કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સંસદમાં ‘કામ નહીં તો વેતન નહીં’નું જે સુચન કર્યું છે તેનો અમલ કરવાનો હવે સમય આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. સંસદના તમામ સત્ર હંગામાથી ભરપૂર રહે છે અને હાલમાં ચાલી રહેલું શિયાળુ સત્ર પણ આવા જ હો-ગોકીરો અને હંગામા સાથે ગાજી રહ્યું છે. સંસદના બન્ને ગૃહોમાં જે રીતે હોબાળો થઇ રહ્યો છે તેને અટકાવવા માટે સરકાર તરફથી અને લોકસભાના સ્પીકર તરફથી વારંવાર પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. આ જોતાં ઓમર અબ્દુલ્લાનું સુચન બને તેટલી ઝડપથી અમલમાં મુકવાની જર જણાઇ આવે છે.
ક્યારેક મોંઘવારી તો ક્યારેક ટુજી સ્પેક્ટ્રમ, ક્યારેક લોકપાલ તો ક્યારેક એફડીઆઇના મામલે સંસદની કાર્યવાહી ચાલી શકતી નથી. હંગામા અને શોરગૂલ એ સંસદીય કાર્યવાહીની જાણે કે ઓળખ બની ગયા છે. લોકતંત્રમાં કોઇ પણ મુદ્દા પર ચચર્િ થવી અતિ આવશ્યક છે પરંતુ ભારતીય સંસદનો ઇતિહાસ એમ કહે છે કે અહીં ચચર્િ ઓછી અને ગરમા ગરમી વધુ થાય છે. સંસદ સભ્યો જે રીતે ગૃહમાં વર્તી રહ્યા છે તે જોતાં એવું પણ લાગી રહ્યું છે કે સંસદની કાર્યવાહી ન ચાલવા દેવી તે એમનો અબાધિત અધિકાર છે.
હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રની શઆત મોંઘવારીના મુદ્દાથી થઇ હતી પરંતુ પ્રધાન મંડળે છૂટક વેપારમાં વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપતાં વિરોધપક્ષને આ મુદ્દે સરકારને ભીંસમાં લેવાનો એક નવો મુદ્દો મળી ગયો છે અને છેલ્લા એક-એક અઠવાડીયાથી સંસદની કાર્યવાહી માત્ર ગણતરીની મિનિટો સુધી ચાલવા દેવામાં આવે છે.
ઓમર અબ્દુલ્લાએ કરેલા સુચનને વધુ વિગતવાર જોઇએ તો સંસદ સભ્યોને સત્રના પ્રત્યેક દિવસે સંસદમાં હાજરી આપવા માટે તગડી રકમ ચૂકવવામાં આવે છે. આ રકમ ઉપરાંત સંસદની કાર્યવાહી ચલાવવા માટે લાખો પિયાનો રોજનો ખર્ચ થાય છે. આ ખર્ચની ત્રિરાશિ માંડવામાં આવે તો સંસદના એક સત્ર પાછળ અધધ...ખર્ચ કરવામાં આવે છે પરંતુ સંસદની કાર્યવાહી ચાલતી નહીં હોવાથી આ બધો ખર્ચ પાણીમાં જાય છે અને તેનો બોજો અંતે તો પ્રજા ઉપર આવે છે. શરમજનક બાબત એ છે કે સંસદ સભ્યોને તો તેમનું સીટિંગ એલાઉન્સ એમને એમ મળી જાય છે. આ સંજોગોમાં ઓમર અબ્દુલ્લાએ કરેલું સુચન હાલની સ્થિતિએ તાત્કાલિક અમલમાં મુકવા જેવું છે. જો સંસદ સભ્યો એમ માનતાં હોય કે સંસદની કાર્યવાહી ઠપ્પ કરવી એ તેમનો અધિકાર છે તો તેમને સ્પષ્ટપણે કહી દેવાની જર છે કે તમે જેટલા દિવસ સંસદની કાર્યવાહી ચાલવા નહીં દો તેટલા દિવસનું વેતન તમને નહીં મળે.
જો સરકાર દ્વારા આ પ્રકારની હિંમત કરવામાં આવે તો હં સ્પષ્ટપણે માનું છું કે સંસદસભ્યો જે રીતે સંસદમાં હો-ગોકીરો કરીને કાર્યવાહી થવા દેતાં નથી તે અવશ્યપણે થવા દે. કમ સે કમ આખા દિવસની કાર્યવાહી ન થાય પરંતુ પ્રારંભમાં કેટલીક કલાકો તો અવશ્યપણે કાર્યવાહી થાય. સૌ કોઇ જાણે છે કે સંસદસભ્યોને માત્ર વેતન કે ભથ્થા ઉપરાંત અન્ય લખલૂંટ પિયાના લાભો મળે છે. આટલા આટલા લાભ મળતાં હોવા છતાં સંસદસભ્યો ગૃહની કાર્યવાહી ચાલવા નહીં દઇને દેશની મોટામાં મોટી કુ-સેવા કરી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ અથવા અન્ય કોઇ રાજકીય પક્ષો હોય તમામ માટે કામકાજ નહીં તો વેતન નહીં નો નિયમ વહેલામાં વહેલી તકે લાગુ કરવો આજના સમયની જરિયાત છે.