| |
www.aajkaaldaily.com |
|
 |
|
| Latest News |
|
 |
|
 |
 |
 |
|
|
| |
 |
ન્યૂ જનરેશન, ન્યૂ પ્રોબ્લેમ, ન્યૂ ક્રેઝ – 'રેવ પાર્ટી' |
 |
 |
|
|
| |
પ્રફુલ્લ ટંકારિયા |
|
 |
|
|
| |
દેશના કોઇપણ ખૂણે રહેતા યંગીસ્તાનને ટકકર મારતા કોઇપણ યુવાનને મુંબઇની મહાનગરીનો ક્રેઝ આંખોમાં હંમેશા રહેવાનો છે. ભલેને આ મંુબઇ નગરીમાં કહેવા માટે બાર ગલ્ર્સના ડાન્સબાર બધં થઇ ગયા હોય ! મુંબઇની મહોબ્બત ફકત આ ડાન્સબાર સાથે નથી સંકળાયેલી પરંતુ સામાન્ય કહેવાતી લાઇફસ્ટાઇલ એટલી ચકકાચાૈંધ અને ઝાક–ઝમાળવાળી છે કે આજની ઇ–જનરેશન મુંબઇનો ક્રેઝ કોઇ કાળે છોડી ન શકે. સિમ્પલ લાઇફ વખતે મુંબઇની કોર્પેારેટ ઓફીસ કે પછી કોઇ શોપ પરનો માહોલ તમને નેટ પર પિરસાતા સેકસ પ્રચૂર દ્રશ્યોથી કઇં કમ ન લાગે ! ગોઠણથી ઉપરના સ્કર્ટ પહેરીને ઘૂમતી ન્યૂ મોડર્ન યુવતિઓ અને જીન્સ–ટી–શર્ટમાં છેલબટાઉની માફક ઘૂમતા યુવાનીયાઓને જોઇને ઘણી વખત કેટલાક ઘરડાઓ મનમાં ઇર્ષા સાથે એવું વિચારતા થઇ જાય છે કે 'કુદરતે આપણને વહેલો જન્મ આપી દીધો !!'
ફાસ્ટ લાઇફ વચ્ચે આજે એકબીજા પ્રત્યે જયાં જોવાની કોઇને ફત્પરસદ નથી ત્યાં વિચારવાની તો વાત જ શું કરવી ? એટલે જ યગં જનરેશન કહે છે કે આપણે જે મનમાં આવે એ રીતે જીવવું. દેવાંગ પટેલના સોંગની માફક સ્તો ! 'જલ્સા કર બાપુ જલ્સા કર, દુનિયા જાય તેલ લેવા, જલ્સા કર...' કોલેજની વાત આવતા યગં જનરેશન અગાઉ મનમાં એકસાઇટમેન્ટ અનુભવતી પણ હવે તો શેરી અને ગલી કે રાજમાર્ગેા કોલેજને આટી દે એવા થઇ ગયા છે. એટલે ફકત કોલેજમાં ભણતા હોય એવા લોકોને જ કોલેજીયન માહોલ મળતો એ વાત હવે 'પ્રાચીન' થઇ ગઇ છે, કારણ કે કોલેજમાં જોવા મળતી યુવક–યુવતિની ટીખ્ખળો તમે સરેઆમ બજારમાં બિન્દાસ થઇને નિહાળી શકો છો અને કરી પણ શકો છો. ઇટ મીન્સ ટોટલી ઇન્ડીપેન્ડેન્ટ એન્ડ ડેમોક્રેસી, યુ કોલ ફ્રીડમ ટુ.
મુંબઇમાં થોડા વર્ષ પહેલા રેવ પાર્ટી ઝડપાઇ હતી અને ફરી એક વખત મુંબઇ–પુને માર્ગ પર આવેલા રિસોર્ટમાંથી પોલીસે દરોડો પાડી રેવપાર્ટી કરનારા મુંબઇના નબીરાઓને 'ઝૂમ બરાબર ઝુમ' વાળી સ્થિતિમાં ઝડપી લીધા હતા. આ મેટ્રોસીટીમાં ખાસ કરીને નબીરાઓમાં ઉભરેલો એક નવો શોખ છે, જે હવે ધીમે–ધીમે મેગાસીટી કે નાના ટાઉન સુધી પહોંચી રહયો છે. ધનપતિઓની રહેણી–કહેણી મધ્યમ વર્ગ સુધી પહોંચવા લાગી છે, એટલે નાના–નાના શહેરોમાં પણ રેવ પાર્ટીનું નાનું સ્વરૂપ ઘણી વખત જોવા મળે છે. અગાઉ અમદાવાદમાં પણ આવા જ સ્વરૂપવાળી પાર્ટી કરતા કેટલાક યુવાનોને પોલીસ લોકઅપમાં જવું પડયું હતું. રિસોર્ટમાં તો એવી સ્થિતિ થયેલી કે જે દિવસે એટલે કે ૨૬ જૂનના કેટલીક જાગૃત સંસ્થાઓ આંતરરાષ્ટ્ર્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવી રહી હતી, એ જ રાત્રીએ રિસોર્ટમાં અનેક જાણીતી હસ્તીઓના સંતાનો ડ્રગ્સ સાથે રેવ પાર્ટીમાં 'દમ મારો દમ' સાથે મોજમસ્તી કરી રહયા હતા. જેને ટ્રેજેડી કહો કે સેલ્ફ એન્જોયમેન્ટ, ઇટસ ડિપેન્ડ ઓન યોર વ્યૂ.
આપણા દેશમાં આમ તો બે મોઢાવાળી વાત કરવાની સૌને આદત થઇ ગઇ છે. એક બાજુથી એવું કહે કે ભારતીય સંસ્કૃતિને લાંછન લાગે એવા કૃત્યો કરવા નહી, હંમેશા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ જળવાઇ રહે એવી પ્રવૃત્તિમાં રચ્યા–પચ્યા રહેવું. તો એક ઘડીએ બોલેલી આ વાત બીજી જ ઘડીએ બીજા મોઢાવાળી થઇ જશે અને કહેશે કે જમાનાની સાથે કદમ મિલાવીને ચાલવું એ આજની જરૂરીયાત છે, આથી જેવા સાથે તેવા થઇને આગળ વધતું રહેવું. ગાયઝ, તમે જ કહો કે ઉપરની આ બે વાતોમાંથી આપણે કયા રસ્તે જવું ? જો આવો પ્રશ્ન આવું બોલનારાઓને કરશો તો કહેશે કે સમય આવ્યે વર્તી લેવું !! એક તરફ આજે ભજન–કિર્તનમાં મસ્ત બનનારી બહત્પ ઓછી યગં જનરેશન છે, તો બીજી તરફ નવા જમાનાને તન–મનથી વધાવી લેવા મોડી રાત્રી સુધી ચાલતી પાર્ટીઓમાં વ્યસ્ત રહેનારી બહત્પ મોટી યગં જનરેશન છે. હવે એવું પણ નથી કે એક છોકરી થઇને મોડી રાત્રી સુધી પાર્ટીઓમાં ન જવું. આજે તો એક યુવતિ વહેલી સવારના ૪ વાગ્યે ઘરના દરવાજા ખટખટાવીને માતા–પિતાને જગાડતી હોય એવા દાખલાઓ પણ નાના સીટીઓમાં બની રહયા છે અને તે બાબતને સામાન્ય ગણવામાં આવી રહી છે. કોઇ પેરેન્ટસને કમ્પલેઇન કરશે તો કહેશે કે અમે યુવક–યુવતિ વચ્ચે કોઇ ભેદ રાખતા નથી, આજની યુવતિઓ પણ સમજુ છે એટલે એની ઇચ્છા મુજબ સ્વતંત્રતા આપવી જોઇએ.
ગાંધીજીના આશિર્વાદને પગલે હજુ ગુજરાતમાં સત્તાવાર 'જામ સે જામ ટકરાને કી છૂટ' મળી નથી, આમ છતાં મેગા સીટીઓમાં બીન સત્તાવાર રીતે પબ કલ્ચર હાઇ વોલ્ટેજ ડ્રામાની માફક ખીલી રહયું છે. યગં જનરેશનનો મત એવો છે કે આજે ભારત હોય કે અમેરિકા તમામ દેશો નેટના માધ્યમથી એક તાંતણે બંધાઇ ગયા છે. એટલે જે સંસ્કૃતિની વાતો થાય છે એ ખરેખર બહત્પ જુના જમાનાની છે. ઇન્ટરનેટના યુગમાં સંસ્કૃતિની આપ–લે કરવા માટે ઘડીનો છઠો ભાગ પણ મોટો યુગ લાગે છે. આજે ભારતમાં વસતો યુવાન પણ પોતાની જાતને વિશ્ર્વનો એક નાગરિક થઇ ગયો છે, એટલે વિશ્ર્વના જે બીજા દેશો જે પ્રકારે હકક ભોગવી રહયા છે એ જ હકક એ હવે આપણા દેશમાં માંગતો થઇ ગયો છે. પરિણામે દિવસે–દિવસે સમસ્યા તો વકરવાની જ છે પરંતુ આ સમસ્યાનો સાચો ઉકેલ મળવો આસાન નથી.
ઇન્ડીયામાં આજે ઇન્ડીયન અને વેસ્ટર્ન બંને કલ્ચરનો સંયોગ થઇ ચુકયો છે. એટલે બંને કલ્ચરમાં જીવનારાઓને તેઓનો હકક મળવો જોઇએ એવી માંગ સાથે પોત–પોતાના કલ્ચરમાં મસ્ત બનીને જીવી રહયા છે. થોડા વર્ષેા પહેલા મેંગ્લોરની એક પબ પાર્ટી પર હિન્દુ સેનાએ રેઇડ પાડીને અંગ્રેજી અખબારોનો ખૌફ વહોરી લીધો હતો, એ વખતે આ સેનાને પણ તેઓએ રીતસરની તાલીબાન સાથે સાંકળી લીધી હતી. ખરેખર જયારે વૈશ્ર્વિક વાતાવરણ નિમાર્ણ થતું હોય ત્યારે કેટલીક છૂટ મળવી જોઇએ તેવો આશય અંગ્રેજી મિડિયાનો વર્ષેાથી રહયો છે. જો કે કોઇ આવા હત્પમલા કરે ત્યારે તેમને સીધા તાલીબાન સાથે સરખાવવાની વાત પણ ગેરવ્યાજબી હોય છે પરંતુ દરેકે પોતાની એક હદ વિચારીને કોઇપણ કાર્ય કરવું જોઇએ, જેનાથી ન તો અંગ્રેજી મિડિયાને તાલીબાન સાથે સરખાવવાનો એવો મોકો મળે અને ન તો સંસ્કૃતિની આડમાં કોઇ સંસ્થા હત્પમલો કરવા સુધી પહોંચી જાય !
રેવ પાર્ટીનું કલ્ચર 'આહિસ્તા–આહિસ્તા' ઘર કરી રહયું છે, જેને આપણે કુ–સંસ્કાર માનીએ છીએ પરંતુ આજે એકી સાથે ૩૦૦ ચેનલો પિરસ્તું ટીવીનું માધ્યમ, ગણ્યે ગણાય નહી એટલી માત્રામાં કોઇપણ રસપ્રચૂર આઇટમો પિરસ્તુ ઇન્ટરનેટનું માધ્યમ અને વધારામાં હાથ વગા બનેલા થ્રીજી ફેઇમ મોબાઇલનું માધ્યમ કોઇપણ જનરેશનને કયા રસ્તે લઇ જાય ? એનું ભવિષ્ય ભાખનારાઓ પણ હવે ટુંકા સાબિત થશે ! રેવ પાર્ટી પર દરોડા એ કોઇ નવી વાત નથી. અગાઉ ૪–૧–૦૯ માં મુંબઇના જુહત્પ વિસ્તારમાંથી ૯૨ વ્યકિતઓને, ૮–૩–૦૯ માં બેંગ્લોરમાંથી અને ૨૮–૬–૧૦ ના કાંગરામાંથી ૧૨ વ્યકિતઓ રેવ પાર્ટી કરતા ઝડપાઇ ગયા હતા. મુંબઇમાં હમણા પડેલી રેવ પાર્ટીની રેઇડમાં ૩૦૦ ઝડપાયાના સમાચારો વહેતા થયેલા. જો કે જયારે આ સમગ્ર મામલાની બારીકાઇથી તપાસ પૂર્ણ થાય ત્યારે તેનું પરિણામ એવું આવે છે કે કોઇએ નશો નહોતો કર્યેા ફકત મોજ–મસ્તી અને સંગીતના ભીના–ભીના સૂરો વચ્ચે 'ઝૂમ બરાબર ઝૂમ'ની મજા જ લૂંટી હતી.
આજે કલ્ચરને કોઇ દેશના સીમાડા રહયા નથી, પરિણામે ટીવી સિરિયલોમાં પણ ફિલ્મની માફક જ વેષ પરિધાનના દ્રશ્યો 'સેકસી–સેકસી' બની ચૂકયા છે. નેશનલ ચેનલો અને નેશનલ ન્યૂઝ પેપરો પેઇઝ–થ્રી ની આઇટમો માટે અલગથી સમય અને પેઇઝ ફાળવી રહયા છે. જેમાં લેટનાઇટ પાર્ટીઓની અલક–મલકની વાતો અને 'વાઇન વીથ વુમન'ની ઝલકો દર્શાવી બિન્દાસ્તપણાની સ્વતંત્રતા દર્શાવવામાં આવે છે. આવી લેટનાઇટ પાર્ટીઓમાં નશાયુકત આંખોમાં મોટા–મોટા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ, તેમના ફેમીલી મેમ્બરો અને માનવંતા ગેસ્ટોની સાર–સંભાળ કરનારી ચૂલબૂલીઓ પણ સેકસી અદાઓમાં વ્યસ્ત હોય છે. જો કે આવી પાર્ટીઓને રેવ પાર્ટી નથી કહેવાતી, એ આર્ય છે ! કારણ કે આવી પાર્ટીઓ માટે હંમેશા 'બિઝનેશ પાર્ટી' એવો શબ્દ વધારે પ્રચલિત છે. આમ પણ આજે ઇ–જનરેશનમાં શાકભાજીની માફક પિરસાતું પોર્નેાગ્રાફીક સાહિત્ય ધીમે–ધીમે રેવ પાર્ટીઓને પણ શરમાવી મુકે એવી હદે વધી ગયું છે. આ તમામનો કોઇ ઉકેલ લાવે એવી કેળવણી લાવવાની જરૂર છે. 'સુગર એન્ડ સોલ્ટ મે બી મિકસ્ડ ટુગેધર, બટ ઇવન ધ એન્ટસ રિજેકટસ ધ સોલ્ટ એન્ડ કેરીઝ અવે ધ સુગર. સો સિલેકટ ધ રાઇટ પીપલ ઇન લાઇફ' ગાયઝ, આ એસએમએસ જો દરેક વ્યકિત જીવનમાં ઉતારે તો રેવ પાર્ટી કરવાનો શોખ જાગે જ નહી !! તમે મીઠું અને ખાંડ બંને એક સાથે ભેળવી દો, તો પણ કીડી તેમાંથી મીઠાને પસદં નહી કરીને ખાંડને અલગથી તારવી લેશે. એવી રીતે તમે પણ જીંદગીમાં સાચા વ્યકિતને પસદં કરી લો તો તમામ સમસ્યાનો ઉકેલ હાથવગો છે !
|
 |
|
|
|
 |
 |
|
Home Corporate Info Advertise with Us Disclaimer Sitemap Webmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved. |
|
|