|
|
| |
 |
કોલાવેરી કે ગાલાવેલ |
 |
 |
|
|
| |
`f¡i v$h¡ |
|
 |
|
|
| |
કવિ દલપતરામે એકવાર કહયું હતું કે 'ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે ઇ શૂર'. દલપતરામની વાત સાચી છે. અભિવ્યકિતમાં શબ્દોની કે ભાષાની કયાં જરૂર છે અને આ વાત અત્યારે ટીવીમાં અને અખબારોમાં એક તામિલિંગ્લીશ (તમીલ ઈંગ્લીશ) ગીત સાંભળ્યા પછી અવશ્યપણે સમજાય જાય છે. અત્યારે ચારે તરફ કોલાવેરી કોલાવેરી થઇ રહયુ છે. અર્થ ખબર હોય કે ન હોય સૌ કોઇ ઝીંકયે જાય છે. રજનીકાંતના જમાઇ ધનૂષે કોઇ જાતની તૈયારી કર્યા વગર કે લિરિકસનો મેળ બેસાડયા વગર ગાયેલુ આ ગીત ટીવી મીડિયામાં સાઇટ ઉપર ધૂમ મચાવી રહયું છે.
કોલાવેરીના આ ગીતમાં કયાંય એવા શબ્દો નથી કે જેનો ગૂઢાર્થ નીકળતો હોય. ૮૦ના દાયકા સુધીની ફિલ્મોના ગીત અને તેનાં શબ્દો લોકો આજે પણ મોજથી ગણગણે છે. પરંતુ પછીના સમયમાં જે ગીત આવ્યા તેનાં શબ્દોએ તો દાટ વાળ્યો છે. ઘણી વખત તો ગીત છે કે જોડકણા એ ખબર પડતી નથી. કોલાવેરીના ગીતમાં પણ આમ જોવા જઇએ તો જોડકણા જ છે. પરંતુ આ જોડકણા સુપરડુપર હીટ ગયા છે. લોકો અને ખાસ કરીને યુવા પેઢી આ ગીત મસ્ત બનીને ગણગણી રહી છે. આર્યની વાત એ છે કે, હજુ આ કોલાવેરીનું આલ્બમ બહાર નથી આવ્યું ત્યાં તેની નકલ બનવા લાગી છે. અમદાવાદના આર.જે. રોશન અને અદી ઉપરાંત રાજકોટનાં શૈલેષ–ઉત્પલની જોડીએ પણ ગુજરાતી આલ્બમ બનાવી નાખ્યુ છે. સોનું નિગમે પણ વધુ આકર્ષણ ઉભુ કરવા પોતાના ચાર વર્ષના પુત્ર નેવાન પાસે કાલીઘેલી ભાષામાં આ ગીત ગવડાવ્યું છે. ટૂંકમાં ટીવીમાં અને ઇન્ટરનેટ ઉપર કોલાવેરીની ધૂમ મચેલી છે. આવો અહીં આ ઓરીજીનલ કોલાવેરી અને તેની ઉપરથી બનાવાયેલા લોકલ કોલાવેરીની મમળાવીએ.
સુપ સોંગ, ફલોપ સોંગ, વ્હાય ધીઝ કોલાવેરી કોલાવેરી ડી, ડાન્સ લા, મુન, મુન, કલર, વ્હાઇટ વ્હાઇટ, વ્હાઇટ બેકગ્રાઉન્ડ, નાઇટ–નાઇટ, કલર બ્લેક બ્લેક, વ્હાય ધીઝ કોલાવેરી કોલાવેરી ડી, વ્હાઇટ સ્કીન ગર્લ ગર્લ, ગર્લ હાર્ટ બ્લેક બ્લેક, આઇઝ આઇઝ મીટ મીટ, માઇ ફયુચર ડાર્ક, વ્હાય ધીઝ કોલાવેરી કોલાવેરી ડી, પા પા પા પા પા પા, સરીયા વાસી સુપર મામા રેડી, વન, ટુ, થ્રી, ફોર ઓકે મામા નાવ ટયુન ચેન્જ, ઓન્લી ઈંગ્લીશ, હેન્ડ ગ્લાસ,ગ્લાસ સ્કોચ, આઇસ ફુલ ટીયર, એમ્પટી લાઇફ ગર્લ કમ, લાઇફ રીવર્સ ગીયર, લવ–યુ લવ–યુ ઓહ માય લવ–યુ, કાઉ–કાઉ હોલી કાઉ, આઇ વોન્ટ યુ હીયર નાઉ, ગોડ આઇ એમ ડાઈંગ નાઉ, સી ઇઝ હેપી હાઉ, ધીઝ સોંગ ફોર સુપ બોયઝ, વી ડોન્ટ હેવ ચોઇસ વ્હાય ધીઝ કોલાવેરી કોલાવેરી ડી.
રજનીકાંતના જમાઇ ધનુષના આ કોલાવેરી સોંગ ઉપરથી ગુજરાતીમાં પણ કોલાવેરી સોંગ બનવા લાગ્યા છે. અમદાવાદના આર.જે. રોશન અને અદીએ આવું જ કાંઇક ગીત બનાવ્યું છે. વ્હાય ધીઝ છોકરી ઓલ્વેઝ ખર્ચાડી, કાયમ પાર્ટી માંગે યાર, ખાલી માંગે આપે કોઇ દિવસ નહિ, વ્હાય ધીઝ છોકરી ઓલ્વેઝ ખર્ચાડી, પૈસાય ઉધાર લેવા પડે ને પાછા વસૂલ પણ ન થાય, મારી પાસે બાઇક–બાઇક, છોકરી માંગે કાર–કાર, મારો બાપો બેન્કમાં કલાર્ક હું તો નવરો બેકાર–બેકાર, વ્હાય ધીઝ છોકરી ઓલ્વેઝ ખર્ચાડી, કાયમ માંગે ગીફટ–ગીફટ, ડીનર કેન્ડલ લાઇટ–લાઇટ, નાની–નાની વાત બગડે, ચાલુ કરીદે ફાઇટ–ફાઇટ, મનાવા આપો ચોકલેટ ૧૦૦વાળી વ્હાય ધીઝ છોકરી ઓલ્વેઝ ખર્ચાડી, ટાઇમ પર કેમ નહી આવ્યો ? ફોન કેમ નથી કરતો ? ચા ચા ચા ચા ચા ચા ચા ચા
બધી વાતોમાં ચા ચા ચા યુ લવ મી ના જાનુ, સ્વીટુ, સોના, મને આ અપાવને પ્લીઝ તમારી સાથે પણ થતું હશે નહિ, એક, બે, ત્રણ, ચાર ચાલ ભાઇ હવે બહુ બ્રેક લીધા લાંબુ ગા, ખાઇ લે પ્લીઝ, ખાવુ ન હોય તો ખર્ચેા કેમ કરાવે ? જાનુ કેશે બાબુ કયે તોય આવવા ન દે નીયર નીયર, ભાઇ જોશે પપ્પાને કેશે દુનિયાભરના ફીયર ફીયર, પછી હેઇટ હેઇટ ફરી લવ–લવ નવી ગીલ્લી નવો દાવ, રીસાવ–રીસાવ, મનાવ–મનાવ, પછી રોજનો નવો દાવ, ના કરુ ખર્ચેા તો મોં ઉપર બોલે કંજૂસ કંજૂસ અહીંથી જા જાઉં છુ બીજા જોડે બર્ગર ખાવા તુ વડાપાઉં ખા, મને કહે કંજૂસ પોતાને બીચારી, વ્હાય ધીઝ છોકરી ઓલ્વેઝ ખર્ચાડી.
આજ રીતે રાજકોટના શૈલેષ ઉત્પલે પણ કોલાવેલી ઉપર બે બે ગુજરાતી ગીત બનાવ્યા છે. તેમણે લખેલા શબ્દો કાંઈક આવા છે. ક્રિષ્ના સોંગ, રાધા સોંગ, વ્હાય ધીઝ કાના મારી મટકી ફોડી તે આવડી, વ્હાય ધીઝ કાના તારી ફેવર કરે છે માવડી, કાનજી કહે ઓ રાધા...રાધાજી કહે હું રાધેડી, વનરાતે વનને માર્ગે માંડી વાટડી, રાધા તો વ્હાઈટ વ્હાઈટ, છેલ છેબીલો કામણગારો કાનુડો તો બ્લેક બ્લેક, વ્હાય ધીઝ કાના મારી વેરણ થઈ રાતડી, ઓ માખણ માટે શાને કરે છે તું તો ફાઈટ ફાઈટ, લવ લવ રીસાણા લવ તોય મને ગમે તુ બવ, કવ કવ કેમ કવ, તારી દીવાની છવ, કાના આઈ વીલ ડાઈંગ નાવ, જાણે છે લોકસવ તુ સીતારો સૌને પ્યારો, રાધાનો છે લવ, વ્હાય ધીઝ કાના, મારી મટકી ફોડી આવડી.
આજ રીતે બીજા એક ગુજરાતી આલ્બમમાં કોલાવેરી ઉપર અદભુત શબ્દ લખાય છે જેમાં હાય ગર્લ વ્હાય ધીઝ છોકરી બ્રેક મારી આખં મારતી, સીટીયુ મારે, ગાયે ધુન, ધૂમનું રાખે બાઈક બાઈક, જીન્સ પહેરે ટાઈટ ટાઈટ.
આ બધા શબ્દો સાંભળ્યા અને વાંચ્યા પછી એટલીસ્ટ એવું લાગે છે કે આ આલ્બમમાં માત્ર શબ્દોની મેળ માથા વગરની માયાજાળ છે. આમ છતાં આ બધા ગીત ગણગણવા ગમે એવા છે. ચારે તરફ કોલાવેરીની ધૂમ મચી રહી છે ત્યારે આ બધા ગીતોની ભાષા સાંભળીને એક બુઝુર્ગ સ્વગત બોલી ઉઠયા હતા કે કોલાવેરીની ભાષા તો ગાલાવેલી ગાલાવેલી જેવી છે.
|
 |
|
|
|