ વધ્યો. તે પ્રદેશ ઉંચા ઉંચા પહાડોનો પ્રદેશ છે. તેમાંનાં એક ખૂબ ઉંચા પહાડ ઉપર એક ઉંચો ગઢ હતો જે ચાંદરાજાનો ગઢ ગણાતો. આ ચાંદરાય અને તેના ગઢની હિન્દુઓમાં ખૂબજ પ્રતિ હતી. તે એક રાષ્ટ્ર્રભકત રાજા હતો. તેની સૈનિકોએ મહમૂદનો ઉતારો શોધી કાઢી મહમૂદનું કામ તમામ કરી નાખવાનાં હેતુથી અચાનક છાપો માર્યેા પણ બાજી ઉંધી પડી. મહમૂદને બદલે છાપામાર સૈનિકો જ માર્યા ગયા. કોણ જાણે ભારતમૂમિ ઉપર સમય એવો આવ્યો હતો કે મ્લેચ્છો સામે કોઈની કંઈપણ કારી ફાવતી ન હતી અને કાળદેવતા જાણે કે દાનવોનાં પક્ષમાં હતા અને શાોની એ આગમવાણી સાચી પડી રહી હતી જેમાં કહેવાયું હતું કે,
રણે ચઢશે સહત્પ રાજપુત રાણા, પણ કારી ફાવશે ન કોય
ભૂપ થશે સહત્પ ભોં ભેગા, ફરી ફરી ઉઠશે તોય
વિધર્મીનું રાજ થપાશે, કઈં કરી શકશે ન કોય
ચારે યુગ હરિએ જ રચીયા, થાય હરિ ઈચ્છા જે હોય
આમ કળિયુગને કારણે બળ પામેલો મહમૂદ અને તેનું દાનવ સૈન્ય એક પછી એક સફળતા મેળવતું હતું જેને તે ખુદાની મહેરબાની સમજતો હતો. વાસ્તવમાં તે પોતાના લૂંટારૂ માનસને ધર્મનો આંચળો ઓઢાડી રહ્યો હતો. ''ધર્મમાં જબરદસ્તી ન હોય અને સમજાવટ તથા પ્રચારથી ધમાતર થઈ શકે તેવું કુરાનનું સ્પષ્ટ્ર મંતવ્ય હોવા છતાં મહમૂદ સહિતનાં તેનાં અનુયાયીઓએ ભારતમાં તેની ઠીક ઠીક ઉપેક્ષા કરી છે'' મહમૂદ લૂંટફાટની સાથે જોર જૂલમથી વટાળપ્રવૃતિ પણ કરતો જતો હતો.
મહમૂદને ચાંદરાયનો ગઢ લૂંટયો. મહમૂદે ૩૦ લાખ દિરમ અને અઢળક ઝર ઝવેરાત લૂંંટયું. સેંકડો ધનવાન અને સાથે ગરીબ હિન્દુ ી–પુષોને પકડીને તેણે ગુલામ બનાવ્યા અને સાથે લીધા. સને ૧૦૧૯ના જાન્યુઆરી માસમાં મહમૂદ ગઝની તરફ પાછો ફર્યેા ત્યારે તેની પાસે લૂંટ તરીકે બે કરોડ દિરમ, ૫૩ હજાર યુધ્ધ કેદીઓ અને ગુલામો, ૩૫૦ હાથીઓ અને અસંખ્ય ઘોડાઓ તથા અઢળક ઝર,ઝવેરાત તથા સોનું–રૂપું હતા. ભારતમાંથી પકડેલા આર્યધર્મી સંસ્કારી ી–પુષો પછીથી તેણે ઈરાક અને ખુરાસાનની બજારોમાં વેચેલા.
આ વિજયની ગૌરવભેર ઉજવણી રૂપે તેણે ગઝનીમાં ભવ્ય જામા મસ્જિદ ઉભી કરી હતી, સાથે ઈસ્લામિક યુનિવર્સિટી, લાયબ્રેરી અને મ્યુઝિયમ પણ બનાવ્યા હતા.
મહમૂદની આ ચઢાઈમાં પોતાનો જાન બચાવવા પ્રતિહાર રાજા રાજયપાલે મહમૂદનું શરણું લીધું હોઈ ચંડેલાનાં રાજા વિધાધરે રાજયપાલને ઠાર કર્યેા હતો. એ રાજયપાલ કનોજનો રાજા હતો. પોતાનાં માણસને આ રીતે વિધાધરે ઠાર કયો તે સાંભળી મહમૂદનો પિતો ગયો. કહો કે તેને ફરી એક વખત ભારત ઉપર આક્રમણ કરવાનું બહાનું મળ્યું. ઈ.સ.૧૦૨૦–૨૧માં તેણે અગિયારમી વાર હિંદ પર આક્રમણ કયુ. ત્રિલોચનપાલ નામનાં (સંભવત: શાહી) રાજાએ તેની સામે મોરચો માંડયો પણ તે હાર્યેા. ફરી વિધાધરને સાથે લઈ તે મહમૂદને પડકારવાનું વિચારતો હતો. ત્યાં અરધે રસ્તે કોઈ બાબતે મતભેદ સર્જાતાં કેટલાક હિન્દુઓને હાથે જ તે મરાયો. તે પછી ત્રિલોચનનો પુત્ર ભીમપાલ જીવ બચાવવા ઠેર ઠેર ભટકતો રહ્યો અને તેમનો આખો શાહી રાય વિસ્તાર કે જે હિન્દુ રાય વિસ્તાર હતો તે મહમૂદનાં કબજામાં ગયો.
પ્રતિહારોએ મહમૂદનાં દસમા આક્રમણ વખતે કનૌજથી ખસી જઈને ગંગા કિનારે બરીમાં પોતાની રાજધાની રાખી હતી. મહમૂદે તે કબજે કરી ચંડેલાનાં રાજા વિધાધર તરફ કૂચ કરી. તેણે વિધાધરને સંદેશો પહોંચાડયો કે ઈસ્લામ સ્વીકારો અને ખંડણી ભરો અથવા તો સંગ્રામ માટે તૈયાર રહો. વીર વિધાધરે બન્ને શરતો ફગાવી દીધી અને સંગ્રામ પસદં કર્યેા. તે પણ કમ ન હતો. તેણે ૩૬૦૦૦ ઘોડે સવાર, ૪૫૦૦૦નું પાયદળ અને ૬૪૦ હાથીઓની સેનાં ખડકી દીધી.
ઈતિહાસ લખે છે કે કદાચ જિંદગીમાં પહેલીવાર મહમૂદ યુધ્ધ મોરચે વ્યગ્ર બન્યો અને તેણે જમીન ઉપર ઘૂંટણીયા ટેકવી ખુદાની રહેમ માગી. લડાઈ બરાબરની જામી પણ સેનાપતિની થોડી પીછેહટ થતાં લશ્કરમાં નાસભાગ થઈ. શાોમાં મ્લેચ્છોનું રાજ આવશે તેવી વાતો એ સમયમાં ઠેર ઠેર જાણીતી થઈ હતી તેથી સૌ કોઈ માનતા હતા કે હવે મ્લેચ્છો જ ફાવવાનાં છે અને હિંદુઓ જીતવાનાં નથી. એક તો સૈનિકો આવા પૂર્વગ્રહથી પીડાતા હતા અને મહમૂદની એક પછી દસ જીતોએ તેમનાં મનમાં આ વાત પાક્કી થઈ ગઈ હતી તેથી સેના નાયકની જરાક પીછેહઠ થતાં વિધાધરનાં સૈન્યમાં નાસભાગ મચી. ખુદ મહમૂદને ઘડીભર એવું લાગ્યું કે વિધાધર ભાગવાનો દેખાવ કરીને કંઈક ચાલ રમી રહ્યો છે પરંતુ વિધાધરનું લશ્કર હકીકતે ભાગી રહ્યું હતું ! ઈતિહાસકારો આ ઘટનાને પરાજીત માનસની ઘટના તરીકે મૂલવે છે. હકીકતે એ પૂર્વગ્રહિત માનસની ઘટના હતી.
જોકે એ લડાઈમાં વિધાધર શરણે ન જ આવ્યો. સૈન્ય ભાગવા લાગ્યા પછી પરિસ્થિતિ પારખીને વિધાધર સમરાંગણ છોડીને સલામત જગ્યાએ ચાલ્યો ગયો. આથી વિધાધરને ઝુકાવવા મહમૂદે ફરી ઈ.સ.૧૦૨૧–૨૨માં હિંદુસ્તાન ઉપર બારમી વખત ચઢાઈ કરી. રસ્તામાં ગ્વાલિયર પાસે કચ્છપઘાટના કીર્તિરાજે ચાર દિવસ સુધી યુધ્ધ કરીને તેને રોકી રાખ્યો પણ પછી થાકીને ધર્મપરિવર્તન નહીં પણ ખંડણી એવી શરત સુલ્તાન મહમૂદ સમક્ષ મૂકી ખંડણી ભરીને સમાધાન કયુ.
વિધાધર કાલંજરના ગઢમાં સૈન્ય સાથે રહ્યો હતો. હિન્દુ પુરાણોમાં લખ્યું છે કે આ કાલંજરમાં કલિયુગનો પ્રવેશ થઇ શકતો નથી તેથી વિધાધર કાલંજરના ગઢમાં રહેતો હતો. મહમૂદે આ કાલંજરના ગઢને ઘેરો ઘાલ્યો. વિધાધરે મહમૂદની સેના ઉપર હાથીઓને છૂટા મુકી દીધા પણ કાલંજરની બહાર તો કળિયુગનું જોર હતું. તેથી મહમૂદના સૈનિકએ હાથીઓને કાબૂ કરવામાં સફળ રહ્યા. વિધાધરે પણ મુત્સદીગીરી વાપરી, સમય વિચારી પત્ર દ્રારા સુલતાનની પ્રશંસા કરી દૂત દ્રારા એ પત્ર સુલતાનને મોકલી આપ્યો. કોઈએ ખં જ કહ્યું છે કે બાળકો રમકડાથી, વૃધ્ધો સેવાથી, રાજા ભેટથી અને અહંકારી તથા ીઓ પ્રશંસાથી ખુશ થાય છે. તેથી પોતાની પ્રશંસાથી મહમુદ ખુશ થયો. વળી વિધાધર થોડા વધુ હાથીઓ પણ ભેટ આપ્યા પરંતુ પોતે કિલ્લામાંથી બહાર ન આવ્યા. મહમુદ ભેટ અને પ્રશંસાથી ખુશ થઈ વિધાધરને ૧૫ કિલ્લાઓનો રાજા રહેવા દઈ ગઝની ચાલ્યો ગયો.
હવે જગપ્રસિધ્ધ સોમનાથની ચડાઈની વાત આવે છે એ મહેમુદની તેરમી ચઢાઈ હતી. ઈ.સ.૧૦૨૪માં મહમૂદનું સૈન્ય સોમનાથ બંદરે ઉતરી પડયું. મહમૂદનું સૈન્ય આવે છે તે સાંભળી પહેલેથી જ ક્ષત્રિયો અને બ્રાહ્મણો મોટી સંખ્યામાં મંદિરના પટાંગણમાં એકઠા થવા માંડયા હતાં. પોતાના ઈષ્ટ્રદેવની રક્ષા કરવા અને આ પ્રાચીન મહત્વ ધરાવતા મંદિરને બચાવવા ભારતભરમાંથી ક્ષત્રિયો આવીને સોમનાથના પ્રાંગણમાં જમા થયા હતાં. તેમાં લાઠીના ગુહિલવંશી હમીરજી ગોહિલ પણ હતાં જેની વીરગાથા આજે પણ રાષ્ટ્ર્રભરમાં ગવાય છે.
સુલતાન મહમૂદ આ વખતે ૩૦૦૦૦ ઘોડેસવારો અને જંગી ભૂમિદળ સાથે ગઝનીથી મુલતાન તરફ આગળ વધ્યો. ત્યાંથી બસ્સો ઉંટો પર પાણીની પખાલો લાદીને તે રણના રસ્તે આગળ વધ્યો જેથી કોઈ હિન્દુ રાજા તેની સામે દીવાલ બનીને આડે ન આવે. તે જેસલમેરથી વાયવ્યમાં દસ માઈલ દૂર પહોંચ્યો ત્યાંથી પાલણપુરની ઉત્તરે ચિખલોદર માતાની ટેકરીએ થઈ તે અણહિલપુર પાટણ પહોંચ્યો. દેલવાડા પહોંચતા રસ્તામાં ૨૦૦૦૦ સૈનિકોના સૈન્ય સાથે તેને લડવું પડયું અને ખુબ પ્રતિકાર થયો પણ અંતે મહમૂદ વિજયી થયો અને હંમેશની માફક તેણે પ્રજાની કતલ કરી અને મંદિરોનો પણ વિનાશ કર્યેા.
ઈ.સ.૧૦૨૫ના જાન્યુઆરી મહિનામાં મહમૂદ સોમનાથ પહોંચી ગયો. કિલ્લાની રક્ષા માટે સૈન્ય સુસજજ હતું. મંદિરના ફળિયામાં રહેલા સૈનિકો ક્ષત્રિયો અને બ્રાહ્મણોએ દરવાજા બધં કરી દીધા હતાં પણ અંતે ખાવાનું ખૂટયું. આમેય મરવું અને આમેય મરવું એમ વિચારી સૌએ દરવાજા ખોલી લડી લેવાનો નિર્ણય કર્યેા.
સોમનાથના દરવાજા ખુલ્યા અને સૌએ મહમૂદના સૈન્ય પર હર હર મહાદેવના નારા સાથે આક્રમણ કર્યુ. એકવાર તો મુસ્લિમ સૈન્યને પાછા હઠવું પડયું. હમીરજી ગોહિલે અનેક યવનોના મસ્તક ધડથી અલગ કર્યા પણ અંતે કોઈ યવન સૈનિકે પીઠ પાછળ ઘા કરી હમીરજીનું મસ્તક ઉડાડી દીધું. મસ્તક કપાયા પછી પણ હમીરજીના દેહમાં યુધ્ધનો અને વીરતાનો ઓતાર એવો હતો કે હમીરજીનું ધડ લડતું હતું. હમીરજીને જાણે કે છાતીએ આંખો ફુટી હતી. એકલા હમીરજીએ આખા મ્લેચ્છ સૈન્યને છેક પાદર સુધી પાછું હઠવાની ફરજ પાડી. મ્લેચ્છો લડતાં ધડને જોઈને અને ધડને પડતું ન જોઈને ભે ભાળી ગયા. અંતે હમીરજીના ધડ માથે કોઈએ ગળીવાળો દોરો નાખતાં આભડછેટ લાગતાં ધડ પડયું. આજે એ ધડ જયાં પડયું ત્યાં હમીરજીનું સ્મારક ઉભું છે અને સોમનાથ મંદિરમાં હમીરજીનું સ્થાન ગણપતિથી પણ આગળ છે. લોકો પહેલા હમીરજીના દર્શન કરી તે પછી મંદિરમાં જઈ ગણપતિજીના દર્શન કરી પછી સોમનાથદાદાના દર્શન કરે છે. આમ સોમનાથ દાદાને હમીરજી ગણપતિ કરતાં પણ વધુ વહાલા થયા છે.
બીજે દિવસે મહમૂદનું સૈન્ય મંદિરના ફળિયામાં પ્રવેશવામાં સફળ થયું. બ્રાહ્મણો માનતાં હતાં કે શિવલીંગમાંથી શિવજી પ્રગટ થઈને આ દાનવોનો સંહાર કરશે પણ જયારે એવું ન થયું ત્યારે દાનવોને પ્રભુના વરદાનથી બળ પામેલા ગણી બ્રાહ્મણોએ પણ હર હર મહાદેવના નારા સાથે મુસ્લિમ સૈન્ય ઉપર આક્રમણ કર્યુ પણ દરિયા જેવડા લશ્કર સામે તેમનું બળ કેટલું ચાલે ? પોતાના ઈષ્ટ્રદેવ અને ધર્મની રક્ષા માટે બ્રાહ્મણોએ મોટી સંખ્યામાં પોતાના મસ્તકોનું બલિદાન આપ્યું અને આ રીતે જાણે કે શિવલીંગ પર કમળ પુજાઓ કરી. એ ધર્મયુધ્ધમાં ૫૦ હજાર હિન્દુઓ સોમનાથ મહાદેવ માટે શહીદ થયા હતાં. તે યુધ્ધમાં એટલા બધા બ્રાહ્મણો લડતાં લડતાં વીરગતિને પામ્યા હતાં કે તેમની જનોઈઓના ઢગલાનું વજન સવામણ થયું હતું.
આજે પણ જયારે સોમનાથ મંદિરની ચારેબાજુ સુરક્ષા પહેરો જોઉં છું ત્યારે એમ લાગે છે કે ઈતિહાસ હજુ ઠેરનો ઠેર છે અને હજુ પણ આપણા ઈષ્ટ્રદેવને આતંકવાદીઓનો ખતરો છે. જો કે સાથે એ વાતનું આશ્ર્વાસન પણ હૃદયમાં છે કે આજે પણ સોમનાથના સોમપુરા, નાગર અને બીજા બ્રાહ્મણોના હૃદયમાં હજુ પણ એવો જ રાષ્ટ્ર્રપ્રેમ ધબકે છે જેવો મહમદ ગઝનીના આક્રમણ વખતે ધબકતો હતો. આજે પણ સોમનાથના એ બ્રાહ્મણો અને હિન્દુઓ ફરી એવી જ કોઈ લડાઈ લડવાનું આવે તો તૈયાર છે. અંતમાં એટલું જ કે ઈતિહાસને સમજયા વિના ભાવિને સમજી શકાતું નથી. સોમનાથ પર ગઝનીના આક્રમણ વખતે મહાદેવજી પ્રકટ કેમ ન થયા ? એ વાત હવે પછી.

Top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.