TVની આ જાણીતી એક્ટ્રેસના લગ્નની તસવીરો થઈ વાયરલ

February 12, 2019 at 8:45 pm


‘સાથ નિભાના સાથિયા’ સીરિયલથી લોકોના દિલોમાં વસનારી પરિદ્ધીએ માંડ્યા પ્રભુતામાં પગલા….

સ્ટાર પ્લસના જાણીતા શો સાથ નિભાના સાથિયાથી ઘર ઘરમાં પરિદ્ધી નામથી ફેમસ બનેલી એકટ્રેસ લવી સાસન લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચૂકી છે. તેણે બોય ફ્રેન્ડ કૌશિક કૃષ્ણામૂર્તિ સાથે શીખ રીતરિવાજથી લગ્ન કર્યા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

લવીના લગ્ન અમૃતસરના ગુરુદ્વારામાં થયા હતા. જેમાં નજીકના લોકો જ હાજર રહ્યા હતા. લવી અને કૌશિકે ઘણા લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ગત વર્ષે માર્ચમાં સગાઇ કરી હતી. બંનેની સગાઇ સાઉથ ઈન્ડિયન રીત રિવાજથી થઈ હતી ત્યારે લવીએ પ્રભુતામાં પગલા માંડતા ટેલીવિઝનની દુનિયામાં પણ લોકોએ તેને શુભેચ્છા પાઠવી છે.

print

Comments

comments

VOTING POLL