(૨) નાઇટ ટાઇમ :- કયાક બહાર જતા હો તો પહેલાં ફેસવોસથી ચહેરો ધોઇ નાંખો અને પછી ફી ફાઉડેશન લગાવો. સુતા પહેલા એકસપોલિએટિંગ ફેસવોશતઈ ચહેરાને જરૂર સાફ કરી લો. સૂતી વખતે નાઇટ ક્રીમ લગાવો.
બ્યુટી ચીકઃ-
(૧) ડે ટાઇમઃ- આખા ચહેરા પર મેકઅપ નહી કરો તો ચાલશે. ચહેરા પર આછો મેકઅપ જરૂર કરો. તે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. બ્લશનો ઓછો અને સોફટ શેડ કે પછી બ્રજિંગ પાવડર ચહેરાને નેચરલ ચમક આપે છે.
(૨) નાઇટ ટાઇમ ઃ- ચીક પર ડાર્કશેડનો બ્લશ કે બ્રજિંગ પાવડર લગાવો. ધ્યાન રાખો કે યોગ્ય પ્રમાણમાં બ્લશ લગાવો. વધુ પડતો બ્લશ લગાવવાથી ચહેરાની રોનક બગડી જાય છે.
હાઇલાઇટ ટીથઃ-
(૧) ડે ટાઇમઃ- દાંત ચમકતા રહેવાથી ચહેરો ખીલેલો લાગે છે. દાંતોને સારી રીતે સાફ કરો. બહાર નીકળતા પહેલા માઉથ વોશ કરો. દાંતોમાં ચમક ન હોય તો લીંબુના છાલને હળવા હાથે દાંત પર રગડો.
(૨) નાઇટ ટાઇમઃ- સૂતા પહેલા દાંતોને બ્રશ જરૂર કરો. પાર્ટીમાં જતા પહેલા માઉથ વોશ કરો.
રોજી લીપઃ-
(૧) ડે ટાઇમઃ- જુદુ લુક આપવા માટે ટિપ્સ પર નેચરલ શેડનો લિપ ગ્લોસ લગાવો. લિપ પેંસિલથી આઉટ લાઇન બનાવો અને તેની અંદર લિપ બ્લોસ ભરી દો. સમય હોય તો લિપસ્ટિક લગાવો.
(૨) નાઇટ ટાઇમઃ- નાઇટમાં તમે કલરની સાથે રમી શકો છો. રેડ, બ્રાઇટ પિંક, ઓરંજ, લિપિસ્ટીક બ્લોટિંગ પેપરથી દબાવીને કાઢી નાંખો.
બ્યુટીફુલ આઇઝઃ-
(૧) ડે ટાઇમઃ- આંખોને ડિઝાઇન કરવા માટે આઇ ક્રીમ લગાવો. આંખોને મોટી બતાવવા માટે મસ્કરા લગાવી શકો છો. આંખોને આકર્ષક બતાવવા માટે ગ્રે, બ્રાઉન, બ્લુ, બ્લેક, બ્લ્યુ કોઇ પણ કલરનો આઇ શેડો લગાવી શકો છો.
(૨) નાઇટ ટાઇમઃ- બ્રો બોન પર હાઇ લાઇટર લગાવો અને લાઇનર લગાવવાનું ન ભુલશો.
સોફટી પરફયુમઃ-
(૧) ડે ટાઇમ ઃ- દિવસમાં આછા પરફયુમનો ઉપયોગ કરો. પરફયુમ વધુ સમય ટકી રહે તે માટે તેને પલ્સ પોઇંટ, કાંડા પર, કાન પટ્ટી પર, ગરદન અને ખભા પર લગાવો.
(૨) નાઇટ ટાઇમ ઃ- રાતના સમયે તીવ્ર પરફયુમનો ઉપયોગ કરી શકો છો. |