Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Vanchan Vishesh
l¡ë\ V$uàk
hp_Nu
âp„kNuL$
A¡fpDÞX$ ^ L$ÞV²$u $
L|$sylg
 
Prasangik
 

સુંદર ત્વચા સ્વાસ્થયની નિશાની

     
 

આપણી ત્વચા તે જ દેખાડે છે જે આપણું શરીર ઈચ્છે છે એટલા માટે તો કહેવાય છે કે શરીર તંદુરસ્ત હોય તો ત્વચા પણ હજાર વોટની જેમ ચમકે છે, એટલા માટે જો તમારે ચમકતી ત્વચા જોઈતી હોય તો શરીર તરફ થોડુંક ધ્યાન આપવું જરૂરી છે.
સૌથી મોટી બાબત તે છે કે પોતાનાં ભોજનની અંદર તે બધા જ પદાર્થોનો સમાવેશ કરો જેમાં વિટામિન એ, સી અને ઈ ભરપૂર માત્રામાં હોય. જરૂરી માત્રાની અંદર ફેટ્સ, તરળ અને ખનિજનો પણ ઉપયોગ કરો.
ત્વચા એકદમ રૂખી-સુખી થઈ જવી, ખીલ-ફોલ્લીઓથી ચહેરો ભરાઈ જવો આ બધી વસ્તુઓ

તે તરફ ઈશારો કરે છે કે તમે તમારા શરીર પ્રત્યે જરાપણ ધ્યાન આપતાં નથી.
અચાનક ડાઘ-ધબ્બા થઈ જવા અને ફોલ્લીઓ થઈ જવી તે વાતની નિશાની છે કે તમે જરૂર કોઈ ખોટી વસ્તુ ખાવાને લીધે એલર્જીનાં શિકાર થઈ ગયાં છે.
ખીલ, ફોલ્લી કે સુકી ત્વચા ઈમ્બુન સિસ્ટમ કે રોગ પ્રતિરોધક તંત્રમાં ગડબડીનાં લીધે કોઈ ઉણપ છે જેનો ચોખ્ખો અર્થ છે કે તમારા ખાણ-પાણમાં પોષક તત્વોની અંદર ઉણપ છે.
કરમાયેલો અને ઉતરી ગયેલો ચહેરો તે વાતની નિશાની છે કે તમારું પાચનતંત્ર સરખી રીતે કામ નથી કરતું કે પછી તમે ભોજન અને પાણી તરફ ધ્યાન નથી આપતાં.
વિટામિન એ એક શાનદાર એંટીઓક્સીડેંટનું કામ કરતાં છે. આનાથી તમારી ત્વચાની અંદરની કસાવટ અને તેની ચમક તેમની તેમ જ રહેશે તેમજ આ ત્વચાને તુટતા અટકાવશે. તમારું શરીર વિટામિન એને સરખી રીતે અવશોષિત કરી શકે છે એટલા માટે જરૂરી છે કે તમે જમવાની અંદર તેલ ઘી તેમજ ફૈટ્સનો પણ સમાવેશ કરો.

Top of page
 
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.