Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
૧૯–૬–૨૦૧૧
 

ખાંડાની ધાર પર ચાલતો જર્નાલિસ્ટ

  પ્રફુલ્લ ટંકારિયા  
 

મુંબઇમાંથી પ્રસિધ્ધ થતાં 'મિડ–ડે'ના ક્રાઇમ એડિટર જયોતિ ડે ની કોઇએ ગોળીઓ ધરબી દઇને હત્યા નિપજાવી નાખતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. એક સિનિયર પત્રકારની હત્યાના બનાવને કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ વખોડી કાઢયો છે. જો કે, જે.ડે.ની આ હત્યાનો બનાવ કઇં પહેલો નથી, આ બનાવ પહેલા પણ અનેક એવા બનાવો બન્યા છે કે, જર્નાલિસ્ટની લાઇફ એ ખરેખર ખાંડાની ધાર પર ચાલવા સમાન હોય એવું લાગે ! ગુજરાતમાં વર્ષેા પહેલા ઝવેરચદં મેઘાણી ઘોડા ઉપર બેસીને બહારવટીયાઓના રિપોર્ટીગ કરવા માટે જતા હતાં ત્યારે તેમના જાન ઉપર જોખમ હોવા છતાં એક નિડર પત્રકારની ભૂમિકામાં મેઘાણીજી બહારવટીયાઓનું તટસ્થ રિપોર્ટીગ કરી કોઇની સાડીબાર રાખ્યા વિના સૌરાષ્ટ્ર્રના ભૂપત બહારવટીયા સહિતના બહારવટીયાઓના કાળાકેરનો શબ્દશ: પ્રજાભિમૂખ અહેવાલો લખતા, જેને રાજવીઓની સેનાઓને પણ જાગતી કરી દીધી હતી.
ગુજરાત હોય કે મહારાષ્ટ્ર્ર કે પછી અન્ય રાજયો, કે પછી અન્ય દેશો–દરેક જગ્યાએ પત્રકાર એક એવી ફરજ અદા કરતો હોય છે કે, જેની ફરજનું ઋણ કદાપી ચૂકવી શકવાની ક્ષમતા કોઇ સમાજ ધરાવતો નથી. ગાયઝ, દેશમાં બહુ ગાજી રહેલા બોફોર્સ કાંડ, કોફીનકાંડ, કોમનવેલ્થ કાંડ, ટુ–જી–સ્પેકટ્રમકાંડ વગેરે...વગેરે... આવા અનેક કાંડોને બહાર લાવનાર કોઇ રાજકીય પક્ષના રાજનેતાઓ નથી ! સમાજનો કોઇ વગદાર માનવી નથી ! દેશમાં ટોપ લેવલે બીઝનેસમાં નામ ધરાવતો નામાંકિત બિઝનેસમેન નથી ! ધર્મના નામે–યોગના નામે આગળ વધેલા કોઇ ગુરૂજનો નથી ! ભારતદેશમાં વસતો કોઇ એક સામાન્ય નાગરિક નથી ! આ તમામ કાંડોને બહાર લાવનાર કોઇને કોઇ મિડિયાનો એક પત્રકાર છે. એમા કોઇ સવાલ નથી. તમે જ વિચારોને કે પત્રકાર જો સંશોધનાત્મક ઇટ મીન્સ રિસર્ચેબલ રિપોર્ટીગ કરવાનું બધં કરી દે તો ઇન્ડીયામાં જાણે કે કૌભાંડો કરવાનો પરવાનો મળ્યો હોય એવી સ્થિતિ સર્જાય ! આ તો કર્તવ્યનિ અને ફરજનિ પત્રકારિત્વને એક ભાગ ગણીને પત્રકાર પોતાના જાનનો વિચાર કર્યા વિના મોટા–મોટા ખેરખાંઓને જેલના સળિયાઓ ગણવા પડે એવી સ્થિતિ નિર્માણ કરી દે છે. ફકત એક 'પેન' (લેપટોપ–ડેસ્કટોપના કિ–બોર્ડ સ્તો !!) દ્રારા.
ગાયઝ, આપણે વાત કરતા હતાં પત્રકાર જયોતિ ડે ની. સંશોધક પત્રકારિત્વમાં આગવું પડતું નામ ધરાવતા જે.ડે.એ છેલ્લા કેટલાક સમયથી અન્ડરવલ્ર્ડ સાથે સંકડાયેલા મહારથીઓને ખુલ્લા પાડવાનું અભિયાન હાથ ધર્યુ હતું, તો વર્ષ ૨૦૧૧ની શરૂઆતમાં કચ્છ સાથે સંકડાયેલા બંદરો ઉપરની કેટલીક ગેરકાનુની પ્રવૃતિઓ પર પણ અહેવાલો પબ્લીસ કર્યા હતાં. જેમાં સ્પષ્ટ્રપણે એવું લખાયું હતું કે માદક દ્રવ્યોની હેરાફેરીમાં દાઉદની ગેંગ સક્રિય છે, તો કચ્છના બંદરો પરથી લાકડાના વાહણોમાં ઘેટાં–બકરાંઓ ભરીને આરબ દેશોમાં જતા વહાણો પરત ફરતી વખતે નાર્કેાટીકસની ખેપ પણ કરી આવે છે. મૃત ઢોરનાં હાડપીંજરો વચ્ચે બ્રાઉન સુગર–હેરોઇન ભારતમાં ઘૂસાડવામાં આવે છે. સામાન્ય રીતે બંદરો ઉપર પ્રાણીઓના હાડપીંજરની ચકાસણી કરવામાં તત્રં સુસ્તી દાખવે છે અને આખરે માદક દ્રવ્યો ગુજરાતમાં ઘૂસી આવે છે. સાથે–સાથે જે.ડે.એ ઓઇલ ચોરીનો અહેવાલ પણ પ્રસિધ્ધ કરી તેની મોડસ ઓપરેન્ડી પણ અહેવાલમાં વર્ણવી હતી. જયોતિ ડે એ આમ તો કારર્કીદીની શરૂઆત એક મલ્ટી નેશનલ કંપનીના એકઝીકયુટીવ તરીકે કરી હતી, પણ ત્યારબાદ તેમની રસ અને વિષયવૃતિ બદલાતા તેઓ તક મળતાની સાથે જોખમ ભર્યા પત્રકારિત્વ ફિલ્ડમાં આવી ગયા હતાં.
નેવુંના દાયકામાં મુંબઇમાં ગેંગવોરનું સામ્રાજય ચારે તરફ છવાયેલું હતું અને દાણચોરીની પ્રવૃતિ ટોપ લેવલે ધમધમતી હતી ત્યારે ઇન્વેસ્ટીગેશન કરી સ્ટોરી બ્રેક કરવાની પત્રકારોમાં પણ કોમ્પીટીશન ચાલતી હતી. આવી સ્ટોરી માટે પત્રકારો રીતસર જાનનું જોખમ ખેડીને પોલીસની સાથે–સાથે અંડરવલ્ર્ડ સાથે સંકડાયેલા કેટલાક ક્રાઇમના હિસ્ટ્રીશીટરો સાથે સંબંધો કેળવી સ્ટોરીઓને પ્રથમ બ્રેક કર્યાનું ગૌરવ ઉઠાવતા હતાં. એ ગાળામાં જે.ડે.એ પણ અન્ડરવલ્ર્ડ સ્ટોરીને બ્રેક કરી પત્રકારિત્વક્ષેત્રમાં તહેલકો મચાવ્યો હતો. તેઓએ અન્ડરવલ્ર્ડ સાથે સંકડાયેલા બોલીવુડના હીરો–હીરોઇન સહિતની હસ્તીઓની પોલ ખોલી પોલીસની પણ ઉંઘ હરામ કરી દીધી હતી.'કટીંગ ચા' પીને અન્ડરવલ્ર્ડ સ્ટોરી લખતા જે.ડે.ની માહિતી પરથી પોલીસ પણ આશ્વર્ય વ્યકત કરતી હતી અને તેના અહેવાલ પરથી આગળની તપાસ હાથ ધરવી પડતી હતી. જે.ડે.ની 'મિડ–ડે'માં 'નોટસ ફ્રોમ ધ અન્ડરવલ્ર્ડ' નામની કોલમ પ્રસિધ્ધ થતી, જે કોલમ અન્ય પત્રકારોનું પણ ધ્યાન ખેંચતી હતી. જે.ડે.એ થોડા સમયથી અન્ડરવલ્ર્ડે અલગ પ્રકારે મુંબઇમાં પેસારો કર્યેા હોવાના અહેવાલો ટાંકતા સૌ કોઇની નજર આ અહેવાલો ઉપર પડી હતી. માફીયાગેંગોની બદલાતી પ્રવૃતિ સામે જંગે ચડેલા જે.ડે.ને આખરે જાન ગુમાવવાનો વારો આવ્યો છે. ભારતમાં આ ઘટના કઇં પહેલી નથી. મીડીયાની કપરી જવાબદારી નિભાવનારા અનેક પત્રકારોને મોતની સોડમાં સુવડાવી દેવાયા છે. છતાં પણ એક દેશદાઝ સાથે કર્તવ્ય ભાવના સભર કામ કરતા પત્રકારોની આખી ફૌઝ કયારેય પાછી પાની કરવાની નથી ! પત્રકારોની હત્યાના બનાવના કિસ્સામાં ભારતનો નંબર અનલકી એવા ૧૩માં ક્રમે આવે છે.
થોડા સમય પહેલા ઇન્ટરનેશનલ મીડીયા વોચ ડોગ દ્રારા એક સર્વે કરાયો હતો. જેમાં પહેલી જાન્યુઆરી ૨૦૦૧થી ૩૧મી ડિસેમ્બર ૨૦૧૦ સુધીના એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં પત્રકારોની હત્યાના બનાવો અંગે રિસર્ચ કરાયું હતંુ. ખાસ કરીને આ રિસર્ચમાં એ મુદા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો કે, હત્યા થયા બાદ પાંચથી વધુ કિસ્સાઓનો ઉકેલ ન મળ્યો હોય. ઇન્ડીયામાં છેલ્લા દસકા દરમ્યાન પત્રકારની હત્યાના સાત બનાવોનો કેસ પોલીસ સુલજાવી શકી નથી. આમ તો આ અહેવાલ કમિટી ટુ પ્રોટેકટ જર્નાલીસ્ટસ દ્રારા તૈયાર કરાયો હતો. ઇરાકમાં સૌથી વધુ પત્રકારોની હત્યા થઇ છે. જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રિ્રય પત્રકારોનો સમાવેશ થાય છે. એકલા ઇરાકમાં જ ૯૨ કેસ ત્યાંની પોલીસ ઉકેલી શકી નથી. અમેરિકાએ છેડેલા યુદ્ધની સ્થિતિને લોકો સમક્ષ રજુ કરવા માટે દેશ–વિદેશમાંથી એડીટરના એસાઇન્મેન્ટસના આધારે ઇરાકમાં પહોંચેલા અનેક પત્રકારો સારી સ્ટોરી બ્રેક કરવાની ચાહમાં મોતને ભેટી ગયા હતાં. ફિલિપાઇન્સમાં આવા ૫૬ પત્રકારોની હત્યાના બનાવો વણઉકેલ રહ્યા છે. ઇરાક, સોમાલિયા, કોલંબિયા, ફિલિપાઇન્સ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ અને ભારત વગેરે દેશનો સમાવેશ થાય છે. જયાં પત્રકારોની હત્યા થયા બાદ તેના હત્યારાઓ સુધી સુરક્ષાતત્રં (કહેવાતું !!) પહોંચી શકયું ન હોય !
આજે યંગજનરેશન મલ્ટી નેશનલ કંપનીઓમાં જેમ સી.ઇ.ઓ. બનવાની મહેચ્છા ધરાવતી હોય છે તેમ અનેક યુવક–યુવતિઓ મીડીયા લાઇનમાં આવવા રીતસરના સપનાઓ જોવે છે. એ વાત જુદી છે કે હંમેશા સ્વપ્ન અને વાસ્તવિક દુનિયા વચ્ચે મોટું અંતર હોય છે, પરંતુ આજે મીડીયા લાઇન પણ એક ગ્લેમર લાઇનમાં ફેરવાઇ ગઇ છે. આથી મોટી–મોટી હસ્તીઓની સાથે ઉઠક–બેઠકના વ્યવહારની સાથે–સાથે ઘરોબો કેળવવા માટે સૌથી સરળ રસ્તો હોય તો તે પત્રકારિત્વનો 'ધોરીમાર્ગ' છે. આવા હાઇ–વે પર પોતાની કારર્કીદીના સપનાઓની કાર ચલાવવા યંગજનરેશન મીડીયા લાઇનમાં એન્ટર થાય છે. એક વખત એન્ટ્રી કર્યા બાદ તેઓને રિયાલીટીનો અંદાજ આવે છે કે, આ ક્ષેત્ર જેટલું 'સ્વ'ના નામને રોશન કરનારૂં છે એનાથી વિશેષ અનલીમીટેડ જોખમો સહન કરવાની આદતને બનાવનારૂં છે. કોઇ પણ પ્રકારની વિશેષ સત્તા ન હોવા છતાં સૌથી વધુ સત્તા ભોગવી ફરજ બજાવતા પત્રકારોના રક્ષણ માટે ખરેખર દરેક સરકારોએ ઐંડી જાગૃતિ આણવાની તાતી જરૂરીયાત છે, પત્રકારોને હવે વિશેષ સુવિધા–સત્તા આપવાની બાબતે સૌ કોઇએ વિચારવું જોઇએ, કારણ કે, અર્થકવેક હોય કે સાયકલોન–દરેક કુદરતી કહેરમાં પણ પત્રકાર જીવ સટોસટ ખેલી રિર્પેાટીંગ કરી લાવે છે. પત્રકારિત્વ ફિલ્ડ એવું છે કે, જેને ડગલેને પગલે હિંમત સાથે જોખમ ખેડતા શીખવું પડે છે. ખાંડાની ધાર સમાન ગણાતો આ વ્યવસાય એટલો જોખમી છે કે, કયારેક ન્યૂઝ બનાવનાર એ પત્રકાર જાતે 'ન્યૂઝ' બની જાય છે !!

Top of page

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.