Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aajkaal Special
MpguX$p¡õL$p¡`
L$f„V$ V$p¡r`L$
ÞeyT gpB_
NyX$ dp¡_…N
`p¡BÞV$ åg¡ÞL$
kpBf_
Å_¡ cu v$p¡ epfp¡
 
 
25/08/2011 (Nyê$hpf)
 

અન્ના ઇફેકટ: સમાચાર માધ્યમો બન્યા નટબજાણિયા

 
`f¡i v$h¡
 
 

દેશનું નાનું છોકં'ય અન્ના અન્ના કરતું થઇ ગયું છે. ૧૨૫ કરોડની વસતી ધરાવતાં આ દેશમાં અત્યારે એક માત્ર અન્ના ફીવર છવાયેલો છે. મોંઘવારી, જમીન સંપાદન કાયદો, શિક્ષણ અધિકારનો કાયદો, મહિલા આરક્ષણ બીલ, ૨જી કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, પેટ્રોલ–ડીઝલ, ગેસ અને કેરોસીનનાં ભાવ, ત્રાસવાદીઓ, બોમ્બ ધડાકાઓ, પાકિસ્તાન અને ચીનનો ચંચુપાત, અમેરિકાની જમાદારી જેવા ડઝનબધ્ધ મુદ્દાઓ અત્યારે ચણા મમરા જેવા થઇ ગયા છે. બાળક હોય કે વૃધ્ધ, યુવતિ હોય કે વૃધ્ધા તમામનાં મોઢે અન્ના હઝારેનું નામ સાંભળવા મળી રહ્યું છે. અન્ના હઝારે તો વેલ મેનેડ રીતે પોતાનું આંદોલન કરીને સરકારને ભીડવી રહ્યાં છે પરંતુ તેમના સમર્થનમાં જે જુવાળ ઉભો થયો છે તે કલ્પનાતીત છે. સ્થાનિક અખબારો હોય કે રાષ્ટ્ર્રીય અખબારો, પ્રાદેશીક ચેનલ હોય કે રાષ્ટ્ર્રીય ચેનલ તમામ પાસે અન્ના સિવાય કોઇ સમાચાર નથી. ૨૪ કલાકમાં ગમે ત્યારે ન્યુઝ ચેનલ શરૂ કરો એટલે ૭૪ વર્ષનાં અન્ના હઝારેનો ચહેરો દેખાયા વગર રહેતો નથી. એ વાત સાચી છે કે અન્ના હઝારે દ્રારા શરૂ કરવામાં આવેલું આંદોલન આજે નહીં તો આવનારી પેઢી માટે પણ ઉપયોગી સાબીત થશે પરંતુ સમાચાર માધ્યમો અત્યારે જે રીતે અન્ના અને તેમને લગતા સમાચારો આપી રહ્યાં છે તે જોતા તેમની ભુમિકા નટબજાણીયા જેવી હોય તેવું લાગી રહ્યું છે. અન્ના હઝારે ઉપવાસ પર ઉતરે અને સરકારની વિરૂધ્ધમાં નિવેદનો કરે તે પ્રકારનાં સમાચારો અખબારોમાં પ્રસિધ્ધ થાય અથવા તો ચેનલોમાં પ્રસારીત કરવામાં આવે તે સમજી શકાય પરંતુ અન્ના હઝારેએ પાણી પીધુ, અન્ના હઝારે દોડયા, અન્ના હઝારેનું બીપી આટલું થયું અને પલ્સ આટલી થઇ, રામલીલા મેદાનમાંથી ખટારો ભરીને કચરો ઉપડયો, અન્નાના ટેકામાં એક ડી.જે. ગર્લએ પોતાની પીઠ ઉપર અન્નાનું ટેટું ચિતરાવ્યું વગેરે વગેરે સમાચારો આજે રાષ્ટ્ર્રીય સમાચાર બની ગયા છે. રાષ્ટ્ર્ર પાસે આજે બીજો કોઇ મુદ્દો રહ્યો નથી. અન્નાનું આંદોલન શરૂ થયું તે પહેલાં લોકસભાની મિનિટે મિનિટનાં સમાચારો ટી.વી. પર જોવા મળતાં હતા પરંતુ અન્નાએ આ સમાચારો ઉપર પણ બ્લેક આઉટ કરી નાખ્યો છે. લોકસભાનાં સમાચારોનું સ્થાન અન્ના હઝારેએ લઇ લીધું છે. સમાચારો મેળવવાની અને તેને વહેલામાં વહેલી તકે બ્રેકીંગ ન્યુઝનાં નામે રજુ કરવાની લહાયમાં ચેનલો ઘણી વખત વિવેકભાન પણ ચુકી જાય છે તે અન્નાનાં ઇસ્યુમાં વારંવાર જોવા મળી રહ્યું છે. અન્ના હઝારે ઉપવાસ ઉપર હોય અને ડોકટર તેમનું સ્વાસ્થય ચકાસે તે એકને એક બે જેવી વાત છે. આમછતાં ચેનલોમાં આ સમાચારોને બ્રેકીંગ ન્યુઝમાં સ્થાન મળી રહ્યું છે. જે સ્થળે આંદોલન થવાનું હોય તે સ્થળે કચરાનાં ગજં ખડકાયેલા હોય અને તે મહાનગરપાલિકા દ્રારા ઉપાડવામાં આવે તો તે પણ બ્રેકીંગ ન્યુઝનાં નામે બતાવવામાં આવે છે. લોકો અન્ના હઝારેનાં સમાચારોને એક પ્રકારની ઉત્સુકતાથી જોઇ રહ્યાં છે પરંતુ યારે આવા 'કચરા' જેવા સમાચારો બ્રેકીંગ ન્યુઝનાં નામે ઠોકી બેસાડવામાં આવે છે ત્યારે આજ ચેનલોની ન્યુઝ સેન્સ અંગે ચર્ચા કરતા થઇ જાય છે. સમાચારોની હરીફાઇમાં કુતરૂ માણસને કરડે તો પણ અને માણસ કુતરાને કરડે તો તે બ્રેકીંગ ન્યુઝનાં નામે જ પ્રસારીત કરવામાં આવે છે. એક મિત્રએ તો આ બ્રેકીંગ ન્યુઝની સરસ વ્યાખ્યા કરી છે. તેના મતે જેની ન્યુઝ વેલ્યુ ઝીરો હોય અને તેને તોડી મરોડીને રજૂ કરવામાં આવે તેને બ્રેકીંગ ન્યુઝ તરીકે ખપાવી દેવામાં આવે છે. ઓગસ્ટ મહિનો આખો સમાચાર માધ્યમોમાં અન્ના છવાયેલા રહ્યાં છે પરંતુ તે પહેલાનાં સમયમાં લોકોએ ટેલિવિઝન ઉપર સતત એ.રાજા, કનીમોઝી અને સુરેશ કલમાડીનાં કૌભાંડી ચહેરાઓ જોયા છે અને તેઓ તો એવું પણ વિચારતાં હશે ભલુ થજો અન્ના હઝારેનું કે જેને કારણે તેમને થોડા દિવસ રાહત મળી છે. એક વર્ગ એવું પણ માને છે કે સમાચાર માધ્યમો જે બાજુ ઢાળ હોય તે બાજુ દોડતાં હોય છે પરંતુ અન્નાનાં સમાચારોમાં અન્ના સિવાયની કેટલીક વાસ્તવિકતા પણ આ માધ્યમોએ રજૂ કરવાની જરૂર હતી. દેશમાં કોઇપણ કાયદો બનાવવો હોય તો તેના માટે સંસદની મંજુરીની જરૂરીયાત રહે છે નહીં કે કોઇ એક વ્યકિતની ઇચ્છાથી. પછી ભલે તે અન્ના હઝારે હોય કે તેમના જેવા બીજા હારો હોય. કોઇપણ માગણી કે દરખાસ્તને કાયદાનું સ્વરૂપ આપવું હોય તો સંસદની મંજુરીની જરૂરીયાત રહે છે તે વાત પણ મીડીયાએ ગાઇ વગાડીને કહેવાની જરૂર હતી પરંતુ આ કર્ટસી મીડીયા ચુકી ગયું છે.

Top of page

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.