Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
 
 
 
 
 
 
 
 
 
૦૨/૧૨/૨૦૧૧ (શુક્રવાર)
 

એફડીઆઈના મુદ્દે હવે શું ?

 
 
 
મલ્ટીબ્રાન્ડ રિટેલ ક્ષેત્રે સીધા વિદેશી મુડીરોકાણનો સરકારે લીધેલો નિર્ણય બરાબરનો ગુંચવાયો છે. વિરોધપક્ષે શ કરેલો વિરોધ દેશના પાંચ કરોડ જેટલા છૂટક વેપારીઓ સુધી પહોંચ્યો છે અને તેઓએ ગઈકાલે વેપાર ધંધા બંધ રાખીને સરકારને લાલબત્તી ધરી છે તો બીજી બાજુ વડાપ્રધાન મનમોહનસિંઘે આટલા વિરોધ વંટોળ વચ્ચે પણ ખોંખારો ખાઈને સ્પષ્ટ કહી દીધું છે કે એફડીઆઈના નિર્ણયમાં પાછી પાની કરવી સરકાર માટે હવે શકય નથી. આ સ્થિતિમાં હવે શું ? તે પ્રશ્ર્ન બધાને મુંઝવી રહ્યો છે.
સામાન્ય રીતે કોઈ બાબતના વિરોધ માટે કયારેક દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવે અને તે સફળ થાય તો સરકાર માટે મુંઝવણભરી સ્થિતિ ઉભી થતી હોય છે અને આ દિશામાં ફેરવિચારણા પણ કરવામાં આવતી હોય છે પરંતુ રિટેલ ક્ષેત્રે વિદેશી મુડીરોકાણના મામલામાં સરકાર પાછી પાની કરવાના મૂડમાં નથી તેવું વડાપ્રધાન મનમોહનસિંઘના નિવેદનના આધારે કહી શકાય છે.
વિરોધપક્ષ આ મુદ્દે સરકારની પાછળ આદુ ખાઈને પડી ગયો છે અને તે પણ નમતું જોખવાના મૂડમાં નથી. આ સ્થિતિમાં સંસદમાં રહેલો ગતિરોધ દૂર થશે કે કેમ ? તે લાખ પિયાનો સવાલ છે. શિયાળુ સત્ર થયાના આઠ આઠ દિવસ કોઈ પ્રકારના કામકાજ વગર પસાર થઈ ગયા છે અને લોકપાલ સહિતના અનેક મહત્વના ખરડાઓ હજુ મંજૂર થવાના બાકી છે.
મલ્ટી બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે એફડીઆઈનો વિરોધ થઈ રહ્યો છે તેવા સંજોગોમાં એક વરવી વાસ્તવિકતા એ પણ બહાર આવી છે કે સિંગલ બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે દેશમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં માત્ર 196 કરોડ પિયા જેટલું જ વિદેશી મુડીરોકાણ આવ્યું છે. આ આંકડાઓ પણ ઉત્સાહજનક નથી. 2010-11ના પ્રાપ્ય આંકડાઓ જોવા જઈએ તો સિંગલ બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે સૌથી વધુ સીધું વિદેશી મુડીરોકાણ 116.53 કરોડ જેટલું આવ્યું છે. સિંગલ બ્રાન્ડ ક્ષેત્રે કોલસા, ગુંદર, કૃષિ અને જીલેટીન જેવા ક્ષેત્રે જ વિદેશી મુડીરોકાણ આવ્યું છે. સરકારે અગાઉ પણ રોકાણકારોને અનુકુળ હોય તેવી નીતિ અમલમાં મુકેલી છે અને વિદેશી મુડીરોકાણને આકર્ષવા માટે વારંવાર પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ વખતે મલ્ટી બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે વિદેશી મુડીરોકાણનો મુદ્દો સરકારના ગળામાં અટવાઈ ગયો છે.
સરકારમાં રહેલો એક વર્ગ એવું પણ માને છે કે એફડીઆઈને મંજૂરી આપવા માટે સરકારે આ ખોટો સમય પસંદ કર્યો છે. જો સત્ર પુરું થયા પછી આવો કોઈ નિર્ણય લીધો હોત તો હાલમાં જે રીતે સંસદમાં મહત્વની કામગીરી અટકી ગઈ છે તે ન અટકી હોત અને લોકોપયોગી નિર્ણયો લેવાઈ ગયા હોત. બીજો એક વર્ગ એવું પણ કહે છે કે સરકાર એફડીઆઈના મુદ્દે સહયોગી દળોને કોઈપણ રીતે વિશ્ર્વાસમાં લઈને આગળ વધવા માગે છે અને કદાચ એટલે જ આ બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં સરકારે ઉતાવળ કરી નથી. સરકાર એ બાબતે પણ ગંભીર છે કે તેમના જ સહયોગી પક્ષો તૃણમુલ કોંગ્રેસ અને ડીએમકે પણ એફડીઆઈનો વિરોધ કરી રહ્યાં છે.
તૃણમુલ કોંગ્રેસ આમ પણ પેટ્રોલના ભાવ વધારાના મુદ્દે અને ડીએમકે કનીમોઝીના મામલે સરકાર સામે અંદરખાને નારાજ છે. આ સ્થિતિમાં એફડીઆઈના નિર્ણયે તેમના વિરોધમાં નવા પ્રાણ પૂયર્િ છે એટલે સરકાર પણ ફુંકી ફુંકીને હવે આગળ વધવા માગે છે.
વર્તમાન સત્રમાં જમીન સંપાદન ધારા જેવા અલગ અલગ ત્રણ ડઝન જેટલા ખરડાઓ મંજૂર થવાની રાહ જોઈને બેઠા છે પરંતુ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેના ગજગ્રાહને કારણે આ ખરડાઓ મંજૂર થઈ શકયા નથી. ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો મુદ્દો પણ અભેરાઈએ ચડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
Top of page

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.