બાળકોની માનસિક સમસ્યા ઘટાડવામાં ટીચર્સની મદદ વધુ અસરકારક

March 6, 2018 at 6:46 pm


સ્કૂલના ટીચર્સ જો સક્રિય રહે તો બાળકોના માનસિક સ્વાસ્થ્યની સારવારમાં નાેંધનીય ફાયદો થઈ શકે છે. અમેરિકાની ફલોરિડા ઈન્ટરનેશનલ યુનિવસિર્ટીના સંશોધકોનું માનવું છે કે, સ્કૂલમાં જ જો બાળકને ટ્રેડિશનલ મેન્ટલ હેલ્થ સવિર્સ પ્રાેવાઈડ થતી હોય તો એનાથી બાળકોની માનસિક અવસ્થામાં ઘણો જ ફરક પડી શકે છે. માનસિક સમસ્યા માટે ખાસ ડોકટર પાસે મળવા જવું, સ્કૂલ સિવાયનો સમય ફાળવવો અને માનસિક સારવાર માટેનો વક સામાજિક દ્રિષ્ટકોણ હોવાથી બાળકોમાં એની માઠી અસર પડી શકે છે. જયારે સ્કૂલમાં ટીચર્સ દ્વારા જ જરૂરી કાઉન્સેલિંગ, ખાસ સેશન્સ વગેરે પ્રાેવાઈડ કરવામાં આવે તો એનાથી મેન્ટલ સમસ્યાઆે વધુ પ્રાેફેશનલી અને અસરકારક રીતે ધ્યાનમાં લેવાય છે. ખૂબ નાની ઉંમરે સ્કૂલોમાં જ સાઈકોલોજિકલ કાઉન્સેલિંગ મળે તો સારવારની દિશા, પધ્ધતિ અને તીવ્રતા ત્રણેયમાં નાેંધનીય ફરક પડે છે. આ સારવારને બાળક કે તેના પરિવારજનો માંદગી તરીકે જોવાને બદલે વિકાસની પ્રક્રિયા તરીકે જોતા હોવાથી ગ્રંથિઆે બંધાવાની સંભાવના પણ ઘટે છે.

print

Comments

comments

VOTING POLL