| |
www.aajkaaldaily.com |
|
 |
|
| Latest News |
|
 |
|
 |
 |
 |
|
|
| |
 |
રોક એન્ડ રોલ વીથ ઇન્ડીયન–અમેરિકન
|
 |
 |
|
|
| |
પ્રફુલ્લ ટંકારિયા |
|
 |
|
|
| |
બ્રિટનના વડાપ્રધાન ડેવીડ કેમેરોને ઈંગ્લીશ ચિલ્ડ્રનને ટકોર કરી હતી કે જો તમે તમારું ટેલેન્ટ નહી વધારો તો થોડા વર્ષેામાં ઇન્ડીયન ટેલેન્ટેડ નોકરીઓ મેળવવામાં વધુ સફળતા મેળવી લેશે ! ગાયઝ, આ વાત અત્યારે કહેવાની એટલે જરૂર પડી કે આપણે અહીયા ઇન્ડીયનોને જેટલું ભાંડી શકાય એટલું ભાંડવામાં કોઇ જાતની શરમ અનુભવતા નથી પરંતુ રિયાલીટી એ છે કે ઇન્ડીયનો પાસે જે નોલેજ છે એને જો ઇમ્પ્રુવ કરવામાં આવે તો એની સામે દુનિયાની મહાસત્તાઓ પણ નાની પડી જાય ! બ્રિટનના કેમેરોને એમના દેશની યગં જનરેશન માટે કરેલી ટકોર ખરેખર વ્યાજબી છે, કારણ કે આજે બ્રિટનમાં પણ બેઇઝ ઇન્ડીયન જનરેશન દરેક ક્ષેત્રમાં પોતાની ભાગીદારી નોંધાવી રહી છે. બ્રિટનની માફક અમેરિકામાં પણ બેઇઝ ઇન્ડીયન હવે પ્રેસિડેન્ટ બરાક ઓબામાની ટીમ સુધી પહોંચી ગયા છે. આ સમગ્ર બાબત શું ઇન્ડીયનોએ ગૌરવ લેવા જેવી નથી ? અફકોર્સ, વી પ્રાઉડ ઓફ ઓલ ધેમ.
સંગીત ક્ષેત્રે ભારતનો ડંકો આમ તો પ્રાચીનકાળથી સમગ્ર વિશ્ર્વમાં ગુંજતો આવ્યો છે પરંતુ હવે તો ઇન્ડીયન કલાસીકલ મ્યુઝિક કરતા ન્યુ જનરેશન રોક એન્ડ રોલ મ્યુઝિક તરફ ઢળી ગઇ છે. મોટા–મોટા ગીટારોની સાથે ધૂમ મચાવતા ડ્રમ અને એવી જ સ્ટીરીયો સાઉન્ડ સિસ્ટમ વચ્ચે યુવાઓ ગાંડાતૂર થઇને નાચવા માંડે છે. એમાંય અમેરિકા જેવા દેશમાં તો રોક એન્ડ રોલ મ્યુઝિક માટે રીતસરની કેટલીક બેન્ડ પાર્ટીઓ છે, જેનું નામ સમગ્ર વિશ્ર્વમાં ગુંજતું રહયું છે. આવી જ એક રોક એન્ડ રોલ પાર્ટી એટલે અમેરિકાની બેન્ડ ગ્રીન ડે. આ બેન્ડે 'અમેરિકન ઇડીયટ' નામનું એક મ્યુઝિકલ આલ્બમ તૈયાર કયુ હતું, જેને અમેરિકામાં ખરેખર ધૂમ મચાવી હતી. આ અંગે અમેરિકન મેગેઝીન 'સ્પાન' એ ઉલ્લેખ કરતા લખ્યું છે કે અમેરિકાના વલ્ર્ડ ટ્રેડ સેન્ટરમાં ૧૧ સપ્ટેમ્બર–૨૦૦૧ ના જે હત્પમલો થયો હતો, જેનાથી વલ્ર્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવર જમીનદોસ્ત થઇ ગયા હતા. આ ઘટના બાદ યગં અમેરિકનમાં કેટલોક ડર છવાયો હતો. આ ઘટનાને સાંકળી લઇને બેન્ડ ગ્રીન ડે એ 'અમેરિકન ઇડીયટ' નામનું મ્યુઝિકલ આલ્બમ કાઢી કેટલાક જવાબો યગં અમેરિકનને આપ્યા હતા.
ગીટારની ઝણઝણાટી, ડ્રમની થપાટો, પાવરફત્પલ વોકલ્સ, બોમ્બાસ્ટીક કોરીયોગ્રાફી અને વચ્ચે–વચ્ચે યગં અમેરિકનનો ડર ઓછો થાય એ પ્રકારની સ્ટોરી અને ગીતોના આધારે તૈયાર થયેલા શો નું યુ.એસ. માં અનેક સ્થળોએ પરફોર્મ કયુ હતું. આ પરફોર્મન્સને અમેરિકન યુથે ફસ્ર્ટ ચોઇસની માફક ખુબ જ વખાણ્યું હતું. ૨૦૦૪ માં રીલીઝ થયેલું આ આલ્બમ થોડા સમયમાં ઇન્ટરનેશનલ લેવલે નં.૧ ને હીટ કરી દીધું હતું, જેનું વિશ્ર્વમાં ૧૨ મિલિયન કોપીનું સેલીંગ થયું હતું. ઓરીજનલ અમેરિકન બેન્ડ સામે ઇન્ડીયન–અમેરિકન કઇં ગાજયા જાય એવા નથી. અમેરિકામાં રોકસ્ટાર તરીકે એક નવું નામ પણ ઉભરી આવ્યું છે, જીંજર શંકર નામની યુવા લેડી અત્યારે અમેરિકામાં મેલોડી મ્યુઝિક ક્ષેત્રે સૌને બીટ કરી રહી છે. જીંજર શંકર પોપ અને હિપહોપ મ્યુઝિકમાં કાંઠુ કાઢનારી યુવતિ છે. કેલીફોર્નિયામાં સનડાન્સ ફિલ્મ ફેસ્ટીવલ એવોર્ડ–૨૦૧૧ યોજાયો હતો, જેમાં ઇરાનીયન –અમેરિકન ઇન્ડેન્પેન્ડેન્ટ ફિલ્મ 'સર્કયુમટેન્સીસ' ફિલ્મને એવોર્ડ મળ્યો હતો, જેનું મ્યુઝિક કમ્પોઝ જીંજર શંકરે કયુ હતું. જીંજરના પિતા એલ. સુબ્રમણ્યમ એક સારા વાયોલીન આટિર્સ્ટ છે, જયારે પુત્રીએ પિતાના કદમે ચાલીને સોંગ રાઇટર, સિંગર અને મ્યુઝિક કમ્પોઝર તરીકે એક અલાયદી ઓળખ ઉભી કરી છે. એમનું અચિવમેન્ટ જબરદસ્ત છે, તે જેમ્સ ન્યુટન હાવર્ડ સ્મશીંગ પમ્પકીંસ, લીડીંગ વોકલ જેકી ચાન બ્લોક બસ્ટર, જયોર્જ કલીન્ટન, માઇક મિયર્સ વગેરે સાથે જોડાયેલી છે.
લોસ એન્જેલસમાં જન્મીને કેલીફોર્નિયાને કર્મભૂમિ બનાવનારી આ સ્માર્ટ યુવતિએ અમેરિકન સ્પાન મેગેઝિનને ઇન્ટરવ્યુમાં કહે છે કે 'હત્પં સંગીત સાથે જન્મી અને ઉછળી રહી છું, મારું મોટા ભાગનું બાળપણ મ્યુઝિક ઇન્સ્ટમેન્ટ સાથે પસાર થયું છે, મે એમ.એસ. શુભલમી, લતા મંગેશકર, હરિપ્રસાદ ચોરસીયા, આશા ભોસલે અને રવિશંકરને સાંભળ્યા છે. ચેન્નઇની મ્યુઝિક સ્કૂલમાં થોડા વર્ષ અભ્યાસ કરવા ભારત પણ આવી હતી.'
'ધ પેશન ઓફ ધ ક્રિસ્ટ' નામની ફિલ્મમાં તેણીને મ્યુઝિક સુપરવાઇઝર તરીકે પણ ચાન્સ મળી ચુકયો છે. સાઉથ એશીયન ગણાતી જીંજર શંકર ભારતીય મ્યુઝિકને સાથે રાખીને અમેરિકામાં રોક એન્ડ રોલ મોડેલ તરીકે ઉભરી રહી છે. મ્યુઝિકની વાતની સાથે–સાથે અમેરિકન ટીવી પડદાની વાત કરીએ તો એમાં પણ પ્રાઇમ ટાઇમમાં ઇન્ડીયન કલાકારો અમેરિકનોનું ભરપૂર મનોરંજન કરી રહયા છે. અમેરિકન ન્યૂ જનરેશનમાં આ ઇન્ડીયન–અમેરિકન કલાકારોએ અલગથી એક ઓળખ ઉભી કરીને અમેરિકન કલાકારો સામે પણ પ્રશ્નો ઉભા કરી દીધા છે. આ કલાકારો એટલે રેશ્મા શેટ્ટી, અઝીઝ અંસારી અને ડેન્ની પુદી. રેશ્મા શેટ્ટીના પેરેન્ટસ ડોકટર્સ છે, પેરેન્ટસને પણ એવી ઇચ્છા હતી કે પુત્રી ડોકટર બને પણ રેશ્માએ ફીઝીશીયન બનવા માટે કોલેજમાં જવાને બદલે એકટીંગના કલાસ જોઇન કરી લીધા અને હવે એ એક સીરીયલમાં ફીઝીશીયનની આસીસ્ટન્ટ તરીકેનો રોલ ભજવે છે. તો અઝીઝ અંસારી એક કોમેડીયનની અદામાં સૌને મનોરંજન પુરું પાડી રહયો છે. ડેન્ની પુદી એકટરની સાથે–સાથે કોમેડીયનનો કિરદાર પણ નિભાવી જાણે છે. ડેન્ની ઇન્ડીયન અને પોલેન્ડ પેરેન્ટસનો પુત્ર છે. આ ત્રણેય કલાકારો ઇન્ડીયન બેકગ્રાઉન્ડ ધરાવતા હોવા છતાં અત્યારે અમેરિકાની ચેનલોમાં ખ્યાતી પામી ચુકયા છે.
રેશ્મા શેટ્ટી સમરટાઇમ ટીવીમાં આવતી 'રોયલ પેઇન્સ' નામની સીરીયલમાં એકટ્રેસની ભૂમિકા નિભાવી રહી છે. ૩૩ વર્ષની રેશ્માએ મ્યુઝિકમાં ગ્રેજયુએશન કરીને ઓપેરાની યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી મેળવી છે. ૨૦૦૬ માં રેશ્માની લાઇફમાં નેશનલ ટુરીંગ કંપનીના બોમ્બે ડ્રીમ્સે એ.આર. રહેમાન અને એન્ડ્રયુ લોયડ વેબરે લીડીંગ રોલ ભજવ્યો. બાદમાં રેશ્માને બ્રોડ વે પ્રોડકશનની 'સ્ટીમ' મુવીમાં સપોટગ રોલ મળ્યો. આ ફિલ્મ દ્રારા તેને જીવન સંસારનો પણ પ્રારભં કર્યેા. મ્યુઝિકલ કો–સ્ટાર દિપ કટડરે સાથે મેરેજ કર્યા. ઇન્ડીયામાં આવતી ડવ મોસ્ચ્યુરાઇઝડના ફેસમાં જે તમે જુઓ છો એ ચહેરો એટલે રેશ્મા શેટ્ટી. ગાયઝ, આ એકટ્રેસને ઇન્ડીયામાં જોવી હોય તો સ્ટાર વલ્ર્ડ પર 'રોયલ પેઇન્સ' સીરીયલ જોઇ લેવી.
અઝીઝ અંસારીની વાત કરીએ તો ડેડ પાન ટીવી પર આવતી 'પાર્કસ એન્ડ રી–ક્રિએશન' નામની કોમેડી સીરીયલમાં તે ઝળકે છે. ૨૮ વર્ષનો આ ઇન્ડીયન–અમેરીકન સાઉથ કેરોલીનામાં માતા–પિતા સાથે રહેતો હતો, તેના માતા–પિતાનું મુળ વતન તામિલનાડુ છે. સ્કૂલમાં અભ્યાસ દરમિયાન જ તે કોમેડી અને ડ્રામામાં ભાગ લેતો હતો, જેમાં તેને ન્યુ યોર્કમાં કોમેડી નાઇટ શો યોજયા, જેને હ્યુમન જાયન્ટ તરીકે ઓળખ મળી. ધીમે–ધીમે અંસારી એમ ટીવી નેટવર્કમાં જોડાયો. એ વખતે સ્મોલ પાર્ટ ફિલ્મ 'ફન્ની પિપલ' વગેરે જેવી નાની ફિલ્મોમાં પણ કામ કરતો રહયો. ફની પિપલ ફિલ્મમાં તેનો રે...ડી... નામનો ડાયલોગ એટલો હીટ થયો કે હવે તેના દરેક કાર્યક્રમમાં આ ડાયલોગને રૂટીન રાખવો પડે છે. અંસારીને જોવા માટે ઇન્ડીયામાં ઝી કાફે પર આવતી 'પાર્કસ એન્ડ રી–ક્રિએશન' સીરીયલ જોઇ લેવી.
અમેરિકામાં ગાજતી 'કોમ્યુનિટી' સીરીયલમાં મિસફીટ સ્ટુડન્ટના એક ગ્રુપની વાર્તા વર્ણવવામાં આવી છે, જેમાં આબેદ નાદીર નામનું એક કેરેકટર અમેરિકામાં ખુબ ફેમશ થયું છે, જે ડેન્ની પુદીએ ભજવ્યું છે. આબેદનું કેરેકટર એવું છે કે તે દરરોજ કંઇક અનોખુ એડવેન્ચર કરવા ટેવાયેલો હોય છે, આથી ૩૨ વર્ષનો ડેન્ની કહે છે કે આ પાત્ર ભજવવામાં તેમને એક અનેરી જ મજા આવે છે. અમેરિકાની નાની ટીવી સીરીયલો, મેક ડોનાલ્ડસ, સ્નીકર્સ, કેન્ડી બાર્સ, ટેલીકોમ ફર્મસ વેરીઝોન, ટી–મોબાઇલ વગેરે એડમાં પણ ડેન્ની કામ કરી ચુકયો છે. ઇન્ડીયન પિતા અને પોલીસ મધરનો પુત્ર ડેન્ની હિન્દીની સાથે–સાથે પોલીસ લેન્ગવેજ પણ ફલુઅન્ટલી બોલી શકે છે. ડેન્નીને જોવા માટે ગાયઝ સ્ટાર વલ્ર્ડમાં 'કોમ્યુનિટી સીઝન–૨ ફિનાલે' જોવો રહયો.
ભારતમાં દરેક પ્રાંતમાં અલગ–અલગ ભાષામાં કલાકારો પોતાની કલા પાથરીને ખ્યાતી મેળવી રહયા છે પરંતુ આપણી કમનસીબી એ છે કે અહીંયા ગુજરાતી કલાકારને સાઉથમાં કોઇ ન ઓળખે અને સાઉથના કલાકારને ગુજરાતમાં કોઇ ન ઓળખે પરંતુ અમેરિકાની વલ્ર્ડ ફેમશ ટીવી ચેનલોના નાના પડદે કામ કરતા આ ઇન્ડીયન–અમેરિકન કલાકારોને અમેરિકા જેવા મોટા દેશની સાથે–સાથે વિશ્ર્વના અનેક દેશોમાં એક આગવી ઓળખ મેળવી છે, જે માટે યગં જનરેશને ગૌરવ સાથે પ્રેરણા લેવી જ જોઇએ. કારણ કે આજે સમગ્ર વિશ્ર્વ મોબાઇલ સ્ક્રીન પર અને લેપટોપના સ્ક્રીન પર નરી આંખે જોઇ શકાતું હોય એટલું નાનુ બની ગયું હોય ત્યારે આપણા આ ઇન્ડીયન–અમેરિકનોને ઇન્ડીયામાં બેઠા–બેઠા પણ અફકોર્સ સપોર્ટ કરી શકીએ એટલી 'ક્ષમતા' આપણે પણ અહીં કેળવી લીધી છે.
|
 |
|
|
|
 |
 |
|
Home Corporate Info Advertise with Us Disclaimer Sitemap Webmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved. |
|
|