Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
૧૩–૩–૨૦૧૧
 

નો ઇન્ટરવ્યુ ફોર સ્કૂલ, નો ટુશન કલાસીસ ફોર ચાઇલ્ડ

  પ્રફુલ્લ ટંકારિયા  
 

સૂરતની એક પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય જયશ્રી પાવાગઢીએ એક ન્યૂઝ પેપરની સપ્લીમેન્ટરીમાં બાળપણ અંગે સરસમજાની કોમેન્ટ મુકી હતી. ૪જી નજરેશનનું રોબોટરૂપી બાળપણ અને વિજળીની કલ્પના વિના અગાઉ ખીલેલું માનવતાભયુ બાળપણ અંગે આછેરા કટાક્ષ સાથે કહયું છે કે આજનું બાળક ટેલિવિઝન અને કોમ્પ્યુટર ઘેલું બની ચૂકયું છે. ન્યૂ જનરેશન જો એમ માનતી હોય કે ટીવી–કોમ્પ્યુટર સામે ચિપકેલું બાળક વધુ બુધ્ધિશકિત ધરાવતું બની જશે તો એ મોટી ભૂલ છે. વાસ્તવમાં આ બાળકની વિચારશકિત કુંઠિત બની જશે. એનું બાળપણ તો કયાંય ખોવાઇ જશે, નિર્દેાષતા કે કલ્પનાશકિત અને સાહસવૃતિ જાણે પાઠશાળાના પુસ્તક બની જશે, બાકીનું વધેલું બાળક એ બાળક નહી પણ રોબોટ હશે ! આ બાળક એવો રોબોટ હશે કે જે ફકત ઘડિયાળના કાંટે જ વર્ક પ્રોગ્રેસ કરશે. આવા રોબોટરૂપી બાળકોને ખરેખર તેનું બાળપણ પરત આપવા, તેને નિર્દેાષતા બક્ષવા, તેને સાહજિકતા શિખવાડવા અને તેની કલ્પનાના ઘોડાને સંચારવા એને ખરેખર સાચુ બાળપણ પાછું આપવાની જરૂર છે. માટે એને રમવા દો કબડ્ડી– એ એની તંદુરસ્તી વધારશે, રમવા દો એને ખોખો– એ એને ચબરાક બનાવશે, રમવા દો એને ગીલ્લી દંડા– એ એની એકાગ્રતા વધારશે, રમવા દો એને સંતાકુકડીની રમત– એ એને લાગણીના સંબંધો શિખવાડશે, રમવા દો એને આંબલી પીપડીની રમત– એ એને સાહસ કેળવશે, રમવા દો એને પકડદાવ– એ એની સ્ફુર્તિને વધારશે, રમવા દો એને પાંચીકા– જે એની આંખની તંદુરસ્તી વધારશે.
ખરેખર બહુ સાચી વાત છે, આજે ત્રણ વર્ષનું બાળક કે જેની રમવાની ઉંમર હોય છે એ બાળક સ્કૂલના અભ્યાસના ટેન્શનમાં ધકેલાઇ ગયું હોય છે, કોઇ સરકારે કે કોઇ સંચાલકોએ કયારેય 'બાળપણ'ને ખીલવવા પ્રોત્સાહન આપ્યું હોય એવું સાંભળ્યું નથી ! હા, પ્રોફેશન વધે એને પ્રોત્સાહન જરૂર મળ્યું છે. કહેવાતી ગેમ્સ અને સ્પોર્ટસ–ડે ખરેખર તો સ્કૂલોની આવકનું મોટુ સાધન બની ગયું છે. ગેમ્સના નામે ભાડેથી મંગાવાતા હજારો રૂપિયાના ડ્રેસમાં તગડું કમિશન મેળવી શાળાના સંચાલકો વધારાની આવકનો સોર્સ ઉભો કરી રહયા છે. આમાં કયાં બાળકને પ્રોત્સાહન આપવાની વાત રહી ? વાત ફકત કમિશનની ગણાય ! ભ્રષ્ટ્રાચારનો વ્યાપ ન્યાયાલયથી લઇને છેક સ્કૂલના પાયા સુધી પહોંચી ગયાનું રેકેટ હવે રોજ ખુલતું જાય છે છતાં શરમથી લાજ કાઢવાની કોઇને જરૂરત વર્તાતી નથી. આને કહેશું મેરા ભારત મહાન ?
હવે સરકાર કહે છે કે બાળકો બાબતે અમે જાગૃત થયા છીએ... બાળકોના પ્રશ્નોના ઉકેલ માટે પરિપત્રો શાળાને મોકલી આપ્યા છે, જેમાં ધો.૧ થી ૮ સુધીમાં કોઇપણ બાળકને 'ફેઇલ' નહી કરાય ! ટુશનની ફુલીફાલી ગેરકાયદે પ્રવૃતિને અટકાવવા પ્રાથમિક શાળાના શિક્ષકોને ટુશન કરવા પર પ્રતિબધં ફરમાવી દેવાયો છે, જેથી કોઇ બાળકને શિક્ષકો પોતાની પાસે ફરજીયાત ટુશન માટે બોલાવી નહી શકે ! આમ તો કેન્દ્ર સરકાર દ્રારા વર્ષ ૨૦૦૯ માં સંસદમાં 'ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ' પસાર કરવામાં આવ્યો હતો, જેમાં બાળકોને શિક્ષણનો લાભ મુળભુત બંધારણીય રીતે અધિકારના સ્વરૂપે આપવામાં આવ્યો છે. આ એકટની કલમ–૧૬ અને ૧૮ હેઠળ ખાસ એવી જોગવાઇ કરવામાં આવી છે કે પ્રાથમિક શાળામાં કોઇ બાળકનો અભ્યાસ અટકે નહી એ માટે પરીક્ષાનું દુષણ અટકે તેમજ શાળામાંથી કાઢી મુકવા જેવી ધમકીઓ અટકે એવો પ્રયાસ કરાયો છે.
આ કલમો હેઠળ જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તેનું પાલન કરાવવા પરિપત્રરૂપી 'કાગળીયાઓ' દરેક સ્કૂલને મોકલી આપ્યા છે, એમાં ગ્રાન્ટેડ હોય કે નોન–ગ્રાન્ટેડ, ઓલ આર સેમનું ધોરણ રખાયું છે. ખાસ કરીને કયારેક કોઇ બાળકના બાળપણ હેઠળ થયેલી ભૂલથી શાળાના સંચાલકો પેરેન્ટસને લીવીંગ સર્ટીફીકેટ પકડાવી દેવાની ધમકીઓ આપે છે. આ કલમથી આવી પ્રવૃતિઓ અટકશે એવું શિક્ષણ વિભાગ માને છે. શાળામાં લેવાતી ટેસ્ટ એટલે કે પરિક્ષાનો હેતુ પાસ કે ફેઇલ નહી ફકત'ને ફકત શાળામાં વિધાર્થીએ શું શિખ્યું અને તેને વધુ કઇ રીતે હેલ્પફુલ બની શકાય છે એ જાણવાનો જ હેતુ રહેશે. આથી બાળકોમાં પાસ–ફેઇલનો ભય દૂર થશે એવું શિક્ષણ વિભાગ માને છે !
હા, શિક્ષણ વિભાગ તો એવું પણ કહે છે કે બાળકોને શિક્ષા કરવા પર પ્રતિબધં ફરમાવી દેવાયો છે. જો કોઇ શિક્ષક કે આચાર્ય આવું દુષ્કૃત્ય કરે તો તેની સામે શિસ્તભંગના પગલા ભરાશે. ગાયઝ, હવે ધીકતા ધંધા એવા ટુશન બાબતે પણ શિક્ષણ વિભાગ કેટલાક શબ્દો સ્પષ્ટ્ર કરે છે, જેમાં પ્રાથમિક શાળાના કોઇ શિક્ષકો ટુશન નહી કરી શકે ! એમાં ગ્રાન્ટેડ અને નોન–ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને પણ સમાવી લેવાયા છે, પેરેન્ટસ અને પ્યુપીલ્સ રિમેમ્બર ઇટ. થોડા સમય પહેલા શિક્ષણ વિભાગે એક પરિપત્ર કાઢયો હતો, જે આજે પણ ફારસરૂપી સાબિત થયો છે. આ પરિપત્રમાં એવું કહેવાયું હતું કે કોઇપણ શાળા પ્રવેશ માટે વિધાર્થીઓના ઇન્ટરવ્યુ લઇ શકશે નહી ! ગાયઝ, તમને પણ કોઇ શાળાનો અનુભવ થયો હશે, સરસ તો નહી કડવો જ હશે. સરકારનો આ પરિપત્ર શાળાના સંચાલકો એવો ઘોળીને પી ગયા કે હવે તેને યાદ કરાવવા શિક્ષણ વિભાગમાં બની–ઠનીને બેઠેલા સરકારી બાબુઓ પાસે યાદ કરાવવાની ફુરસદ પણ નથી. આ પરિપત્રના અમલમાં કયાં–કોનો વાંક છે ? એ તપાસ કરવાનો સરકારને સમય નથી ! કહેવાય છે કે ઓન પેપર બધુ ફીટ હોવું જોઇએ, બાકી તો 'આગે સે ચલા આતા હૈ' ની માફક ચલાવવાનું ! તમારું કોઇ કશું બગાડી નહી શકે. કારણ કે એની સત્તા તો એમની પાસે જ છે, જેને કોઇ પગલા જ ભરવા નથી કે પછી વેદનાને સાંભળવાની સાચી 'ત્રેવડ' નથી.
શિક્ષણ વિભાગે નો–ઇન્ટરવ્યુઝ, નો–ટુશન કલાસીસ, નો–પનીશમેન્ટ, નો–પાસ ઓર ફેઇલ વગેરે–વગેરેના પરિપત્રો કાઢીને 'હવાને બાથ ભરવાનો' પ્રયાસ કર્યેા છે. બાકી જે વસ્તુની આગળ 'નો' લખેલું છે એ બધુ જ ખુલ્લેઆમ થાય છે. કયા જિલ્લાના શિક્ષણ વિભાગે પરિપત્રોના ભગં કરતી શાળાઓ સામે બાથ ભીડવાની હિમ્મત કરી ? શિક્ષણને લગતા તો અનેક પ્રશ્નો વર્ષેાથી ઉઠતા આવ્યા છે પરંતુ દર વખતે ખરેખર પ્રશ્નો ઉકેલવાને બદલે રૂપકડા પરિપત્રો પ્રસિધ્ધ કરવાનો શોખ શિક્ષણ વિભાગને બખુબી ચડી આવે છે. રિયાલીટી એ છે કે આ પ્રકારના સુધારણાલક્ષી કેટલા પરિપત્રો કાઢયા અને તેનો અમલ કયાં થયો ? એ જાણવા કદાચ કોઇ ઇન્વેસ્ટીગેશન ટીમને બેસાડવામાં આવે તો પણ એનું રિઝલ્ટ 'ફેઇલ' હશે. કારણ કે પાસ અને ફેઇલ વચ્ચે ગુંચવાઇ ગયેલી સિસ્ટમમાં પાસ કરતા ફેઇલનું મહત્વ સવિશેષ છે, જેને વળગી રહેવામાં શિક્ષણ જગતને કોઇ કાળી ટીલી લાગી હોય એવો વસવસો નથી. એક એવો પણ પરિપત્ર છે કે જેમાં હવે ખાનગી શાળાઓએ 'ગરીબ' વિધાર્થીઓ અભ્યાસ કરી શકે એ માટે ૨૫ ટકા બેઠકો રિઝર્વ રાખવી પડશે. ગાયઝ, તમને લાગે છે આવા પરિપત્રોનો અમલ કરાવવા કોઇ નોકરીના સાચા કલાકોમાં ટાઇમ કાઢશે ?
વિદેશોની માફક હવે ભારતમાં પણ એજયુકેશન એટલું કોસ્ટલી બની ગયું છે કે તેને અપાવવા પેરેન્ટસ રીતસર પોતાની જાતને વેંચી રહયા હોય એવો અનુભવ કરે છે, બાકી વિદેશમાં તો સ્કૂલ ફી માટે કેટલાક પેરેન્ટસ શરીરના અંગો વેંચતા હોવાનું પણ બહાર આવતું રહયું છે. કેટલાક કિસ્સામાં તો યુવતિઓ કોલેજ ફી ભરવા કૌમાર્ય વેંચવા તૈયાર હોય એવી જાહેરાતો વેસબાઇટ પર કરે છે. શું એજયુકેશન આટલું કોસ્ટલી હોવું જરૂરી છે ? રાઇટ ટુ એજયુકેશન ખરેખર ફકત પ્રાઇમરી સુધી નહી પરંતુ પ્રોફેશનલ લેવલ સુધીનું હોવું જોઇએ, તો જ કોઇ વ્યકિત અભ્યાસ કર્યા પછી પોતાનો સંસાર ચલાવવા અને સરકારને ટેકસ ચૂકવવા જેટલો સધ્ધર બનશે ! સરકારના શિક્ષણ વિભાગે પરિપત્રોની બૌછાર સરકારી–ખાનગી શાળાઓમાં કરી દીધી છે, હવે આ પરિપત્રોના પાલન કરાવવાની જવાબદારી સરકાર યાદ રાખીને બખુબી નિભાવે તો જ એનું રિઝલ્ટ મળશે ! અન્યથા પાસ એન્ડ ફેઇલ સિસ્ટમને કોઇ 'ફેઇલ્યોર' નહી કરી શકે !! માય બાપ, સરકાર હવે બોલેલું પાળી બતાવે એટલે ભયો–ભયો !

Top of page

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.