ટોરન્ટોમાં ટ્રકે રસ્તે ચાલતાં 10ને કચડ્યાં

April 24, 2018 at 11:05 am


કેનેડાના ટોરન્ટો ડાઉનટાઉનમાં આજે એક ટ્રકે રસ્તે જતા અનેક લોકોને કચડી નાખ્યાં. આ ભયંકર ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ટોરન્ટો પોલીસે આ અકસ્માત જાણી જોઇને કરાયો હોવાની આશંકા વ્યક્ત કરી છે. ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો પરંતુ થોડા જ સમયમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
મામલાની જાણકારી મળતાની સાથે પોલીસ ત્યાં પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને દવાખાને દાખલ કર્યા હતાં. જ્યાં મોટાભાગે લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આરોપી ડ્રાઇવર એલન મિનાસિયનને આ ઘટનાના અડધો કલાકમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો.
દુર્ઘટના બાદ ડેપ્યુટી પોલીસ ચીફ પીટરે જણાવ્યું કે આ મામલામાં તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ પોલીસને મળેલી માહિતી મુજબ 8-10 રાહગીતોને કચડી નાખ્યા હોવાની વાત સામે આવી હતી.
પોલીસ પ્રમાણે ઘટના યોંગ સ્ટ્રીટ અને ફિંચ એવન્યૂ વચ્ચે થઇ છે. ઘટના દરમિયાન બેકાબૂ ટ્રક પહેલા રસ્તા પાસે આવેલી બિલ્ડીંગની દિવાલને ટક્કર મારી અને પછી ફૂટપાથ અને રસ્તા પર ચાલી રહેલા લોકોને કચડતો આગળ વધ્યો હતો.
આ મામલે કેનેડાના સુરક્ષા મંત્રી રૈલ્ફ ગુડાલે કહ્યું કે, આ ઘટનાનો રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઇ સબંધ નથી. તેમણે ટ્વિટ કર્યું છે કે પોલીસ ઘટનાસ્થળે સમયે પહોંચી ગઇ હતી

print

Comments

comments

VOTING POLL