ટાટાના મુન્દ્રા પાવર પ્લાન્ટ સામે અમેરિકી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

May 22, 2018 at 11:46 am


ગુજરાતના મુન્દ્રા પાવર પ્લાન્ટના પ્રોજેકટ સામે ગ્રામવાસીઓ અને ખેડૂતો તથા માછીમારોએ કરેલી અપીલ અમેરિકી સુપ્રીમ કોર્ટે દાખલ કરી લીધી છે.
આ ટાટા મુન્દ્રા પાવર પ્લાન્ટ સામે ગ્રામવાસીઓનો વિરોધ રહ્યો છે અને પ્રોજેકટને ફંડ આપ્નાર અમેરિકા સ્થિત ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન છે.
આ અમેરિકી સંસ્થાએ પણ પયર્વિરણીય નુકશાનની તપાસ કયર્િ વગર પ્રોજેકટને ફંડ આપી દીધું છે તેવી દાદ માગવામાં આવી છે. અમેરિકી સુપ્રીમ કોર્ટ આ અપીલ પર ઓકટોબરમાં સુનાવણી કરશે.
બુધા ઈસ્માઈલ જામ નામના ગ્રામવાસી તેમજ અન્ય માછીમારો અને ખેડૂતોએ અપીલમાં એવું કારણ આપ્યું છે કે, મુન્દ્રાના કોલસા આધારિત પાવર પ્લાન્ટના પ્રોજેકટથી પયર્વિરણને મોટી નુકસાની પહોંચી છે.
અરજદારોએ એવી ફરિયાદ પણ કરી છે કે, ટાટાનો મુન્દ્રા પાવર પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય પયર્વિરણીય માપદંડો સાથે મેચ થતો નથી અને પયર્વિરણને ભયંકર નુકસાન કરે છે.
હવે અમેરિકી સુપ્રીમ કોર્ટ એ વાતની ખરાઈ કરશે કે, અમેરિકાની સંસ્થાને આવા પ્રોજેકટ માટે ફંડ આપવા માટેની સ્વાધીનતા કે અધિકાર છે કે નહીં.
આ પહેલા નીરાલી અદાલતોએ અરજદારોની અરજી ફગાવી દીધી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો હતો સુપ્રીમે પણ ફરમાવ્યું હતું કે, આ સંસ્થાને આવા ફંડનો અધિકાર છે.
1945ના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઈમ્યુનિટી એકટ હેઠળ અમેરિકા સ્થિત નાણાંકીય સંસ્થા પ્રોજેકટ માટે ફંડ આપી શકે છે તેવી દલીલ અંગે હવે અમેરિકી સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.

print

Comments

comments

VOTING POLL