આ ખાસ વસ્તુથી 10 મિનિટમાં જ ચમકી જશે ચહેરો

July 10, 2018 at 1:37 pm


ચોમાસામાં ત્વચાની સંભાળ રાખવામાં ન આવે તો અનેક સમસ્યાઓ થઈ શકે છે. વાતાવરણમાં થતાં ફેરફારના કારણે ત્વચા તૈલીય થઈ જતી હોય છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા અને ત્વચાને ચમકતી રાખવા માટે એક સરળ ઉપાય અમલમાં મુકી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડશે નહીં.

ટામેટાને ક્રશ કરી અને તેના પલ્પને બરફની ટ્રેમાં ભરી જમાવી દેવો. આ પલ્પ જ્યારે જામી જાય ત્યારે તેનાથી ચહેરા અને ગળા પર મસાજ કરવી. બરફ ઓગળી જાય પછી તેને ૧૦ મિનિટ સુધી ચહેરા પર રાખી પછી સાફ કરી દેવું. ૧૦ મિનિટમાં જ તમારો ચહેરો ચમકી જશે

print

Comments

comments

VOTING POLL