 |
 |
 |
|
|
| |
 |
એક કિલક, જીંદગી ભરની મેમરી
|
 |
 |
|
|
| |
પ્રફુલ્લ ટંકારિયા |
|
 |
|
|
| |
સાગરતટ, રમણીય અનુપમ, કચ્છથી દમણ, સમંદર છાયા,
દરિયો ખૂંદે સાગરપુત્રો, વહાણવટુ આગવી માયા,
અહીં ખંભાત, કંડલા, પોરબંદર, દ્રારકા, એક મોજ દરિયાઇ સુંદર,
આ સ્વર્ણિમ છે ગુજરાત અમારું, સ્વર્ણિમ આ ગુજરાત.
ગુજરાતના માહિતી ખાતાએ સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત એક સરસમજાનું યાદગાર પુસ્તક પ્રસિધ્ધ કરવાની હિંમત દાખવી હતી. ખરેખર આ કામ ધન્યવાદને પાત્ર છે, કારણ કે લેખનના પુસ્તકો તો લાખો નિકળે પણ કોઇ પુસ્તક જયારે 'તસવીર'નું કાઢવાનું થાય ત્યારે સામાન્ય પ્રકાશક સો વખત વિચાર કરે છે. કારણ કે તસવીરના પુસ્તકોનો ખરીદનાર વર્ગ કયાં છે ? હા, કોઇ ફોટોગ્રાફર જો સાચે જ કલાસુઝ અને આર્થિક સુઝ જાણતો હોય તો જરૂરથી બુક ખરીદે. માહિતી વિભાગે પ્રસિધ્ધ કરેલા પુસ્તકનું શિર્ષક 'તસવીર : અમરત્વનું કૌશલ્ય' એવું આપેલું અને એના લેખક તરીકે કોઇ દિગ્ગજ લેખક નહી પરંતુ દિગ્ગજ તસવીરકાર છે. લેખકનું નામ એટલે શૈલેષ રાવલ. આ પુસ્તકમાં એક–બે નહી પરંતુ ગરવી ગુજરાતના ૮૦ તસવીરકારોની અતરગં વાતો મુકવામાં આવી છે. કારણ કે એક તસવીર ખેંચવા માટે કેમેરામાંથી કિલક કરનાર તસવીરકારની અલગ–અલગ દ્રષ્ટ્રિ કઇ રીતે કામ કરતી હોય છે અને એ કામ બાદ જયારે તસવીર કોઇ ટેબલ પર મુકવામાં આવે ત્યારે જ તેના 'હુન્નર' નો પરિચય આપણે સૌને મળે છે.
કેમેરાના કસબીઓના ચહેરાઓ ભાગ્યે જ આપણે જોવા મળતા હોય છે ત્યારે આ હુન્નરના માહિર તસવીરકારોની માહિતી જયારે એમના જ ફોટા સાથે મળે ત્યારે એવું લાગે કે 'જનરલ નોલેજ' માં સવાયો વધારો થઇ ગયો છે. આમ પણ આપણે કોઇને પુછીએ કે જાણીતા તસવીરકારો કેટલા અને કોણ–કોણ ? તો તેના સવાલોના જવાબો સામે મૌનસભર ચહેરો જ જોવા મળશે. ગુજરાતી પ્રજા એટલે પાકી બિઝનેશ માઇન્ડેડ, જયાં વળતર ન મળે ત્યાં નજર દોડાવવામાં પણ વિચાર ન કરે ! એવા સમયે કોઇકની તસવીરો જોઇને આપણે શું લેવાનું ? એવું જરૂરથી વિચારીને જનરલ નોલેજમાં 'ઢ' થવામાં મોટપ અનુભવે.
સામાન્ય રીતે દરેક શહેરને એક આગવી ઓળખ હોય છે, આ ઓળખને વર્ષેા સુધી જહેમત ઉઠાવી કેમેરામાં કંડારનારા તસવીરકારો પણ હોય છે. જેની માહિતી જો જુની પેઢીના કોઇ હૈયાત જીજ્ઞાસુ વ્યકિત હોય તો તેને અવશ્ય પુછવી. આવી વ્યકિતઓ કહેશે કે ફલાણા સ્થળે પહેલા આવું હતું અને હવે નથી પરંતુ તેની તસવીર ફલાણા વ્યકિતએ હજુ પણ સાચવી રાખી છે ! આ કહેણ એ ખરેખર આપણને ઇતિહાસમાં ડોકીયું કરવા તરફ દોરે છે. તસવીરકાર શૈલેષ રાવલ એવું કહે છે કે ગુજરાતમાં પહેલા તસવીરકાર કોણ હતા ? તેની વિગતો પાકી રીતે પ્રકાશમાં આવી નથી. આમ છતાં આ કામ કરવું હોય તો મહેનત માંગી લે એવી શોધખોળ કરવી પડે. ભારતમાં અંગ્રેજોએ પગપેશારો કર્યા બાદ ફોટોગ્રાફીનો શોખ પણ પેશ્યો હતો. કેટલીક બાબતમાં અંગ્રેજોનો આભાર પણ માનવો પડે જેમાં ફોટોગ્રાફીની બાબત પણ આવી જાય ખરી ! મોટાભાગે અંગ્રેજ અફસરો ફરજની સાથે–સાથે ફોટોગ્રાફીમાં પણ માહિર હતા, જેનો દાખલો વિલિયમ બેકર છે. એમની સાથે જોન બર્કનું નામ પણ આવે છે. આ બંનેએ ૧૮૫૭ માં લખનૌની જેલમાં જયારે સ્વાતંય સંગ્રામ સર્જાયો ત્યારે ખેંચેલી તસવીરો આજે પણ ઈંગ્લેન્ડના મ્યુઝીયમમાં હૈયાત છે.
કચ્છમાં ૧૮૪૬ માં વિલિયમ જોન્સે એક ગામડામાં જઇને કુંભાર પરિવારની તસવીર અદભૂત રીતે ખેંચી હતી, જે તસવીર આજે પણ મુંબઇના એક ખાનગી મ્યુઝીયમમાં મુકાયેલી છે. ખાસ કરીને જે તે વખતે રાજવી પરિવાર સિવાય ભાગ્યે જ કોઇની તસવીરો ખેંચાતી હતી, એમાંય એ વખતના ગોંડલ સ્ટેટ, જામનગર સ્ટેટ, ખંભાત સ્ટેટ, ગાયકવાડ સ્ટેટ વગેરે સ્ટેટના રાજવીઓનો ઘરોબો અંગ્રેજો સાથે રહયો હોવાથી તેઓમાં ફોટોગ્રાફીનો સારો એવો શોખ રહેતો હતો. રાજવી પરિવારોની નજીક વસેલા કેટલાક ફોટોગ્રાફરોનું નામ ઘણું આગળ પડતું લેવામાં આવે છે, કારણ કે બ્લેક એન્ડ વ્હાઇટના જમાનામાં રાજવી પરિવારના લોના ફોટોગ્રાફસ કે અન્ય ફોટોગ્રાફસ મોટી–મોટી દિવાલોમાં ટાંગેલા જોવા મળતા. એ જમાનામાં જોશી અને મહેતા સરનેમવાળા ફોટોગ્રાફરોની બોલબાલા હતી. આ પછી કેટલાક પારસીઓ પણ ફોટોગ્રાફી ક્ષેત્રે આગળ પડતા રહયા હતા, જેમાંના વડોદરાના હોમાઇ વ્યારાવાલાનું નામ ૯૭ વર્ષની ઉંમરે આજે પણ ફેમશ છે.
ફોટોગ્રાફર શૈલેષ રાવલ તેમના પુસ્તકના પરિચયમાં એવું નોંધે છે કે ૧૯૨૦ ના અરસામાં જયારે સ્ટુડીયો બનાવવાની શરૂઆત થઇ ત્યારે લોકો રીતસર સ્ટુડીયોને જોવા માટે આવતા અને એમાંય સ્ટુડીયોમાં ફોટો પડાવવો એ તો મોભાદાર વ્યકિતની નિશાની જેવું ગણાતું. આ ગાળાના ફોટોગ્રાફર જનાર્દન દીધેના વખાણ તો કલાગુરૂ શંકર રાવલે પણ કરવા પડયા હતા. ફોટોગ્રાફીમાં એની માસ્ટરી અદભૂત હતી. આ ફોટોગ્રાફર તો એવું ઇચ્છતા હતા કે ગુજરાતમાં ફોટોગ્રાફી શિખવાડી શકાય એવી કોલેજ શરૂ થવી જોઇએ. કારણ કે ગુજરાતના તસવીરકારો પાસે તસવીર કંડારવા માટે અદભૂત ખજાનો ભર્યેા પડયો છે.
જો ૧૮૪૦ થી લઇને ૧૯૪૦ સુધીનો ૧૦૦ વર્ષનો ફોટોગ્રાફીનો ઇતિહાસ સંશોધીત કરવામાં આવે તો ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે લખી શકાય તેમ છે. આ માટે રાજવીના પેલેસ, નગર શેઠની હવેલીઓ વગેરે–વગેરેના પટારાઓ ખોલવામાં આવે તો તેમાંથી અનેક અલભ્ય તસવીરકારોની તસવીરો મળી શકે તેમ છે. આ તસવીરોમાં ગુજરાતનો ધબકારો અનુભવવા મળશે. આજે મોટા–મોટા ઝુમ લઇને ફરતા તસવીરકારોએ એક દાખલો ખરેખર યાદ રાખવા જેવો છે. કચ્છના તસવીરકાર ટી.એસ. લાલ કેમેરાની બેગ સાથે નીકળી પડતા, વન્ય જીવ સૃષ્ટ્રિનો ફોટો પાડવા ખાટલો બાંધીને કુવામાં પણ ઉતરી જતા અને ચામાચીડીયાની એવી તસવીર ખેંચતા કે એની માંગ નેશનલ જીયોગ્રાફીક ચેનલે કરવી પડતી. હવે તો ફોટોગ્રાફીમાં પણ એકસપર્ટની બોલબાલા છે, જેમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી, મેરેજ ફોટોગ્રાફી, ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી, ફેમીલી ફોટોગ્રાફી, ટુરિઝમ ફોટોગ્રાફી, મોડેલીંગ ફોટોગ્રાફી, સ્પોર્ટસ ફોટોગ્રાફી, મેડીકલ ફોટોગ્રાફી, ફેસ્ટીવલ ફોટોગ્રાફી, પ્રેસ ફોટોગ્રાફી વગેરે–વગેરેનો સમાવેશ થાય છે.
પુસ્તકમાં કેટલાક જાણીતા તસવીરકારોની માહિતી અપાઇ છે, જેમાં ટી.એફ. ગેટી, ટી.એસ. લાલ, કર્નલ બળવતં ભટ્ટ, શ્રીદામ ભટ્ટ, જગન મહેતા, સુકદેવ ભચેચ, દમયંતી પટેલ, કર્નલ બીગ્સ, વિલિયમ્સ, સૈયાજીરાવ ગાયકવાડ, જનાર્દન દીધે, તોષીકા ઓઝાવા, પ્રાણલાલ પટેલ, હોમાઇ વ્યારાવાલા, જયોતિ ભટ્ટ, સોમાભાઇ મિી, ઝવેરીલાલ મહેતા, સુરેશ સોની, પી.એમ. દલવાડી, હેમેન્દ્ર શાહ, સુરેન્દ્ર પટેલ, વસતં સંઘવી, ઓલીવર ફોલ્મી, નિખિલ ભટ્ટ, અંજના દલાલ, રાહુલ ગજજર, મુકેશ આચાર્ય, પ્રવિણ ઇન્દ્રેકર, સનત શોધન, અશ્ર્વિન પટેલ, સુધીર ખાંડેકર, વિનોદ ગજજર, યોગેન ખત્રી, મહેન્દ્ર પરીખ, રોહિત પટેલ, અંબુ પટેલ, આનદં પટેલ, નફીસ ખાન, વિવેક દેસાઇ, રોહિત ભગત, ફૌઝાન હુશેન, પ્રજ્ઞેશ વ્યાસ, ધવલ ભરવાડ, મયુર ભટ્ટ, જયદીપ ભટ્ટ, મેહુલ શુકલ, સતિષ સનેશ્ર્વરા, પારીસ જોશી, વિરેન્દ્ર રામી, સુરેશ મિી, કલ્પીત ભચેચ, હર્ષ શાહ, જી.એચ. માસ્ટર, અજીત સોલંકી, સામ પંથકી, પ્રાર્થના–પ્રાચી, રક્ષા ભટ્ટ, દિનુભાઇ દવે, કલ્યાણભાઇ શાહ, વ્રજ મિી, અરવિંદ પંચાલ, કેતન મોદી, મિલન દલાલ, ઇલેશ શાહ, ભાનુ શાહ, ગોપી પટેલ, સંજય વૈધ, વિનય કંજવાણી, ધિમતં પુરોહિત, જયવતં પુરોહિત, દક્ષેસ રાવલ, ચંદુલાલ ધોળકીયા, નંગાજી ભાટી, જાટકીયા બંધુ, રામચદ્રં હલભાવી, દિલીપ ઠાકર, ભદ્રેશ ગજજર, દશરથ પટેલ વગેરે–વગેરેના આછેરા પરિચય તસવીર સાથે પુસ્તકમાં મુકવામાં આવ્યા છે. આ પુસ્તકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ એક તસવીરકાર તરીકે લેખકે સ્થાન આપ્યું છે.
પુસ્તકના લેખકની પણ તસવીરી માહિતી મુકાઇ છે. આમ છતાં અહીં મુકેલા તસવીરકારોની સાથે–સાથે કેટલાક એવા અનોખા તસવીરકારો પણ છે કે જેના નામ ભલે પુસ્તકમાં ન આવ્યા હોય પરંતુ તેમની કલા એટલી જીવતં છે કે તે ગુજરાતની પ્રજાને હૈયે–હોઠે અડીખમ છે. ખાસ કરીને ફોટોગ્રાફી એ હવે શોખની સાથે વ્યવસાય પણ છે, આથી જો કરિયર તરીકે તેની પસંદગી કરવામાં આવે તો આજની પેઢી માટે કઇં ખોટુ નથી. દામની સાથે નામ અને શોખનો સંતોષ પણ મેળવી શકાય. |
 |
|
|
|
 |
 |
|