Sports Sports – Aajkaal Daily

Sports Lattest News

 • rohit-sharma
  આજે ભારત-શ્રીલંકા વન ડે ટી-20 ટીમની જાહેરાત, રોહિત શર્મા બની શકે છે કેપ્ટન

  શ્રીલંકા વિરૂદ્ધ વન ડે અને ટી-20 સીરિઝ માટે આજે ભારતીય ટીમની જાહેરાત થશે. રિપોટ્ર્સ અનુસાર બીસીસીઆઇ આ સીરિઝ માટે ટીમમાં મોટા બદલાવ કરી શકે છે. કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે. ભારતીય કેપ્ટન વિરાટને શ્રીલંકા સામેની શ્રેણી બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ કોઇ બ્રેક મળવાનો નથી.વિરાટની જગ્યાએ ટીમની કમાન રોહિત શમર્નિે સોપવામાં આવી શકે છે. … Read More

 • jadeja
  રવીન્દ્ર પર પ્રતિબંધની ‘તલવાર’ 2019 સુધી લટકતી રહેશે

  શ્રીલંકા વિદ્ધ કોલંબો ટેસ્ટ મેચનો બીજો ટેસ્ટ મેચ જીતાડવામાં ઓલરાઉન્ડ ભૂમિકા ભજવનારા ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને પોતાના ગુસ્સાને કારણે પલ્લેકલમાં શ્રેણીના ત્રીજા ટેસ્ટ મેચમાં બહાર બેસવું પડશે પરંતુ જો બધા લોકો એમ વિચારતા હોય કે આ પછી જાડેજાએ કોઈ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે તો એ વાત બિલકુલ ખોટી છે. બહ ઓછા લોકો જાણતાં … Read More

 • virat
  વિરાટની વણથંભી ભાગદોડ: 12 મહિના, 43 મેચ અને 90,000 કિલોમીટરનો પ્રવાસ

  ભારતીય ક્રિકેટમાં અત્યારે વિરાટ કોહલી જેટલો વ્યસ્ત ખેલાડી બીજો કોઈ નથી. ત્રણેય ફોર્મેટમાં તે રમે તો છે જ, ત્રણેય ટીમની કેપ્ટન્સી પણ સંભાળે છે. તે બધા જ પ્રવાસોએ જાય છે અને દરેક સિરીઝની પ્રત્યેક મેચ રમે છે. વિરાટ છેલ્લા 12 મહિના દરમિયાન ખભાની ઈજાને કારણે ધરમશાલાની ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-મેચને બાદ કરતા ભારતની બધી જ 43 … Read More

 • india team test
  85 વર્ષમાં પહેલી વખત ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચવાના આરે

  પોતાના 85 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર એક વખત વિદેશી ધરતી પર કોઈ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ મેચ જીતનારી ભારતીય ટીમને હવે શ્રીલંકા વિધ્ધ વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ન માત્ર લગભગ 50 વર્ષ બાદ આ ઉપલબ્ધી દોહરાવવાની પરંતુ વિદેશમાં પહેલી વખત ત્રણ ટેસ્ટ મેચ જીતવાની સોનેરી તક મળી શકે છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા … Read More

 • sreesanth
  શ્રીસંતને મોટી રાહત: કેરળ HC એ હટાવ્યો BCCIનો લાગવેલ બૅન

  કેરળ હાઈકોર્ટે ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંત પર લાગેલા બીસીસીઆઈના બેનને હટાવી દીધો છે. મેચ ફિક્સિંગના આરોપો બાદ બીસીસીઆઈએ તેના પર લાઈફટાઈમ બેન લગાવી દીધો હતો. જે પછી તેનું ક્રિકેટ કરિઅર લગભગ સમાપ્ત થઈ ગયું હતું. જોકે, હવે શ્રીસંતના ફેન્સને આશા છે કે તે ટૂંક સમયમાં ફિલ્ડ પર જોવા મળશે. શ્રીસંત પર આઈપીએલ-6માં સ્પોટ ફિક્સિંગના … Read More

 • kohli
  પૂજારાના વખાણ કરી તેને ભારતનો શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન ગણાવતો કોહલી

  ચેતેશ્ર્વર પૂજારા ભારતની ટીમનો શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન છે અને રન કરવાની તેની ભૂખ તથા તેની માનસિક શક્તિ તેને એક સારા ક્રિકેટર બનાવવામાં મદદગાર બની છે, એમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અહીં કહ્યું હતું. પૂજારાએ 133 અને અજિંક્ય રહાણેએ 132 રન કરી તથા બંને વચ્ચે 217 રનની ભાગીદારી નોંધાવી ભારતને પહેલા દાવમાં નવ વિકેટે 622 રનના … Read More

 • miyadad
  આઈસીસીની સ્પર્ધામાં ભારતનો બહિષ્કાર કરો: મિયાંદાદની પીસીબીને અરજ

  પાકિસ્તાનના મહાન ક્રિકેટર જાવેદ મિયાંદાદે આઈ.સી.સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની સ્પર્ધાઓમાં ભારત સામેની બધી મેચનો બહિષ્કાર કરવાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પી.સી.બી.)ને અરજ કરી છે. રાષ્ટ્ર્રીય ટીમના કોચ તરીકે પણ રહી ચૂકેલ ૧૨૪ ટેસ્ટ મેચનો અનુભવ ધરાવતા પીઢ નિવૃત્ત ખેલાડી મિયાંદાદે કહ્યું હતું કે પાકિસ્તાને રાષ્ટ્ર્રના હિત તથા ગૌરવને ધ્યાનમાં રાખી ક્રિકેટ મેચો માટે ભારત સામ Read More

 • team-india
  ત્રીજા દિવસના અંતે ફોલોઓન રમતા શ્રીલંકાના 2 વિકેટે 209 રન

  ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ફોલોઓન રમતા શ્રીલંકાએ 2 વિકેટ ગુમાવી 209 રન બનાવ્યા હતા. કરૂણારત્ને 92 અને પુષ્પાકુમારા 2 રને અણનમ રહ્યાં હતા. શ્રીલંકા હજુ ભારતથી 230 રન પાછળ છે. આ પહેલા ભારતે યજમાન શ્રીલંકાને પ્રથમ ઇનિંગમાં 183 રનમાં ઓલ આઉટ કરી નાખ્યુ હતું. અને ફોલોઓન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે … Read More

 • indian test match
  કોલંબાે ટેસ્ટ : ભારતના નવ વિકેટે 622 રન દાવ ડિકલેર

  કોલંબાેના સિંધાલી સ્પાેટ્સૅ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારતના નવ વિકેટે 622 રન દાવ ડિકલેરના જવાબમાં રમત બંધ રહી ત્યારે યજમાન શ્રીલંકાએ બે ગુમાવી 50 રન બનાવ્યા હતા. શ્રીલંકન ટીમ ઉપર ફોલોઆેનું સંકટ તાેળાઈ રહ્યું છે. ભારતે જંગી જુમલો ખડક્યા બાદ શ્રીલંકાને આવતીકાલે ત્રીજા દિવસે ખુબ સાવધાનીપૂર્વક રમતને … Read More

 • pujara
  કોલંબાે ટેસ્ટ : ભારતના ત્રણ વિકેટે 344, પુજારા છવાયો

  કોલંબાેના િંસઘાલી સ્પાેટ્સૅ ક્લબ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે ભારતે ઝડપથી બેટિંગ કરીને ત્રણ વિકેટે 344 રન ખડકી દીધા હતા. આ શ્રેણીમાં શાનદાર ફોર્મ જાળવી રાખીને ચેતેશ્વર પુજારાએ પાેતાની ટેસ્ટ કેરિયરની વધુ એક સદી ફટકારી હતી. સાથે સાથે આ શ્રેણીની બીજી સદી પુરી કરી હતી. આજે રમત બંધ રહી … Read More

Most Viewed News
VOTING POLL