| |
www.aajkaaldaily.com |
|
 |
|
| Latest News |
|
 |
|
 |
 |
 |
|
|
| |
 |
હેપી બર્થ ડે ટુ શનિદેવ
|
 |
 |
|
|
| |
પ્રફુલ્લ ટંકારિયા |
|
 |
|
|
| |
લાઇફ વિધાઉટ પ્રોબ્લેમ, ઇટસ નોટ પોસીબલ. દરેક વ્યકિતને જીંદગીમાં કોઇને કોઇ તબકકે મુશ્કેલીઓ આવતી જ રહે છે. આવી મુશ્કેલીઓને સાયકોલોજીસ્ટસ 'લાઇફ ક્રાઇસીસ' કહે છે. આવી ક્રાઇસીસને દુર કરવા માટે અલગ–અલગ મનોવૃતિ મુજબ તેનો ઇલાજ કરવામાં આવે છે. જો કે યુવાનોને પ્રિય એવા સ્વામિ વિવેકાનદં એવું કહેતા કે 'જો તમે જે રસ્તે જતા હો એ રસ્તામાં કોઇ અડચણ જ ન આવે તો એવું માનવું કે તમે ખોટા રસ્તે જઇ રહ્યા છો'. આમ દરેકના જીવનમાં કંઇકને કંઇક એવા બદલાવ આવતા હોય છે કે જેનાથી વ્યકિત આ બદલાવને પડકાર સમજીને ડિપ્રેશનમાં આવી જાય છે અને પોતાની જાતને કોસવા લાગે છે. આવી જ બાબતને 'શનિની પનોતી' તરીકે પણ ગણવામાં આવે છે. કહેવાય છે કે દરેક વ્યકિતના જીવનમાં શનિદેવ પોતાનો રોલ ભજવતા હોય છે ત્યારે કયારેક આ રોલ એટલો ખતરનાક તબકકે આવે છે કે, માનવી દિશા વિહીન હોય એવો અહેસાસ કરવા લાગે છે. કેટલા સાતી પનોતી છે એના પર નિર્ભર થઇ માનવી આવા વખતે એકદમ ધાર્મિક પ્રકૃતિનો બની જાય છે. આજ બાબત શનિદેવની ખાસીયત છે. શનિદેવને એટલા માટે યાદ કરવા પડે છે કે, વૈશાખ માસની અમાસને શનિદેવની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શનિદેવના હેપી બર્થ ડેને ઉજવવા માટે અનેક ભકતો શનિમંદિરોમાં નતમસ્તક થઇ પૂજા–અર્ચના કરે છે.
ગાયઝ, ભલે આધુનિકતાની ઓટ વચ્ચે તમે દોડતા હો, પણ જયારે જીંદગીનો કોઇ તબકકો કઠીન પસાર થાય ત્યારે આ આધુનિકતાની વચ્ચે તમને ધાર્મિકતાનો પ્રકાશ અવશ્ય દેખાશે. ઇન્ટરનેટની સફરમાં ગાંડાતુર થઇને ફરતા 'યૌવન'ને પણ શનિદેવના દર્શન કરવાની મમ્મત જાગશે. આવી સ્થિતિ દરેક વ્યકિતને ફુલ લાઇફમાં એક–બે વખત તો અવશ્ય થતી જ હોય છે. આમ તો શનિદેવ એ કોઇને નુકશાન પહોંચાડનારા દેવ નથી એવું પુરાણો કહે છે, પણ સાથે–સાથે એ વાત પણ ખરી છે કે, જયારે પણ માનવી આકાશમાં 'સ્વૈરવિહાર' કરતી વખતે સ્વને ભુલીને બીજાને નુકશાન પહોંચાડવા લાગે ત્યારે આવા વ્યકિતઓને ધરતીની મીઠી માટીને ચટાડવાની ત્રેવડ શનિદેવ ધરાવે છે.
આમ તો શનિદેવ ઉપર ઘણું બધું લખાય ચુકયું છે, પણ પુરાણોની વાત ફકત પુરાણી ન થઇ જાય એટલા માટે અને આજની મોર્ડન ઇ–જનરેશનને પણ શનિદેવની સ્ટોરી જાણવાનો ચાન્સ મળે એવી એક ઇચ્છાને કારણે આ કોલમમાં શનિદેવને આરાધવામાં આવ્યા છે. ચાર વેદ, અઢાર પુરાણ અને એકસો આઠ ઉપનિષદ વાંચી લઇએ એટલે ખરેખર સૃષ્ટ્રિને જાણી લીધાનો ઓડકાર જરૂરથી આવી જાય! સમૃદ્ધીમાં આળોટતા એપીએલ કે પછી ગરીબીની રેખાની નીચે દબાયેલા બીપીએલ પરિવારો અનેક વખત જયોતિષીઓનો સહારો લેવા જરૂર દોડતા હોય છે. સારી સ્થિતિ ચાલતી હોય તો પણ અને સ્થિતિ વણસતી જતી હોય પણ જયોતિષીઓની સલાહ અવશ્ય ગ્રહણ કરતા હોય છે. યુ નો એજયુકેટેડ પીપલ ટુ. આવા વખતે જ્ઞાનીઓની કક્ષાએ પહોંચેલા ગુરૂઓ સલાહ આપશે કે શનિદેવ ક્રોધાયમાન થઇ ગયા છે. તો આપણે એ જાણીએ કે શનિદેવતા ક્રોધીત શા માટે છે ?
પુરાણોમાં વર્ણવાયું છે કે રાજા દક્ષની પુત્રી સંજ્ઞાના વિવાહ સૂર્યદેવ સાથે થયેલા. તેઓને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર. પુત્રીઓમાં તત્પી, ભદ્રા, કાલિંદી અને સાવિત્રી તથા પુત્રોમાં યમ અને શનૈશ્ર્વર. જેમાનાં શનેશ્ર્વરએ પહેલેથી જ ગુસ્સાવાળા. વાત વાતમાં ભાંડુઓ સાથે ઝગડી પડતા. શનિદેવના આવા પરાક્રમોથી સૌ કોઇ પરેશાન બની ગયા હતાં. આમ, શનિદેવ જન્મથી જ ક્રોધાયમાન સ્વભાવ ધરાવતા. શનિદેવના જન્મનું સ્થાન એટલે જામનગર જિલ્લાનું ભાણવડ નજીકનું હાથલા ગામ. સમગ્ર સૃષ્ટ્રિને ગગનમાં વિહરતા અલગ–અલગ ગ્રહો અસરકર્તા છે, ત્યારે ધીમી ગતિએ ફરનારા ગ્રહમાં શનિદેવનું નામ પણ છે. શનિદેવની ગતિ મદં શા માટે છે ? તો એની પાછળ પુરાણમાં કહેવાયું છે કે, શનિદેવના માતા સંજ્ઞાને એક વખત હિમાલયમાં તપ કરવાની ઇચ્છા જાગી ત્યારે તે કોઇને કહ્યા વિના જ તેમનું એક સ્વરૂપ મુકીને પોતે તપ કરવા જતા રહ્યા હતાં. આ સ્વરૂપને છાયા કે સવર્ણા એવું નામ અપાયું છે. શનિદેવે આ સ્વરૂપ પાસે માતા સમજીને જમવાનું માંગ્યુ, ત્યારે માતાએ અન્ય કામને કારણે જમવાનું ન આપતા ગુસ્સાવાળા શનિદેવને ક્રોધ છલકી ગયો અને માતાને લાત મારી દીધી (આજે અનેક નાના ભુલકા કે યંગસ્ટર્સ ટીવી–ફિલ્મોને જોઇને આવા સ્ટંટો અનેક વખત કરતા તમે જોતા જ હશો!). શનિદેવની આ હરકતથી નારાજ થયેલા માતાના સ્વરૂપ એવા છાયાએ સિધ્ધો શાપ આપ્યો કે મને જે પગેથી લાત મારી છે એ પગ તારો કાયમને માટે તુટેલો રહેશે ! (આજે આવી મોમ જો ચિલ્ડ્રનને મળે તો?) આમ, શનિદેવ આ શાપને કારણે અન્ય ગ્રહો કરતા સ્લો મોશનમાં ચાલે છે.
શનિદેવના બર્થ ડેની ઉજવણી ભાણવડના હાથલાની સાથે–સાથે વર્ષેાથી શનિધામ તરીકે પંકાયેલા મહારાષ્ટ્ર્રના અહેમદનગર જિલ્લાના શિંગણાપુર ગામે પણ ભારે ધામધુમ પૂર્વક થાય છે. જયાં શનિદેવની કાળી પ્રતિમાને પૂજન કરવા માટે રીતસરનું કતારો લાગે છે. હવે તો હાથલા ગામે પણ શનિદેવની ભકિત કરવા માટે નાનો સમુદાય ઉમટી પડે છે. આમ તો શનિદેવ બાબતે એવું કહેવાય છે કે, તે સર્વે બાબતે કલ્યાણકારી દેવતા છે. તેને શ્રધ્ધાથી પૂજવાની જરૂર છે, ભયથી નહીં ! જો કે મનુષ્યમાં સર્વ સામાન્ય બાબત થઇ ગઇ છે કે, 'ભય વિના પ્રિત નહીં '. જયારે શનિની કોપાયમાન દ્રષ્ટ્રિ પડે ત્યારે જ મનુષ્ય શનિદેવતા પાસે દોડી જાય છે, અન્યથા ધર્મથી દુર રહેવામાં જ બેટર સમજે છે. ખરેખર તો શનિદેવ રૂઠે તો સમજો કે આવી બન્યું, પણ જો રીજે તો બેડો પાડ પણ કરી દે.
શનિદેવની કૃપાને બદલે જેના પર ક્રોધ વરસતો હોય તેવા વ્યકિતઓ શનિદેવનો મત્રં જાપ કરે છે. જેમાં આ મત્રં છે–નિલાંજન સમાભાસમ, રવિપુત્રમ યમાગ્રજમ
છાયા માતડ શંભુતમ, તમ નમામિ શનૈશ્ર્વરમ
આ મંત્રનો ગુજરાતીમાં અનુવાદ કરીએ તો– જેના શરીરનો રગં બ્રહ્માંડ જેવો નિલો હોવાનો ભાસ થાય છે, જે સૂર્યના પુત્ર છે, જેને યમ નામના ભાઇ છે, જેને છાયા નામની માતા છે અને શંભુ નામના જેને ગુરૂ છે એવા શનિદેવને હું નમન કરૂ છું. આમ, મંત્રોની સાથે–સાથે પનોતીના પરનારે પડનારા વ્યકિતઓ હનુમાનજી અને શંકરજીના ચરણોએ પણ દોડી જાય છે. પનોતીની અસર ઓછી કરવા માટે શા માટે ભગવાન હનુમાનજી અને ભગવાન શંકરજીના ચરણોમાં જવું પડે છે ? તો એ અંગે પુરાણોમાં એક વાતનો ઉલ્લેખ કરાયો છે કે, ક્રોધાયમાન શનિદેવ એક વખત રિસાઇને ભાગી છુટે છે, આ શનિદેવને ફરી પરત લાવવા માટે પિતા સૂર્યદેવતા પણ ચિંતીત હોય છે, એવા સમયે એના શિષ્ય હનુમાનજી તેમની પાસે આવે છે, ત્યારે હનુમાનજી કહે છે કે, મારે ગુરૂ દક્ષિણા આપવી છે. આથી સૂર્યદેવતાએ ગુરૂ દક્ષિણા પેટે એવું કહ્યું કે, રિસાઇને ચાલ્યા ગયેલા શનિદેવને મનાવી ઘરે પરત લાવે. બસ હનુમાનજી તો છલાંગ લગાવીને પહોંચી ગયા શનિદેવ પાસે. શનિદેવને કહ્યું કે, ચાલો, ઘરે પરત ફરી જાઓ. પણ શનિદેવ માને તો એ શનિદેવ શા કારણે ? આથી હનુમાનજીએ તો કહી દીધું કે જો હું તારા પિતાને પણ ગળવાની તાકાત ધરાવતો હોવ તો તું વળી કોણ ? આ બાબતથી શનિદેવ તો વધુ ક્રોધિત થયા અને બંને વચ્ચે યુધ્ધની સ્થિતિ સર્જાય ગઇ. એ વખતે હનુમાનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કરી પોતાનું અસલ રૂપ બતાવ્યું તો શનિદેવ ડરી ગયા અને બે હાથ જોડીને માફી માંગી પરંતુ હનુમાનજીએ શનિદેવને પગ નીચે દબાવી દીધા. આમ આ બનાવ બાદ શનિદેવ કહેવાય છે કે તાબામાં છે. જયારે શનિદેવની પનોતી ચાલતી હોય ત્યારે વ્યકિતઓ હનુમાનજીની ઉપાસના એટલા માટે જ કરે છે. આથી શનિદેવની કુદ્રષ્ટ્રિ ઓછી અનુભવાય છે !
ભગવાન શિવજીની વાત પણ આવી જ છે. શનિદેવના ઉપદ્રવને ડામવા માટે ભગવાન શિવે તાંડવની માફક ત્રિશુલ ઉગામી પોતાનું ત્રીજુ નેત્ર ખોલ્યું હતું. જેનાથી શનિદેવ ડરી ગયા અને ભગવાન શિવને પોતાના ગુરૂ માની લીધા. જો કે ડરી ગયેલા શનિદેવે શિવજીને પ્રાર્થના કરી કે, પિતા સૂર્યદેવ આખી સૃષ્ટ્રિને પ્રકાશ આપતા હોવાથી તેને સૌ કોઇ પૂજે છે, પરંતુ મારી પૂજા કોણ કરશે ? આમ, ભગવાન શિવે શનિદેવ ઉપર કૃપા વરસાવી આર્શીવાદ આપ્યા કે, તમે સંસારના દડં આપનારા દેવ બનશો. ન્યાય અને અન્યાયને તોલીને પાપીઓને સજા કરશો. આમ શિવજીના આર્શીવાદના પગલે આજે શનિદેવ સર્વસ્વ ન્યાયનું પાલન કરાવીને પાપીઓને પાપની સજા અને ધર્મપ્રેમીને ફળ આપે છે. ખરેખર તો સાયકોલોજીની માફક દરેક વ્યકિત કોઇને કોઇ બાબતે ભયથી પિડાતો હોય છે ત્યારે આવા ભયને દુર કરવા માટે કોઇનું શરણું લેવું એ ઇચ્છનીય છે, આથી પનોતીના પિરીયડમાં શનિદેવના શરણાની સાથે–સાથે હનુમાનજી–શિવજીનું શરણું પણ સુચક રીતે ભાવિકોએ લેવું રહ્યું.
સૂર્યપુત્રો દીર્ધદેહી વિશાલાક્ષ શિવપ્રિય:
મંદચાર પ્રસન્નાત્મા પિડા હરતુ મે શનિ
|
 |
|
|
|
 |
 |
|
Home Corporate Info Advertise with Us Disclaimer Sitemap Webmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved. |
|
|