Sports Sports – Page 24 – Aajkaal Daily

Sports Lattest News

 • jadeja
  આઇસીસી રેન્કિંગમાં અશ્વિન, જાડેજાએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું

  રવિચંદ્રન અશ્ર્વિન અને રવીન્દ્ર જાડેજાની ભારતના સ્પિનરોની જોડીએ આઈ.સી.સી.ના નવા જાહેર કરાયેલ ટેસ્ટ ક્રમાંકોમાં બોલરોની યાદીમાં ટોચના બે સ્થાન જાળળ્ી રાખ્યા હતા અને સુકાની વિરાટ કોહલી બેટિંગ વિભાગમાં સ્ટીવ સ્મિથથી એક ક્રમ નીચે હતો. અશ્ર્વિન (૮૮૭ પોઈન્ટ) તથા જાડેજા (૮૭૯ પોઈન્ટ) અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને હતા અને પાકિસ્તાન સામે સારો દેખાવ કરનાર ઓસ્ટ્રેલિયાનો સીમર … Read More

 • jadeja
  ખંઢેરી સ્ટેડિયમમાં ચેતાશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાની સટાસટી

  ખંઢેરી સ્ટેડિયમમાં ઈન્ટર ડિસ્ટિ્રકટ ટી–૨૦ ટૂર્નામેન્ટના સેમિફાઈનલ મેચમાં આજે ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજા પૂરબહારમાં ખીલ્યા હતાં અને જોરદાર સટાસટી બોલાવી હતી. રાજકોટ અને જામનગર વચ્ચે રમાયેલા આ મેચમાં જામનગરનો ૧૦ રને વિજય થયો હતો. આ મેચમાં ચેતેશ્વર અને રવિન્દ્ર બન્નેએ ૭૪–૭૪ રન ફટકાર્યા હતાં. આ મેચમાં ટોસ જીતી જામનગરે પ્રથમ બેટિંગ પસદં કરી હતી … Read More

 • Selection
  ઈંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત: ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલી કપ્તાન

  ઇંગ્લેન્ડ વિરૂધ્ધ વનડે અને ટી-20 સામેની સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી, જેમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થયો છે તો મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટન તરીકે રાજીનામું આપતાં વિરાટ કોહલીને સુકાન સોંપવામાં આવ્યું છે. જાહેર કરાયેલી ટીમ ઇન્ડિયાની ટીમમાં લાંબા સમય બાદ યુવરાજસિંહને સ્થાન મળ્યું છે. ડોમેસ્ટિક લેવલ પર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યો … Read More

 • virat-kohli-pti-m
  બેંગ્લુરુ ઘટના પર ‘વિરાટ’ રોષ: મૂકસાક્ષીઓ એ પોતાને પુરુષ કહેવાનો હક્ક નથી

  ન્યુ યર નાઈટ દરમિયાન બેંગલુરુમાં મહિલાઓ સાથે થયેલી છેડતીના મુદ્દે ક્રિકેટર વિરાટ કોહલી પણ ઘટનાના વિરોધમાં આગળ આવ્યા છે. વિરાટે કહ્યું છે કે દેશ બધા માટે સુરક્ષિત અને સમાન હોવો જોઈએ. મહિલાઓ સાથે અલગ વ્યવહાર ન હોવા જોઈએ. વિરાટે આ દુસ્સાહસિક ઘટનાને શર્મનાક કહી હતી અને બધાને તેના વિરોધમાં એકજુટ થવાની અપીલ કરી છે. આ … Read More

 • BCCI
  બીસીસીઆઈના નામે ક્રિકેટને બચાવવા ક્રિકેટ માંધાતાઓ એક થશે: કાલે બેંગ્લોરમાં બેઠક

  સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમિટીની ભલામણોના પક્ષમાં ચુકાદો અપાયા બાદ બીસીસીઆઈના તમામ તાકાતવર અધિકારીઓ એક થવા જઈ રહ્યા છે. બોર્ડના પૂર્વ પ્રમુખ એન.શ્રીનિવાસને શનિવારે એક બેઠક બોલાવી છે જેમાં રાજ્ય ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ ભાગ લેશે. આ બેઠકનો હેતુ એવો છે કે બેઠક દરમિયાન તમામ અધિકારીઓ કોર્ટના ચુકાદા બાદ આગળની રણનીતિ નક્કી કરશે. આજે બીસીસીઆઈના જે … Read More

 • team india
  આજે વન-ડે અને ટી-20 માટે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત: કોહલીને મળશે નેતૃત્વ

  પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમ સામે 15મી જાન્યુ.થી રમાનારી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ભારતની ટીમની પસંદગી કરવા આજે અહીં ભૂતપૂર્વ વિકેટકીપર એમ.એસ.કે. પ્રસાદના અધ્યક્ષપદ હેઠળ યોજાનારી રાષ્ટ્રીય સિલેક્ટરોની બેઠકમાં વિરાટ કોહલીને કેપ્ટનપદે નીમવાની કરાતી આશા સાથે ભારતનું મર્યિદિત ઓવરનું ક્રિકેટ નવા યુગમાં પ્રવેશ કરશે. મહેન્દ્ર સિંહ ધોનીએ મર્યિદિત ઓવર Read More

 • dhoni
  ધોનીએ વન-ડે અને ટી-20ની કેપ્ટનશિપ શા માટે છોડી?

  ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સફળ કેપ્ટનોમાં ગણાતા મહેન્દ્ર સિંહ ધોનીએ બુધવારે કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ એક નિવેદન જાહેર કરી આ માહિતી આપી હતી. ધોની ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરીઝમાં કેપ્ટન તરીકે નહીં રમે. ધોનીએ અચાનક આ નિર્ણય કેમ કર્યો તે અંગે બીસીસીઆઈએ કંઈ કહ્યું નથી અને ધોની તરફથી પણ કોઈ પ્રતિક્રિયા … Read More

 • CRICKET-WORLD-ICCT20-IND-AUS
  ઇંગ્લેન્ડ સામે ODI શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની કાલે જાહેરાત: નવોદિતને મળી શકે તક

  5 જાન્યુઆરીએ ઇંગ્લેન્ડ સામે વન ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થશે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમમાં નવોદિતોને તક આપવામાં આવી શકે છે. જેમાં ઋષભ પંત તેમજ શાહબાઝ નદીમનો સમાવેશ થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 15 જાન્યુઆરીથી ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. રિષભ પંત ભારતીય … Read More

 • CRICKET-AUS-PAK
  ભારત પ્રવાસ પૂર્વે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ દુબઇમાં પ્રેક્ટિસ કરશે

  ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત ખાતેની આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં દુબઈમાં પ્રેક્ટિસ કરવાનો વિચાર કરે છે. એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. વિશ્ર્વની ટોચના ક્રમની ટીમ સામે આવતા મહિને રમાનારી ટેસ્ટ શ્રેણી માટેનો પ્રવાસ ઓસ્ટ્રેલિયા માટે ઘણો કપરો ગણવામાં આવી રહ્યો છે, જેણે 2004થી ભારતની ભૂમિ પર કોઈ ટેસ્ટ મેચ જીતી નથી. દુબઈની સ્ટેટ ઑફ ધી આર્ટ ઈન્ટરનેશનલ … Read More

 • bcci-
  BCCI ઉપર સુપ્રીમનો હથોડો: અનુરાગ ઠાકુર-અજય શિર્કેની હકાલપટ્ટી

  ભારતીય ક્રિકેટ ઈતિહાસનો આજે સૌથી મોટો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે આજે બીસીસીઆઈ ઉપર હથોડો પછાડતાં પ્રમુખ અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેની હકાલપટ્ટી કરી નાખી છે. આ સાથે જ અનુરાગ ઠાકુર ઉપર કોર્ટની અવમાનનાનો કેસ પણ ચલાવવા આદેશ આપ્યો છે. આ સિવાય નવા અધિકારી ન નીમાય ત્યાં સુધી બીસીસીઆઈનું કામકાજ ઉપપ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરી સંભાળશે. … Read More

Most Viewed News
VOTING POLL