Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
૨૪–૪–૨૦૧૧
 

અંગ્રેજે રચેલી સોસાયટી બની ASI

  પ્રફુલ્લ ટંકારિયા  
 

દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર જ્ઞાનજયોત લાહિરીએ એક આટિર્કલ લખીને ચર્ચા જગાવેલી કે આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા નામની સંસ્થા કેટલા વર્ષ જુની ? ૧૫૦ કે ૧૪૦ ? આ આટિર્કલમાં જ્ઞાનજયોત લાહિરીએ કેટલીક બાબતોએ કોમેન્ટ કરીને એવી ટકોર કરી હતી કે આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા (એ.એસ.આઇ.) સંસ્થા પાસે રીચ હિસ્ટ્રી છે, આમ છતાં એમની રચના પાછળની પાકી તારીખ શોધવા માટે હજુ સંશોધન કરવાની જરૂર છે ! અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રોફેસરે 'ફાઇન્ડીંગ ફર્ગેટન સીટીઝ' નામનું પુસ્તક પણ પબ્લીશ કયુ છે. ઇતિહાસના વિષયમાં આગળ પડતું સ્થાન ધરાવતા આ મહિલા લેખિકાએ ભારતના ઐતિહાસિક વારસાને સાચવતી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામની સંસ્થાને વધુ પડતી જાગૃતિ દાખવવા અપીલ કરી છે.
ગાયઝ, તમે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિશે વિશેષમાં કઇં જાણો છો ખરા ? આ સંસ્થાનું મુળ શું હતું ? અને આજે એ કેટલી વટવૃક્ષ બનીને ઐતિહાસિક જાહોજલાલીને ઉજાગર કરી રહી છે ? તો ચાલો, એની સફર અહીંથી શરૂ કરીએ. આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાનું મુળ એક અંગ્રેજે સ્થાપેલી સોસાયટી સુધી પહોંચે છે. જયારે અંગ્રેજો ભારતમાં શાસન કરવા આવ્યા ત્યારે તેઓએ ભારત પાસે રહેલા ઐતિહાસિક સમૃધ્ધિસભર વારસાને પણ જોયો. આ વારસાને જાણવાની ઉત્કંઠા સાથે કેટલાક રસપ્રદ અંગ્રેજ અમલદારોએ ખોદકામ પણ શરૂ કરાવ્યા હતા. આમ પણ એવી ઉપમા અપાય છે ને, ભારત એ એવો દેશ છે કે જેના વૃક્ષોની ડાળીએ ડાળીએ સોનાની ચકલીઓ બેસતી હતી ત્યારે આવા દેશના ભવ્ય ભૂતકાળને જાણવાની ઇચ્છા કયો જાણકાર વ્યકિત રોકી શકે ? બ્રિટિશ ઇન્ડીયા વખતે વિલિયમ જોન્સ નામના અંગ્રેજે ભારતની આવી ઐતિહાસિક માહિતી એકઠી કરવા માટે 'ધ એશિયાટીક સોસાયટી' નામની સંસ્થા ૧૫ જાન્યુઆરી, ૧૭૮૪ માં સ્થાપી હતી. આ સોસાયટી ૧૮૬૧ સુધી કાર્યરત હોવાનું માનવામાં આવે છે.
ઇ.સ.૧૮૬૧ માં બ્રિટિશ શાસનના એડમીનીસ્ટ્રેટીવ કર્નલ એલેકઝાંડર કનીંગહામે એ વખતના વાઇસરોય ચાલ્ર્સ જહોન કેનીંગના સહયોગથી આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાનો પાયો નાખ્યો હતો. એ વખતે આ સંસ્થા ફકત ભારતમાં નહી પણ બ્રિટિશ શાસન હેઠળ રહેલા ભારત, અફઘાનિસ્તાન અને બર્મામાં પણ કાર્યરત હતી. આ સંસ્થાએ ત્રણેય દેશોમાં મોટા પાયે ઉત્ખનન કાર્ય હાથ ધયુ હતું, જેમાં ખાસ કરીને અનેક સાઇટસ શોધી કાઢી હતી. કનીંગહામ પછી જેમ્સ બાર્ગસ, જહોન માર્સલ, હારોલ્ડ હગર્્રીવ્સ, રાય બહાદૂર દયારામ શાહની, જે.એફ. બ્લેકીસ્ટન, રાવ બહાદૂર કે.એન. દિક્ષિત, મોર્ટીમર વીલર, એન.પી. ચક્રવર્તી, માધવસ્વરૂપ વત્સ, એ.ઘોષ, બી.બી. લાલ, એમ.એન. દેશપાંડે, બી.કે. થાપર, આર.એસ. બીસ્ત અને એન.કે. શ્રીવાસ્તવે આ સંસ્થાને સેવા આપી છે. આઝાદી પહેલા અને આઝાદી પછી એમ આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાએ અનેક સ્થળોએ ઉત્ખનન કરીને ભારતના ભવ્ય વારસાને ભાવિ પેઢી સમક્ષ મુકયું છે. આજે ભારતમાં આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા હસ્તક ૩૬૫૦ રક્ષિત સ્મારકો આવેલા છે. આ સ્મારકોને રાષ્ટ્ર્રીય મહત્વતા હેઠળ એન્શિયન્ટ મોનુમેન્ટસ એન્ડ આર્કીયોલોજીકલ સાઇટસ એન્ડ રીમેન્સ એકટ–૧૯૫૮ ની કલમ–૨૪ હેઠળ અને નિયમ–૧૯૫૯ હેઠળ રક્ષિત જાહેર કરી તેની જાળવણી કરવામાં આવી રહી છે.
આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા દ્રારા અલગ–અલગ સ્થળોએ ઉત્ખનન કર્યા બાદ તેની માહિતી જીજ્ઞાસુ લોકોને મળી રહે એ માટે કેટલાક રિસર્ચ વર્કને મેગેઝીન સ્વરૂપે પ્રસિધ્ધ પણ કરાયા છે. ૧૮૬૨ થી લઇને અત્યાર સુધીમાં આ અંગે અનેક માહિતીઓ પ્રસિધ્ધ થઇ ચુકી છે. ૧૮૭૪ થી 'ન્યૂ ઇમ્પીરીયલ સીરીસીઝ' પ્રસિધ્ધ કરવાનું શરૂ થયું હતું જે ૧૯૩૩ સુધી ચાલુ રખાયું હતું. ૧૯૧૯ માં 'મેમરીઝ ઓફ ધ આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા' નામનું પુસ્તક પણ પ્રસિધ્ધ કરાયું હતું, જે ફરી ૨૦૦૩ માં રીપીટ કરાયું હતું. 'એન્શિયન્ટ ઇન્ડીયા: ધ બુલેટીન ઓફ ધ આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા' ૧૯૪૬ થી શરૂ કરાયું છે. એ.એસ.આઇ. એ એપીગ્રાફીકલ પબ્લીકેશન ૧૮૯૨ થી શરૂ કયુ હતું. 'એપીગ્રાફીયા ઇન્ડીકા' નામના અત્યાર સુધીમાં ૪૨ વોલ્યુમ પ્રસિધ્ધ થઇ ચુકયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે સૌપ્રથમ વખત એલેકઝાંડર કનીંગહામે આર્મીમાંથી નિવૃતિ લઇને ૧૮૬૧ થી ૧૮૬૫ દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત વગેરે સ્થળોની મુલાકાત કરી ૧૬૫ થી વધુ સાઇટસનો અભ્યાસ કર્યેા હતો, જેમાં બોધગયા, તક્ષશીલા, નાલંદા, કુશીંગરા વગેરેનો સમાવેશ થાય છે. આજે ભારત પાસે વલ્ર્ડ હેરીટેઝમાં સમાવી શકાય એવી અનેક સાઇટો છે પરંતુ તેની યોગ્ય રીતે ઉત્ખનન સહિતની પ્રવૃતિ ન કરી શકવાને કારણે આવી સાઇટો ખંઢેરમાં ફેરવાઇ ગઇ છે.
૧૯૭૨ થી યુનેસ્કો દ્રારા વલ્ર્ડ હેરીટેઇઝ સાઇટસની નોંધણી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ૮૧૨ સાઇટસની નોંધણી થઇ છે. આ નોંધણીમાં કલ્ચરલ તથા નેચરલ એમ બન્ને પ્રકારી હેરીટેઇઝ સાઇટ આવી જાય છે. ૬૨૮ કલ્ચરલ સાઇટ, ૧૬૦ નેચરલ સાઇટ અને ૨૪ મિક્ષ પ્રોપર્ટીઝનો ઉલ્લેખ યુનેસ્કોએ કર્યેા છે. ભારત યુનેસ્કોમાં એકટીવ મેમ્બર્સ તરીકે કાર્યરત છે. ૧૯૭૭ થી ઇન્ટરનેશનલ કાઉન્સીલ મોન્યુમેન્ટસ એન્ડ સાઇટ, ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સીસ અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ રિઝર્વેશન એન્ડ રિસ્ટોરેશન ઓફ કલ્ચર પ્રોપર્ટી જેવી સંસ્થાઓમાં પણ કાર્યરત છે. ભારતમાં ૨૭ ઇમારતોને વલ્ર્ડહેરીટેઝમાં સમાવવામાં આવી છે. જેમાં રર કલ્ચરલ અને પ નેચરલ પ્રોપટીનો સમાવેશ થાય છે.
ભારતમાં આવેલા કલ્ચરલ હેરીટેઇઝમાં સાંસ્કૃતિક સંપત્તિમાં (૧) અજન્ટાની ગુફાઓ (૧૯૮૩) મહારાષ્ટ્ર્ર (૨) ઇલોરાની ગુફાઓ (૧૯૮૩) મહારાષ્ટ્ર્ર (૩) આગ્રાનો કિલ્લો (૧૯૮૩) ઉત્તરપ્રદેશ (૪) તાજ મહાલ (૧૯૮૩) ઉત્તરપ્રદેશ (૫) સૂર્યમંદિર, ડોનાર્ક (૧૯૮૪) ઓરિસ્સા (૬) સ્મારકોનું ગ્રુપ મહાબલીપુરમ, તામિલનાડુ ખાતે (૧૯૮૪) (૭) ચર્ચ અને કોન્વેન્ટ ઓફ ગોવા (૧૯૮૬) ગોવા (૮) ખજુરાહોના સ્મારકો (૧૯૮૬) કણાર્ટક (૯) હંપીના સ્મારકો (૧૯૮૬) કર્ણાટક (૧૦) ફતેહપુર સિકરીના સ્મારકો (૧૯૮૬) ઉત્તરપ્રદેશ (૧૧) પટ્ટાડકાલ ખાતેના સ્મારકો (૧૯૮૭) કણાર્ટક (૧૨) એલિફન્ટ ગુફા (૧૯૮૭) મહારાષ્ટ્ર્ર (૧૩) ગ્રેટ લિવિગ ચોલા ટેમ્પલ શનજવુર (૧૯૮૭) ગંગાકોલા ચોલાપુરમ અને દરસુરમ ૨૦૦૪ તામિલનાડુ (૧૪) બુધ્ધના સ્મારકો સાંચી ખાતે (૧૯૮૯) મધ્યપ્રદેશ (૧૫) હુમાયુનો મકબરો (૧૯૯૩) દિલ્હી (૧૬) કુતુબ મિનાર અને તેના સ્મારકો દિલ્હી (૧૯૯૩) દિલ્હી (૧૭) ભિમબેટાના રોક શેલ્ટર (૨૦૦૩) મધ્યપ્રદેશ (૧૮) ચાંપાનેર પાવાગઢ આકિર્યોલોજીકલ પાર્ક (૨૦૦૪) ગુજરાત (૧૯) લાલ કિલ્લાનું પરિસર (૨૦૦૭) દિલ્હી તેમજ રેલવે મંત્રાલયના રક્ષણ હેઠળમાં (૨૦) માઉન્ટેન રેલવે ઓફ ઇન્ીયા (૧૯૯૯), પશ્વિમ બંગાળ નીલગીરી (૨૦૦૫), તામિલનાડુ કલકા શિમલા (૨૦૦૮), હિમાચલપ્રદેશ (૨૧) છત્રપતિ શિવાજી ટર્મિનસ (અગાઉ વિકરોટીયા ટર્મિનસ) (૨૦૦૪) મહારાષ્ટ્ર્ર તેમજ બૌધ્ધગયા ટેમ્પલ મેનેજમેન્ટ કમિટિના રક્ષણ હેઠળમાં (૨૨) મહાબોધી ટેમ્પી કોમ્પ્લેક્ષ બૌધ્ધ ગયા ખાતે (૨૦૦૨) બિહાર તથા રાજસ્થાન સ્ટેટ આકિર્યોલોજી અને મ્યુઝિયમ વિભાગના રક્ષણ હેઠળમાં (૨૩) જંતર મંતર, જયપુર (૨૦૧૦) રાજસ્થાન અને વન અને પર્યાવરણ મંત્રાલયના રક્ષણ હેઠળની કુદરતી સંપત્તિઓમાં (૨૪) કોઝીરંગા નેશનલ પાર્ક (૧૯૮૫) આસામ, (૨૫) માનસ વન્યપ્રાણી અભ્યારણ્ય (૧૯૮૫) આસામ (૨૬) કેઓલડેઓ નેશનલ પાર્ક (૧૯૮૫) પશ્વિમબંગાળ (૨૭) સુંદરવન નેશનલ પાર્ક (૧૯૮૭) પશ્વિમબંગાળ (૨૮) નંદાદેવી અને વેલી ઓફ ફલાવર નેશનલ પાર્ક (૧૯૮) ઉત્તરાંચલનો સમાવેશ થાય છે. જયારે હજુ ૩૩ સાઇટસ ટેન્ટેટીવ તરીકે યુનેસ્કોએ નોંધી છે. સમગ્ર વિશ્ર્વમાં ૧૮ એપ્રિલના હેરીટેઝ–ડે ની ઉજવણી કરવામાં આવે છે. એ પણ ગાયઝ યાદ રાખવાની જરૂર ખરી !
ભારત સરકાર અને રાજય સરકાર એમ હવે તો બંને સરકારો દ્રારા પુરાતત્વ વિભાગને ચલાવવામાં આવે છે. આ વિભાગો રાજય અને દેશના પુરાતત્વ, ઇતિહાસ, સંસ્કૃતિ અને અસ્મિતાની જાળવણી રાખવાનું કાર્ય કરે છે. સાથે–સાથે નવી શોધખોળ, સર્વેક્ષણ, ઉત્ખનન, રાસાયણિક માવજત, પુરાતત્વીય કાયદાઓનો અમલ, પ્રદર્શનો, વ્યાખ્યાનો, સેમીનાર વગેરે જેવા કાર્યેા કરતું રહે છે. ગુજરાતમાં આઝાદી પછી પુરાતત્વ વિભાગની સ્થાપના કરાઇ છે, જેમાં છેલ્લે ૩૧ મી ડિસેમ્બર, ૧૯૯૨ ને આધારમાં રાખીને રક્ષિત સ્મારકો જાહેર કરાયા હતા. કુલ ૩૨૦ રક્ષિત સ્મારકો ગુજરાતમાં આવેલા છે, જેમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લામાં ૧૦૩ અને સૌથી ઓછા ભરૂચ, સુરત અને ગાંધીનગર જિલ્લામાં એક–એક સ્મારક આવેલું છે. અન્ય જિલ્લાઓમાં જોઇએ તો અમદાવાદમાં ૩, અમરેલીમાં ૪, કચ્છમાં ૨૧, ખેડામાં ૫, જામનગર જિલ્લામાં ૩૫, પંચમહાલમાં ૧૫, બનાસકાંઠામાં ૧૮, ભાવનગરમાં ૮, મહેસાણામાં ૧૫, રાજકોટમાં ૧૪, વડોદરામાં ૨, સાબરકાંઠામાં ૪૭ અને સુરેન્દ્રનગરમાં ૨૭ સ્મારકો આવેલા છે. આ સ્મારકોને સાચવવા માટે સૌરાષ્ટ્ર્ર સરકારથી લઇને ગુજરાત સરકાર સુધી કુલ ૨૭ જાહેરનામાઓ અલગ–અલગ સમયે પ્રસિધ્ધ કર્યા છે.
ગાયઝ, વેકેશનનો ઇન્તેઝાર તમને લોકોને જરૂર હશે, તો આવા વેકેશનના ફ્રી–ટાઇમમાં જો રક્ષિત સ્મારકોને જોવામાં અને તેના સંશોધનમાં ઇન્ટરસ્ટ લેવો હોય તો ખરેખર આ સબ્જેકટમાં ડિપ્લી ઘૂસવામાં કોઇ હરકત નથી !

Top of page

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.