૨૦૧૨નું વર્ષ પણ સડસડાટ ચાલવા લાગ્યું છે. કેલેન્ડરમાં જેમ તારીખિયું બદલાય તેમ બધું રોજેરોજ બદલાઇ રહ્યું છે. ઈન્ફેકટ ઝડપભેર બદલાઇ રહ્યું છે. સમય બદલાઇ રહ્યો છે, માનવી બદલાઇ રહ્યો છે, તેનો વ્યવહાર બદલાઇ રહ્યો છે, અપેક્ષાઓ બદલાઇ રહી છે, (તેનો સ્વભાવ નથી બદાલતો એ જુદી બાબત છે), નવી પેઢી બદલાઇ રહી છે, જુની પેઢી બદલાઇ રહી છે, વક્રો બદલાઇ રહ્યા છે, કુર્તિ–પાયજામાનું સ્થાન જીન્સ–ટીશર્ટે લઇ લીધું છે, દરજી પાસે સીવડાવેલા શર્ટ–પેન્ટનું સ્થાન બ્રાન્ડેડ વેર્સે લઇ લીધું છે, મોપેડનું સ્થાન બાઇકે લઇ લીધું છે, છાસ પીવાનું ઘટતું જાય છે અને બીયર વધતું જાય છે, ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે, પાળવાનું ઘટતું જાય છે અને કૂતરા પાળવાનું વધતું જાય છે, ચાલવાનું ઘટતું જાય છે અને 'સ્કૂટરવાનું' વધતું જાય છે, વિચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું જાય છે, લોહીની સગાઇની અને લસંબંધની બોલબાલા ઘટતી જાય છે અને મનમેળના માનપાન વધતાં જાય છે, મા–બાપની કડકાઇ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે, ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાની જગ્યા પીઝાનું ચલણ વધતું જાય છે,
૦૧૨માં પૃથ્વીનો નાશ થવાનો છે તેવી અફવાઓ જાણીને અંદરથી ડરી ગયેલો માણસ દરરોજ અખબારોમાં છપાતી ભવિષ્યવાણી વાંચતો થઇ ગયો છ
લીંબુનું સરબત એકાએક લીમકા બની જાય છે, યુગલ હોય એવા કપ–રકાબીની જગ્યાએ વાંઢો 'મગ' આવી જાય છે, ઘરે–ઘરે ગૃહિણીઓ કહેતી થઇ છે 'આજે બહાર જમી આવીએ', સ્કૂટર નારી મુકિતનું વાહન બની રહ્યું છે. જુની આંખે નવા તમાશા જોવાની પણ એક મજા હોય છે. આવી મજા ન માણી શકે તેવી અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે. ઘડપણ મનની અવસ્થા છે. નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ હોતી નથી. કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા જ રહે છે. બાથરૂમમાં દિવસ પૂરતું અજવાળું હોય તોય લાઇટ ચાલુ કરીને સ્નાન કરવાનું નવી પેઢીના યુવક–યુવતીઓને ગમે છે. ઓછા પાવરનો બલ્બ અમને બિલકુલ ગમતો નથી. શિયાળામાં પણ ફ્રીઝનું ઠંડું પાણી પીવાનું એમને ગમે છે. શિયાળામાં પણ પંખો ચાલુ રાખીને સૂઇ જવાનું વ્યસન કેળવાતું જાય છે, પૈસા વધારે ખર્ચાઇ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે, જુની પેઢીને બગાડ પજવે છે, નવી પેઢીને બગાડ પજવતો નથી. જમાઇઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઇ જેવા થતા જાય છે. ફિલ્મોની અને ફિલ્મોમાં આવતાં ગાયનોની વ્યાખ્યાઓ પણ બદલાતી જાય છે. પહેલા ફિલ્મોમાં હિરોઇન માત્ર પ્રેમના અને વિયોગના ગીત ગાતી પરંતુ હવે હિરોઇન ઉપર જ આઇટમ સોંગ ફિલ્માવવામાં આવે છે. અહીં કહેવાનો અર્થ એ છે કે દુનિયા ઝડપથી બદલાતી જાય છે. બદલાતા જતાં સમયની સાથે ડગ ભરવા માગતો આજનો માનવી સ્વભાવગત રીતે બદલાઇ શકતો નથી. નાની નાની વાતમાં કુથલી કરવી, અમથેઅમથી શંકાઓ કરવી બે–પાંચ વર્ષ જૂની વાતો કાઢીને પોતાના પ્રિય પાત્ર સાથે ઝઘડા કરવા, સંબધં કરતાં પૈસાને વધુ મહત્વ આપવું, જીદ પકડીને બેસી રહેવું, નકારાત્મકતા રાખવી વગેરે વગેરે બાબતો માણસ છોડી શકતો નથી. માણસ આજે ઉપગ્રહ છોડતો થઇ ગયો છે પરંતુ કોઇના પ્રત્યેનો પૂર્વગ્રહ છોડી શકતો નથી તે આજની સમયની બલીહારી છે. ૨૦૧૨માં પૃથ્વીનો નાશ થવાનો છે તેવી અફવાઓ જાણીને અંદરથી ડરી ગયેલો માણસ દરરોજ અખબારોમાં છપાતી ભવિષ્યવાણી વાંચતો થઇ ગયો છે. પાંચ વર્ષ સુધી રાજકારણીઓને સતત કોસતો મતદાર યારે મતદાન કરવાનો સમય આવે ત્યારે 'ભોળો' થઇને નકામા લોકોને જ ચૂંટતો રહ્યો છે. હોટલમાં જઇને ઠંડાપીણાની બોટલમાં ૪૦ રૂપિયા અને છાશના ૩૦ રૂપિયા ચૂકવનારો માણસ બે રૂપિયાના દાંતણ લેવા માટે દાંતણીયા સાથે ધડ કરતો નજરે પડતો હોય છે. પોલીસ કાંઇ કરતી નથી તેવી સવાર સવારમાં ભાંડતો આજનો માણસ ટ્રાફિક પોલીસ પકડે ત્યારે કો'ક સાથે મોબાઇલ પર વાત કરાવીને છૂટતો પણ જોઇ શકાય છે. ૨૦૧૨નું વર્ષ શરૂ થઇ ગયું છે અને આગળ કહ્યું તેમ સડસડાટ આગળ પણ વધવા લાગ્યું છે પરંતુ માણસ જો પોતે સ્વભાવગત નહીં બદલે તો નવા વર્ષમાં પણ તેને બધી જાતની મુશ્કેલીઓ, વિટંબણાઓ, તકલીફો, દુ:ખો અને મગજમારીઓ વીંટળાયેલી રહેશે.
|