Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
 
 
Good Morning ૦૫/૦૧/૨૦૧૨ (ગુરૂવાર)
 

શું ભારત નહીં પણ પાકિસ્તાન કે ચીન જ ફરી ભારત પર આક્રમણ કરશે !

 
જયપ્રકાશ માઢક
 
 

ઇ.સ. ૧૦૨૫ના જાન્યુઆરી માસમાં સમમૂદ ગઝનવી કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમા સોમનાથ ઉપર ત્રાટકયો. જો કે ત્યાં તેને ખાસ્સા એવા પ્રતિકારનો સામનો કરવો પડયો. સોમનાથ દાદાની રક્ષા કરવા માટે આસપાસના પ્રાંતોમાંથી શિવભકત અને બહાદુર ક્ષત્રિયો, શિવભકત બ્રાહ્મણો અને શિવભકત પ્રજાજનો, સોમનાથના મંદિરમાં પહેલેથી જ એકઠા થઇ ગયા હતા. વૈદિક સંસ્કૃતિ, વૈદિક દેવતાઓ, વૈદિક શાક્રો, ગાયો અને બ્રાહ્મણોનો પરમશત્રુ મહમૂદ ગઝનવી આ વખતે સોમનાથ મંદિરને ભાંગવા આવે છે તે વાતની જાણ સૌને કર્ણેાપકર્ણ અગાઉથી જ થઇ ગઇ હતી તેથી શિવભકત ક્ષત્રિયો અને બ્રાહ્મણો મંદિરના પટાંગણમાં અગાઉથી જ એકઠા થવા માંડયા હતા. સોમનાથ દાદાની રક્ષા કાજે મરી ફીટવા માટે ભારતના દૂર દૂરના પ્રાંતોમાંથી પણ શિવભકતો આવી પહોંચ્યા હતા. એ વખતે ગુજરાતમાં ભીમદેવ ૧–લાનું રાય શાસન હતું.
સૌના મનમાં એક જ લગની હતી કે પ્રાણના ભોગે પણ અમે સોમનાથ દાદાની રક્ષા કરીશું અને અમે જીવતા હોઇશું ત્યાં સુધી તે મ્લેચ્છાધમને સોમનાથના શિવલીંગને આંગળી પણ અડાડવા નહીં દઇએ. મંદિરના દરવાજા બધં કરી સૌ શક્ર સજજ થઇ મંદિરમાં રહ્યા. સૌ જાણતા હતા કે કેસરીયા કરવામં મોત નક્કી જ છે તેથી સૌ કોઇ છેલ્લે છેલ્લે સોમનાથ દાદાની થાય એટલી ભકિત કરી પોતાનો ભવ સુધારી લેવા અને મૃત્યુ પછી ભગવાન શિવની સમીપ કૈલાસમાં જવા ઇચ્છતા હતા. તેથી સૌ કોઇ ઉત્કટતાથી ભકિત કરી રહ્યા હતા. મંદિરનું એ સમયનું વાતાવરણ એકદમ અલૌકિક થઇ ગયું હતું. એક તરફ બ્રાહ્મણો વેદમંત્રોથી સૌને શિવપૂજન કરાવતા હતા તો બીજી તરફ લોકો દ્રારા ગવાતા શિવજીના ક્રોતો અને ભજનોથી મંદિરનું સંકુલ સતત ગૂંજતું રહેતું હતું. કોઇ જપમાં બેસી ગયું હતું તો કોઇ શિવપુરાણ વાંચી રહ્યું હતું. અને શ્રોતાઓ સાંભળી રહ્યા હતા. કોઇના મુખમાં શિવ સીવાય અને શિવકાજે મરી ફીટવા સીવાય કોઇ શબ્દ ન હતો. મંદિર અને આસપાસના વિશાળ ચોગાનનું આખું યે વાતાવરણ જાણે કે શિવમય થઇ ગયું હતું. મંદિરના ગર્ભગૃહ અને ગુંબજોમાં ૐ નમ: શિવાય એ શિવાપંચાક્ષરમત્રં સતત પડઘા પડીને ગુંજતો રહેતો હતો. એકઠા થયેલા બધા જ લોકોનું રૂંવાડે રૂંવાડું જાણે કે શિવમય બની ગયું હતું. મંદિરના પત્થરો પણ જાણે શિવમય બની ગયા હતા અને ક્ષણે ક્ષણે શિવ નામને પ્રતિધ્વનિત કરી રહ્યા હતા. મંદિરનું આખુંયે વાતાવરણ અલૌકિક અને દિવ્ય બની ગયું હતું.
સૌ કોઇ માનતા હતા કે શિવજી આપણી રક્ષા કરશે પરંતુ સૌ પાસે હથિયારો પણ હતા. અંતે એ ઘડી આવી પહોંચી મહમૂદે મંદિર ફરતે ઘેરો ઘાલ્યો. મંદિરમાં અનાજનો સંગ્રહ પણ કરેલો પરંતુ થોડા દિવસો પછી અનાજ ખૂટવા આવ્યું ત્યારે સૌએ નક્કી કયુ કે હવે દરવાજા ખોલીને મ્લેચ્છો ઉપર આક્રમણ કરી દેવું. આક્રમણનો દિવસ નક્કી થયો અને એ દિવસે મંદિરના દરવાજા ખોલી ક્ષત્રિયવીરો હરહર મહાદેવના નારા સાથે મલેચ્છ આક્રમણખોરો પર પૂરા જોશથી તૂટી પડયા. હમીરજી ગોહિલ જેવા અગણિત ક્ષત્રિયવીરો જીવને હથેળીમાં લઇને શિવજીના ગણોની માફક તૂટી પડયા. એકાએક હલ્લો થયો હોઇ મહમૂદ અને તેનું લશ્કર ઉંઘતા ઝડપાયા અને લશ્કરને પાછા હઠવું પડયું.
પણ મહમૂદનું લશ્કર દરિયા જેવડું હતું અને સમય મ્લેચ્છો તથા કળિયુગની તરફેણમાં હતો કારણ કે વિષ્ણુ ભગવાન પાસેથી વરદાન મેળવેલા કળિયુગ અને મ્લેચ્છોનું બળ વધેલું હતું. યુગધર્મ મુજબ કલિકાળ ક્ષત્રિયો, બ્રાહ્મણો, વેદો, શાક્રો, તીર્થસ્થાનો, યજ્ઞો અને દેવતાઓનું બળ ઘટવું નક્કી હતું. યુગે યુગે આ બનતું આવ્યું છે. હર વખતે પ્રલય પછી સૃષ્ટ્રિ થાય છે ત્યારે સતયુગ. ત્રેયાયુગ, દ્રાપર યુગ અને કળિયુગનું ચક્ર ચાલતું આવ્યું છે. દર વખતે કળિયુગ પછી જ યુગનો અતં આવે છે અને યુગાન્ત માટે વેદ, શાક્રો અને યજ્ઞોનો નાશ અનિવાર્ય છે. કારણ કે યાં સુધી વેદ હોય, વેદમંત્રો હોય, વેદમંત્રોથી યજ્ઞો કરનારા બ્રાહ્મણો હોય, એ યજ્ઞોમાં હોમવા માટેનું ઘી આપનારી ગાયો હોય અને એ યજ્ઞોની આહુતિથી પોષણ પામીને બળવાન થયેલા દેવતાઓ યાં સુધી હોય ત્યાં સુધી શી મજાલ છે કળિયુગની કે તે માથું ઉંચકી શકે ? યાં સુધી વેદ, બ્રાહ્મણ, ગાય. યજ્ઞ અને ધર્મશાક્રો હોય ત્યાં સુધી સૃષ્ટ્રિનો વિનાશ પણ થઇ જ ન શકે કારણ કે સૌ ધર્મમય જીવન જીવતા હોય તો વિનાશ કઇ રીતે થાય ? કારણ કે જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ સદૈવ રક્ષણ કરનાર બને છે.
યાં સુધી સૌ યજ્ઞો દેવતાઓને પુષ્ટ્ર કર્યા કરે અને દેવતાઓ વૃષ્ટ્રિ દ્રારા સૌને પુષ્ટ્ર કર્યા કરે ત્યાં સુધી સૃષ્ટ્રિનો વિનાશ કઇ રીતે થાય ? એમ પરસ્પરને પુષ્ટ્ર કર્યે જતાં દેવતાઓ અને આર્યેા વૃધ્ધિ પામ્યા કરે છે. માટે જ દેવતાઓને આર્યભૂમિ પ્રિય છે જેથી દેવતાઓ સદૈવ મનોમન આર્યભૂમિ ભારતનું હિત ઇચ્છે છે કારણ કે આ ભૂમિ દેવતાઓનો પ્રાણધાર છે.
બસ આ જ કારણ છે કે મહમૂદ ગઝની જેવા મ્લેચ્છદાનવો આ આર્યભૂમિ પ્રત્યે શત્રુતા રાખતા આવ્યા છે. દેવતાઓનું બળ વધે, દેવતાઓ પુષ્ટ્ર થાય એ દાનવોને કયાંથી ગમે ? તેથી જ મહમૂદ ગઝની અને તે પછી મહમૂદ ઘોરી જેવા મ્લેચ્છ આક્રમણખોરોએ દેવતાઓની જીવાદોરી સમા ગાય, બ્રાહ્મણો, વેદ–શાક્રો, તીર્થેા તેમજ ખુદ દેવપ્રતિમાઓને જ હંમેશા પોતાનું લય બનાવેલ છે. અકબર સીવાયના લગભગ તમામ આવા આક્રમણખોર અને પછી આર્યભૂમિ ભારતના શાસક બની બેઠેલા શાસકો જેવા કે ગુલામવંશી, કુતુબુદ્દીન ઐબક, અલ્લાઉદ્દીન ખલજી, ફિરોઝ તઘલખ, બાબર, હમાયુ, ઔરંગઝેબ વગેરેએ ભારતમાં આ જ ધંધો કર્યેા છે. તેમણે વેદો અને શાક્રોને સળગાવ્યા છે, હજારો મંદિરો અને લાખો દેવમૂર્તિઓનો ધ્વશં કર્યેા છે તેમણે હજારો–લાખોની સંખ્યામાં ગાય–બ્રાહ્મણોની કતલો કરી–કરાવી છે. તીર્થસ્થાનોને અપવિત્ર કર્યા છે. આવા કેટલાક આક્રમણખોરો ભારતમાં આક્રમણ કર્યા પછી આર્યેાના ધર્મશાક્રોને ઐંટ ઉપર લાદીને પાછા ફરતી વખતે સાથે લઇ જતાં અને જે ખૈબરઘાટના રસ્તેથી તેઓ જતાં ત્યાં ઠંડીથી બચવા એ ધર્મગ્રંથોને સળગાવીને, તાપણું કરીને તેમના લશ્કરના સૈનિકો તાપતા હતા ! આ દાનવો નહીં તો બીજું શું ?
પુરાણોમાં જે દાનવોની વાતો આવે છે એવી જ વાતો આ આક્રમણખોરોની છે. પુરાણકથાઓ મુજબ દાનવો પણ આવું જ કરતાં. દાનવો બ્રાહ્મણો અને ઋષિઓને ખાઇ જતાં, ગાયોને ખાઇ જતાં અને ઋષિઓ વેદમંત્રોથી દેવતાઓ માટે જે યજ્ઞો કરતાં તેમાં હાડકાં અને લોહી નાંખી યજ્ઞોને અટકાવતાં, આ દાનવો વેદોનું અપહરણ કરીને દરિયામાં નાખી દેતાં. ગઝની, ઘોરી અને તુર્કેા મોગલો સહિતના આક્રમણખોરોએ આવી જ દાનવીય માનસિકતાનું પ્રદર્શન કરેલું. તેમણે જે કાળાકર્મેા કર્યા હતા તે કામો તેમનું દેવ વિરોધી માનસ જ દર્શાવે છે તેમાં શંકાને સ્થાન નથી. આર્યેા દેવ પ્રતિમાઓને પૂજતા અને તે લોકો મૂર્તિભંજક હતા. આર્યેા દ્રઢપણે એવી માન્યતા ધરાવતા કે ગાય પવિત્ર છે અને તેમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે યારે તેઓ ગૌવધ કરતાં. અકબર સિવાયના ભાગ્યે જ કોઇ મોગલ શાસકે ભારતમાં ગૌવધબંધી જાહેર કરી હતી. પાછળથી ગૌ હત્યા અંગે આખં મીંચામણા કરવાની આ પરંપરા અંગ્રેજોએ પણ જાળવી રાખી હતી. મહમૂદ ઘોરી મહમૂદ ગઝનવી, ગુલામવંશ, તઘલખવશં અને ખલજીવંશના આક્રમણખોર લૂંટારું સુલ્તાનોએ તો ગૌ હત્યા કરવામાં બાકી નથી રાખ્યું, કેટલાંક મ્લેચ્છ શાસકોએ તો ગૌ હત્યાને પ્રોત્સાહન આપ્યું છે. આજે પણ જે શાસકો ગૌ–ગૌવશં હત્યા પ્રત્યે પ્રમાદ સેવી રહ્યા છે કે આખં મીંચામણા કરી રહ્યા છે કે ગૌ હત્યાને પ્રોત્સાહન મળે તેવા પગલાંઓ લઇ રહ્યા છે. તેઓ ઘોરી, ગઝની અને તુર્કેાથી જરાયે કમ નથી. દેવનારનું કતલખાનું એ દેવભૂમિ ભારતનું એક કલકં છે, શરમગાથા છે. ગૌ હત્યા એ નરી દાનવીય પરંપરા છે. ગૌહત્યાના સમર્થકો માનવ નથી પણ દાનવ છે. જો કોઇ સાધુ કે ફકીર ઓછે વત્તે અંશે પણ ગૌ હત્યાનું સમર્થન કરે તો તે સાધુ નથી પણ શૈતાન છે.
આર્યેા પરક્રીને માત સમાન ગણવી જોઇએ એવી ધાર્મિક માન્યતા ધરાવતા હતા, તો મ્લેચ્છ આક્રમણખોરો યુદ્ધ જીત્યા પછી કન્યાઓને દૂષિત કરતા અને ક્રીઓ પર સામૂહિક બળાત્કાર કરતા. તેઓ ક્રીઓને ગુલામ તરીકે પકડી જતાં અને ખુરસાનની બજારોમાં વેચતા. આવું કયા ધર્મમાં લખ્યું છે ? દાનવો પ્રાચિન કાળથી જ આ કરતા આવ્યા છે.
આર્યેા બ્રાહ્મણોને ભૂદેવ કહેતા, તો મ્લેચ્છ આક્રમણખોરો બ્રાહ્મણોને હરોળમાં ઉભા રીખી રાખીને તેમનો વધ કરતા. આ અધમ દાનવો ગાયોને મારી તેમના માંસનાં ટુકડા તુંબડામાં ભરે તે તુંબડા બ્રાહ્મણોના મોઢે બાંધતા કે બ્રાહ્મણોને ગૌમાંસવાળા પાત્રો માથે ચઢાવવાની ફરજ પાડતા. એ લોકો દાનવકૂળના હતા એ માટે આનાથી વધારે કયા પુરાવા જોઇએ ?
આર્યેા વેદોને માનતા તો તેઓ વેદોને સળગાવી દેતાં. તક્ષશિલા અને નાલંદા વિધાપીઠમાં રહેલા કેટલાયે અમૂલ્ય ધર્મગ્રંથોનો આ આક્રમણખોરોએ શિયાળાની ઠંડી ઉડાડવા ખૈબરઘાટમાં તાપણા તરીકે ઉપયોગ કરેલો. આમ સાતમી સીદીથી કે ૧૧મી સદીથી મહમૂદ ગઝનવીના આક્રમણ સાથે શરૂ થયેલી મ્લેચ્છ આક્રમણોની કહાણીએ ખરેખર તો દેવ વિરૂધ્ધ દાનવ વિચારસરણીના આક્રમણની કહાણી જ છે એમ કહેવામાં મને કોઇ સંકોચ નથી. દેવ–દાનવના આ લોહિયાળ સંઘર્ષના કહાણી ભારતમાં છેક ફીરંગી, વલંદા અને અંગ્રેજોના આક્રમણ સુધી લંબાઇ હતી અને તે પછી ભારત ઉપર ચીન અને પાકિસ્તાનના આક્રમણો તેમજ વર્તમાન સમયમાં થઇ રહેલા આતંકવાદી આક્રમણો પણ આ દેવ–દાનવની લડાઇનો જ એક ભાગ છે.
હું તો એમ કહું છું કે, દુનિયામાં દેવ–દાનવની લડાઈ સિવાય બીજુ કઈં નથી. દુનિયામાં આજ સુધી બનેલા અને બની રહેલા મોટાભાગના ઘટનાક્રમોના કેન્દ્રમાં આ દેવ–દાનવની લડાઈ રહેલી છે જે છેક પ્રાચીન કાળથી જ ચાલતી આવે છે અને કયારેય અટકી નથી અને ભવિષ્યમાં પણ અટકવાની નથી કારણ કે, દ્રૈત હંમેશા વિશ્ર્વનો સ્વભાવ છે અને પ્રકૃતિમાં સદા દ્રૈત રહેલું છે. જેમકે દિવસ એકલો નથી હોતો સાથે રાત પણ છે. સુખની સાથે દુ:ખ પણ છે. હર્ષ છે તો શોક છે. રાગ છે તો દ્રેષ છે. પુરુષ છે તો ક્રી પણ છે અને દેવ છે તો દાનવ પણ છે અને સૃષ્ટ્રિ રહેશે ત્યાં સુધી રહેવાના છે.
પ્રાચીનકાળમાં ત્રણ ત્રણ વખત મોટા દેવાસુર સંગ્રામો થઈ ચુકયા છે. મધ્યકાલીન યુગમાં ધોરી, ગઝની અને તુર્કવંશી મોઘલોના આક્રમણોએ દાનવોની દેવો પરની ચઢાઈ હતી. જો કે, કળિયુગના પ્રભાવને કારણે દેવો નિર્બળ થયેલા હતા. સિકંદર અને ચંગીઝખાનના દુનિયા પરના આક્રમણો પણ દેવ–દાનવની લડાઈના એક ભાગરૂપે હતા. તે પછી ભારત ઉપર પોર્ટુગીઝો, ડચો અને અંગ્રેજોનું આક્રમણ અને તેમની સામે ભારતીયોનો સ્વતંત્રતા સંઘર્ષ પણ દેવ–દાનવનો સંઘર્ષ હતો. હિટલર અને યુરોપીય દેશો વચ્ચેનો સંઘર્ણ પણ દેવ–દાનવની લડાઈ હતી. હિટલરે પોતાની વિચારધારાના પ્રતિકરૂપે સ્વાસ્તિકનું ચિન્હ રાખ્યું હતું જે હિન્દુઓનું એક પવિત્ર ધર્મચિન્હ ગણાય છે. જર્મનો આર્યલોહી ધરાવે છે. સુભાષચદ્રં બોઝ હિટલર સાથે સારો સંબધં ધરાવતા હતા. હિટલર તેમને મદદરૂપ થયો હતો.
દેવ–દાનવોની આ લડાઈ આજે પણ પુરી થઈ નથી. આજે એક તરફ ઘોરી અને ગઝનીને આદર્શ માનતા આતંકવાદીઓ છે જેમણે પોતાની અણુ મિસાઈલોના નામ પણ ઘોરી અને ગઝની રાખ્યા છે તો બીજી તરફ આતંકવાદથી પીડિત આખું વિશ્ર્વ છે. આતંકવાદ સામેની વૈશ્ર્વિક લડાઈ કહેવાય છે તે દેવ–દાનવોની જ લડાઈ છે. જેમાં દાનવો સમગ્ર વિશ્ર્વ ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપવાને માટે પ્રયત્નો કરી રહ્યા છે.
મધ્યકાલીન યુગમાં પણ અરબસ્તાન, ઈરાક, ઈરાન અને અફઘાનિસ્તાન કેન્દ્રો છે. ઈરાનના બાદશાહ દરાયસે તેમના ઝદં અવસ્થા ગ્રંથમાંથી નીચે પ્રમાણેના કેટલાક વાકયો પોતાના શિલાલેખમાં કોતરાવેલ છે:
હું અસુરોનો અનુચર છું
હું અસુરોને વંદુ છું
હું દેવોનો દ્રેષી છું
હું દેવ–પૂજકોનો દ્રેષી છું.
ઈરાનીયન પ્રજામાં ઈન્દ્રને અસૂર વિરોધી અને પાપમતી કહેલો છે. આમ સ્પષ્ટ્ર છે કે, ઈરાનીયન પ્રજા અસૂર (દાનવ) પૂજક હતી. એ ઈરાન આપણું મિત્ર કઈ રીતે બની શકે છે ?
જેને પાકિસ્તાને આશ્રય આપેલો અને જે આખી દુનિયાને ફફડતી રાખતો હતો તે ઓસામા બિન લાદેન નામનો દુનિયાનો સૌથી ખુંખાર આતંકવાદી સાઉદી અરેબીયાની ભૂમિ પર પેદા થયો હતો. અરબ દેશ આજે પણ આતંકવાદીઓને આર્થિક મદદ કરે છે. એક સમયે અરબ ભૂમિમાંથી ઘોડો અને તલવાર લઈને નીકળેલા ધાડાઓએ છેક આફ્રિકા સુધી કાળો કેર વર્તાવેલો અને આજે પણ આતંકવાદીઓ સીરીયા, ઈરાક, પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનના સીમાડાઓ પાર કરીને આખી દુનિયા ઉપર લોહિયાળ હુમલાઓ કરે છે.
ભારતનો સસિંધુ પ્રદેશ આદિકાળથી જ દેવ–દાનવની લડાઈનું કેન્દ્ર બનતો આવ્યો છે. ઈરાનના શાસકો સાયરસ અને દારીયસે ઈસ્વીસન પૂર્વે ૫૫૮ થી ૫૧૮ વચ્ચે બલુચિસ્તાન થઈ કાબુલ, ગાંધાર, સિંઘ ઉપર આક્રમણો કરેલા. ગ્રીક શાસક એલેકઝાન્ડરે ઈ.સ. પૂર્વે ૩૨૭માં સિંઘથી બિયાસ સુધીના પ્રદેશો પર આક્રમણ કરેલું. ગ્રીક (યવન) રાજા સેલ્યુકસે ઈ.સ. પૂર્વે ૩૦૫માં સિંઘુતટ પર આક્રમણ કરેલું. હુણોએ ઈ.સ. ૪૫૫માં કાબુલથી કુશાન સુધી આક્રમણ કયુ અને સિંધુથી નર્મદા સુધીના ક્ષેત્ર ઉપર અધિકાર જમાવ્યો હતો. વિક્રમ રાજાના સમયમાં પણ સિંઘ પર શકોના આક્રમણો થતાં અને એ પહેલા પણ સિંઘ પર વિધર્મી આક્રમણો થતાં.
હિન્દુ રાજા દાહર સિંઘ ઉપર રાય કરતો હતો ત્યારે પણ સિંઘ ઉપર આરબ ખલીફાઓ પ્રેરિત મ્લેચ્છ આક્રમણો થતાં હતા. ઈરાકી સૂબા હજજાજે તેના જમાઈ મોહમદ બીન કાસીમને સિંઘ ભણી આક્રમણ કરવા માટે મોકલેલો. પ્રાચીન કાળથી જ સિંઘ ભારતની પિમી સીમા પ્રદેશ હોઈ શકો, યવનો, હુણો અને મ્લેચ્છોના આક્રમણનું નિશાન બનતું આવ્યું છે અને આજે પણ એ જ સિંઘ પ્રદેશ (પાકિસ્તાન) આતંકવાદી પ્રવૃત્તિઓનું વૈશ્ર્વિક કેન્દ્ર બની રહેલ છે.
અમેરિકા અને યુરોપીય દેશોની રાજનીતિના કેન્દ્રમાં આજે પણ એ જ દાનવીર પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેલા જુના પુરાણા નામચીન દેશો (સાઉદી અરેબીયા, ઈરાક, ઈરાન, અફઘાનીસ્તાન અને સિંઘ પાકિસ્તાન) છે. િસ્તી દેશો વર્ષેાથી કુસેડો લડતા આવ્યા છે. આજે પણ નાઈજીરીયામાં કુસેડ જેવી જ સ્થિતિ છે. ત્યાં છાશવારે હુલ્લડો થાય છે જેમાં અનેક સ્થાનિક િસ્તીઓ પોતાનો જાન ગુમાવે છે.
ચીનાઓને પણ શાક્રોએ મ્લેચ્છ કહ્યા છે. ચીના કયારેય આપણા દોસ્ત નથી રહ્યા. કૌરવ પાંડવોના યુધ્ધ વખતે ચીનાઓ દુર્યેાધનની સાથે હતા. દુર્યેાધન અને તેના ભાઈઓ દાનવ વિચારસરણીના હતા. દેવાસુર સંગ્રામ વખતે જે દાનવો મૃત્યુ પામ્યા હતા તેઓ દ્રાપર યુગમાં ફરી ૧૦૦ કૌરવોરૂપે જત્પમ્યા હતા. આવું કેમ બન્યું ? ધૃતરાષ્ટ્ર્રને ત્યાં દાનવો કેમ જત્પમ્યા ? આના કારણમાં એવું હોઈ શકે છે કે, સંતાનો મોટાભાગે માતા ઉપર ઉતરતા હોય છે અને કૌરવોની માતા ગાંધારી ગાંધાર એટલે કે, કંદહારની હતી. દુર્યેાધનને પાતાળ લોકના અસુરો સાથે પણ સંબંધો હતા અને જરાસઘં તથા કાળયવન સાથે પણ સંબંધો હતા. આ કાળયવનને શ્રીકૃષ્ણ ઉપર પણ આક્રમણ કરેલું.
ચીન મહાભારતકાળથી જ ધર્મમાર્ગ કે દેવમાર્ગથી વિરૂધ્ધ છે જે માર્ગે પાંડવો ચાલતા હતા. દુર્યેાધનની સાથે મ્લેચ્છ રાજાઓ પણ હતા. આધુનિકકાળમાં પણ પરિસ્થિતિ એની એ જ છે. ચીન ૧૯૬૨ના ભારત ઉપર આક્રમણ કરીને લાખો ચોરસમીટર જમીન હડપી ચૂકયું છે. આપણા માનસરોવર જેવા તીર્થ કે યાં શિવજીએ પાર્વતીજીને અમરકથા સંભળાવી હતી, તેને પણ ચીન હડપ કરી ચૂકયું છે. હવે બદરીનાથ ઉપર તેનો ડોળો છે. આજે પણ ચીન રોજેરોજ ભારતની સરહદોનું અતિક્રમણ કરે છે. આજે અરૂણાચલના મુખ્ય શહેર તવાંગમાં ચીનાઓ ઘૂસી ગયા છે. રેશનકાર્ડ કઢાવીને ત્યાંના નાગરિકો પણ બની ચૂકયા છે. ચીને આપેલા પૈસા છૂટથી ગરીબોમાં વેરીને એ લોકો સ્થાનિક રાજકારણમાં પણ માથું કાઢવા લાગ્યા છે. હવે તવાંગ ઉપર લાલ ઝંડો ફરકાવાનો જ બાકી છે. ચીને નેપાળમાં પણ આવું જ કરેલું. માઓવાદીઓને ખૂબ પૈસા આપ્યા જે ગરીબોમાં વેરીને માઓવાદીઓએ લોકચાહના મેળવી અને એ રસ્તે સત્તા મેળવવામાં પણ તેઓ સફળ થયા. માઓવાદી ચીનની કઠપૂતળી જ છે પહેલા તિબેટ લઇ લીધા પછી હવે ચીન નેપાળને પણ હડપ કરી જવામાં છે. નેપાળ હિન્દુ દેશ હતો તેને ચીને ખંધાઇપૂર્વક બિનસાંપ્રદાયિક બનાવીને નેપાળમાં ભારતના અને દેવોના પ્રભુત્વને ખતમ કરી દેવાનું કાવત્રુ પાર પાડયું છે. વિષ્ણુ ભવાનના કૃપાપાત્ર ગણાતાં નેપાળના રાજાઓને પણ ચીને પદભ્રષ્ટ્ર કરીને ત્યાં લોકશાહી નામનું ડીંડક ઉભુ કરી દીધું છે.
ચીને આપણી સાથે અગણિત વિશ્ર્વાસઘાતો કર્યા છે. દગો, વિશ્ર્વાસઘાત, કલહ, કલેશ, લોહી જોઇને ખુશ થવું અને સામ્રાયવાદ એ દાનવીય લક્ષણો છે. ચીનાઓ દાનવની માફક પ્રાણીઓને ખાય છે. દાનવો હંમેશા સામ્રાયવાદી રહ્યા છે. રાક્ષસો હંમેશા ત્રિલોક વિજયી થવા ઇચ્છતા. હિરણ્યકશીપુ રાવણ અને બલિ આના ઉદાહરણો છે. શકિત સંપન્ન થયા પછી તેમણે તરત જ સ્વર્ગ પર આક્રમણો કરેલા છે.
દેવ દાનવોમાં હંમેશા બનતું આવ્યું છે કે પહેલું આક્રમણ હંમેશા દાનવોએ જ કયુ છે અને દેવતાઓએ માત્ર તેમનો સામનો કર્યેા છે કે ડીફેન્સ કયુ છે. આ સમયમાં પણ આ બાબત એટલી જ સાચી છે. ભારતે કયારેય ચીન કે પાકિસ્તાન ઉપર આક્રમણ કયુ ખરું ? આઝાદી પછી પાકિસ્તાને ભારત પર ચાર ચાર આક્રમણો કર્યા અને ચીને પણ આક્રમણ કયુ. મધ્યકાલિન યુગમાં પણ શકો, હુણો, તાતાંરો, યવનો, ગ્રીકો અને મ્લેચ્છાઓએ જ ભારત ઉપર આક્રમણો કર્યા છે. ભારતે માત્ર ડિફેન્સ કયુ છે.
ભવિષ્યમાં પણ આ જ બાબત જોવા મળશે. કેટલાક કહે છે કે ભારત પાકિસ્તાન ઉપર આક્રમણ કરશે. પરંતુ અનુભવે આ બહુ શકય લાગતું નથી. ભારત ચીન ઉપર પણ આક્રમણ નહીં કરે બલ્કે ચીન કે પાકિસ્તાન જ ભારત પર આક્રમણ કરશે અને ભારત તેનો સામનો કરશે. આ દેવો કે દેવપક્ષની સ્વભાવગત વિશેષતા છે. જો કે ભારતે આક્રમણ કરતાં પણ શીખવું જોઇએ.
ચીન દાનવ છે તેનું ચિન્હ એવું ડ્રેગન પણ દૈત્ય કહેવાય છે. ચીનની સ્વભાવગત વિશેષતા છે લુચ્ચાઇ, દગો અને વિશ્ર્વાસઘાત ! પહેલા ચીન સરહદી વિસ્તારો ઉપર પોતાનો દાવો કરે છે તે પછી તે દાવાઓનો પ્રચાર કરે છે તે વિસ્તારોને વિવાદાસ્પદ બનાવી દે છે અને પોતાના નકશાઓમાં પણ સ્થાન આપી દે છે અને ત્યારબાદ ત્યાં ઘૂસી જાય છે એ વિસ્તારો ઉજડ કે દૂર દૂરના હોય છે જયાં ભારતથી ધ્યાન આપવું બહુ શકય હોતું નથી. આ રીતથી ચીન ભારતની લાખ્ખો ચોરસ કિલોમીટર જમીનને તો ઠીક આખે આખા તિબેટને પણ ડ્રેગનની માફક ઓહિયા કરી ચૂકયું છે અને તેણે ઓડકાર પણ નથી ખાધો ! હવે તે અરૂણાચલને આ જ રીતે ગળી જવા માગે છે. આ બધું બિલકુલ એવી જ રીતે બને છે જે રીતે આપણા ખેતરમાં બનતું હોય છે. પહેલા તો શેઢા પાડોશી ખેડૂત ખૂંટા મઢીને ઘેર લઈ જાય છે, પછી શેઢામાં વિવાદ ખડો કરી બોલાચાલી કરે છે અને તે પછી શેઢા ખેડીને એક એક ઓળ અંદર આવતો જાય છે. બધા ખેડૂતો આવા નથી હોતા પણ કેટલાયે વાણીયા બ્રાહ્મણોએ આવી રીતરસમોથી કંટાળી જઈને પોતાની જમીનો વેચી નાખી હોય કે વેચી નાખવા માગતા હોય તેવા દાખલાઓ છે. રજવાડામાં સમયમાં કેટલાયે વાણીયા–બ્રાહ્મણો પાસે દાઉદી વહોરાઓ પાસે જમીનો હતી. આજે બહુ ઓછા પાસે રહી છે.
ચીન આવા ઘૂસણખોર ખેડૂત જેવું છે અને ભારત સુંવાળા કોમના ખેડૂત જેવું છે. જેને સૌ શેઢા પાડોશી દબાવ્યા કરે છે. પાકિસ્તાન અને ચીન તો ઠીક બાંગ્લાદેશ પણ આપણને કવરાવ્યા કરે છે. આ વાત આજકાલની નથી. મધ્યકાલિન યુગથી આ થતું આવ્યું છે છતાં ગુજરાતના મુખ્યમંત્રી ચીન સાથે વેપાર વધારવા તત્પરતા બતાવે છે. કેન્દ્ર સરકાર પણ નથુલામાર્ગે ચીન સાથે વેપાર વધારી રહી છે. ચીનના વેપારી મંડળો દેશમાં કે ગુજરાતમાં આવે અને એ બહાને દેશમાં કે ગુજરાતમાં ચીનનો પગ પેસારો થાય એ હરગીઝ ઉચિત નથી, બલ્કે ખુબ જ જોખમી છે.
અમેરિકા પોતાને કવરાવે એટલે પાકિસ્તાન 'ચીન સાથે અમારે સારા સંબંધો છે' એવું બતાવે એવી માનસિકતાથી આપણા મુખ્યમંત્રીએ બચવાની જરૂર છે. અમેરિકા વીઝા ન આપે તેનો જવાબ ચીન હરગિઝ ન હોઈ શકે. ડ્રેગનથી દૂર રહેવાય તેની સાથે વેપાર ન કરાય.
આપણે અફઘાનિસ્તાનથી પણ ચેતતા રહેવાની જરૂર છે. આપણે હમીદ કરઝાઈના ગુણગાન ગાયા કરીએ છીએ અને 'ઘરના ઘંટી ચાટે અને પારકાને જમણવાર' એ કહેવતની માફક અફઘાનિસ્તાનને કરોડો અબજો રૂપિયાનું દાન કરતાં રહીએ છીએ તે આપણી મુર્ખાઈ છે. તેને મિત્ર માનવું એ આપણી મોટી ભૂલ છે. વેલો ગમે ત્યાં જાય પણ અંતે તો થડીયે આવીને ઉભો રહે છે એ સાદુ સત્ય આપણે સમજી શકતા નથી અને અફઘાનિસ્તાનને અબજોની ખૈરાત કરતા રહીએ છીએ. તાજેતરમાં જ અફઘાન પ્રમુખ હમીદ કરઝાઈ બોલેલા કે જો ભારત–પાકિસ્તાનનું યુધ્ધ થશે તો તેવા સંજોગોમાં અમે પાકિસ્તાનને મદદ કરીશું ! આમ છતાં આપણી આખં ઉઘડતી નથી. અફઘાન પ્રજા ધર્મેન્દ્રની ફિલ્મો જોઈને તાળીઓ પાડે એટલે કે કઈં આપણી થઈ જતી નથી.
સદામ હુસેન અને ઈરાકને આપણે મિત્ર કહેતા પણ આમ કહેનારને શું ઈતિહાસ યાદ નથી કે ઈરાકના ખલીફોએ સાતમીથી નવમી એમ સતત બે સદીઓ સુધી ભારત ઉપર આક્રમણો કરેલા છે ? અમેરિકા પણ દેવનું દીકરુ (દેવપક્ષનું) છે. તેમ માની લેશો નહીં. અમેરિકા પૃથ્વીના ગોળાર્ધમાં સાવ તળીયે આવેલું હોઈ પ્રાચીન કાળમાં આજ અમેરિકા પાતાળલોક તરીકે ઓળખાતું જે પાતાળ લોકમાં દાનવો વસે છે તેમ આપણે માનીએ છીએ એ પાતાળમાં દાનવરાજ બલિનું રાય હતું. આજે પણ દક્ષિણ અમેરિકામાં બલિના નામ ઉપરથી બોલિવિયા નામનું રાય છે. અમેરિકાના શાસકો બલિના અંશરૂપ હોય છે તેથી જ અમેરિકા આજ સુધી પાકિસ્તાનને મદદ કરતું આવ્યું છે. પાકિસ્તાન દાનવ છે અને અમેરિકા દાનવરાજ બલિનો દેશ છે અને ભારતનું ઉત્થાન થાય એ બલિના દેશને કે બલિને ગમે નહીં તે સ્વાભાવિક છે.
ઋષિયા (રશિયા) એકમાત્ર ભારતનું મિત્ર છે કેમ કે તે ઋષિઓનો દેશ હતો અને ઋષિઓ દેવપક્ષમાં જ હોય ! અમેરિકા તો મય દાનવની ભૂમિ છે. મેકિસકો અને કેલિફોર્નિયામાં મય દાનવની સંસ્કૃતિ હતી. હાલમાં એ જ મય સંસ્કૃતિના કેલેન્ડરની વાત દુનિયામાં ચર્ચામાં છે.
તો પછી એક જ પક્ષના હોવા છતાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદીઓ અમેરિકાની વિરુધ્ધમાં કેમ ગયા ? દાનવોમાં પણ બે પક્ષ છે. એક શુમ્ભના સંતાન છે અને બીજા નિશુમ્ભના સંતાનો છે. વળી દાનવો મૂળથી જ કલહ પ્રિય હોવાથી ગમે ત્યાં કલહ કરી બેસે છે. તેમનું માનસ 'કાં બાધ્ય, કાં બાધવાવાળો દે' જેવું હોય છે. તેઓ રૂધિર જોઇને ખુશ થાય છે. તેથી જ યારે ભારતમાં આક્રમણ કરવાનું ન મળે ત્યારે તેઓ તેમના જ દેશમાં ધડાકાઓ કરીને અને તેમના જ ભાઇઓનું લોહી વહાવીને ખુશ થાય છે.
ટુંકમાં દુનિયામાં જે કંઇક બન્યું, જે કઇં બની રહ્યું છે અને જે કઇં ઘટનાઓ ભવિષ્યમાં પ્રલય પયત બનવાની છે તેમાં દેવ–દાનવની લડાઇ જ કેન્દ્ર સ્થાને બની રહેશે. કલ્કિ અવતાર થશે ત્યારે તેઓ ઘોડો અને તલવાર લઇને નીકળશે અને દુનિયાભરમાં કીડિયારાની જેમ વ્યાપી ગયેલા અધર્મી મ્લેચ્છોને હણશે એ પણ દેવ–દાનવની લડાઇ જ હશે.
૧૦૨૫ના પોષ મહિનામાં સોમનાથમાં આવી જ દેવ–દાનવની લડાઇ થઇ હતી. એ લડાઇમાં પહેલીવાર મ્લેચ્છોની પીછેહઠ થઇ હતી પણ પછી મહમૂદ ગઝનીના સૈનિકો અંદર ઘૂસી ગયા હતા. બ્રાહ્મણોએ યારે જોયું કે ભગવાન શંકર પ્રકટ થઇ નથી રહ્યા ત્યારે કેટલાક બ્રાહ્મણોએ મહમૂદને જોઇએ એટલું ધન દઇ પાછા વળી જવા વિનંતી પણ કરી જોઇ પણ કટ્ટરવાદી મહમૂદે કહ્યું કે હું માત્ર ધન લૂંટવા અહીં નથી આવ્યો. મારે તો શિવલિંગ અને મૂર્તિઓ તોડીને ઇસ્લામની સેવા કરવી છે ત્યારે બ્રાહ્મણે પરિસ્થિતિ સમજી ગયા હતા અને વાટાઘાટ નિષ્ફળ જતાં સોમનાથદાદાની રક્ષા કાજે હર હર મહાદેવના નારા સાથે મ્લેચ્છો પર તૂટી પડયા હતા પણ અંતે પાંચેક હજાર બ્રાહ્મણો વીરગતિને પામ્યા હતા.
કેટલાક ઇતિહાસકારો અને નવલકથા લેખકો એવું ચીતરે છે કે બ્રાહ્મણો રૂદ્રના પ્રકટ થવાની રાહ જોઇ રહ્યા અને કપાઇ ગયા પરંતુ હકીકત એવી ન હતી. બ્રાહ્મણોએ મહમૂદ સાથે પાછા ચાલ્યા જવા વાટાઘાટો કરી તેનો અર્થ જ એ થયો કે બ્રાહ્મણો જાણી ગયા હતા કે મહાદેવજી પ્રકટ થવાના નથી. આવું જાણ્યા પછી બ્રાહ્મણો શિવજીના પ્રકટ થવાથી રાહ જોતાં જોતાં કપાઇ ગયા એમ કહેવું. શિવજીને પ્રકટ થતાં ન જોઇ બ્રાહ્મણોએ પ્રતિનિધિ મોકલી મહમૂદ સાથે વાટાઘાટ કરી અને વાટાઘાટ નિષ્ફળ ગયા પછી મહમૂદના સૈન્ય સાથે કેસરીયા કર્યા અને બ્રાહ્મણોની સેવા મણ જનોઇનો ઢગલો થયો. આજે પણ બ્રાહ્મણો ક્રોધી જોવા મળે છે તો એ વખતે બ્રાહ્મણો બ્રહ્મતેજથી ધધકતા હતા. તેઓ મહમૂદ સમક્ષ મસ્તક નમાવીને મસ્તક કાપવા માટે ઉભા રહ્યા એમ કહેવું વધારે પડતું છે.
પણ મુખ્ય સવાલ એ કે સોમનાથના શિવલિંગમાંથી શંકર ભગવાન પ્રકટ કેમ ન થયા ? એ વાત હવે પછી કરીશું. આજે જ એ વાત કરવી હતી પણ દાનવોની વાતમાં ભગવાનની વાત રહી ગઇ છે, જે આવતે વખતે..

Top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.