Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Vanchan Vishesh
l¡ë\ V$uàk
hp_Nu
âp„kNuL$
A¡fpDÞX$ ^ L$ÞV²$u $
L|$sylg
 
Prasangik
 

તમારી ત્વચાની દેખરેખ માટે

     
 

સ્કીનને લગતી સમસ્યાઓ સાથે જીવવું કોને ગમતું હશે ? દરેક ઉંમરની વ્યક્તિઓ માટે ચામડીને લગતી સમસ્યાઓ માથાનો દુઃખાવો હોય છે અને દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે તેમને મળે ફલોલેસ સ્કીન. કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીમાં આજકાલ સ્કીનને સુધારવા માટેની એટલી બધી બ્યુટી પ્રોડક્ટસ વિકસી રહી છે કે ગુંચવણમાં પડી જવાય કે, કઈ પ્રોડક્ટ આપણ સ્કીન માટે યોગ્ય રહેશે. આવામાં સૌથી સરળ ઉપાય એ જ છે કે તમે તમારી ચામડીની સંભાળ લેવા માટે

કેટલાંક ઘરેલું નુસખા અજમાવો. અહીં આ માટેની કેટલીક ટીપ્સ આપવામાં આવી છે જેને તમે ઘરે જ સરળતાપૂર્વક અજમાવી શકો છો.
તમે ઘણાં લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે જો તમારે ચહેરાની ચમક જોઈતી હોય તો શક્ય તેટલું વધુ પાણી પીઓ.
લગભગ અડધા લીંબુનો રસ નીચોવી લો અને તેમાં મધની સાથે હુંફાળું પાણી ઉમેરો. દરરોજ ખાલી પેટે આ મિશ્રણ લો. અન્ય ફાયદાની સાથે આ મિશ્રણ તમારા લોહીને શુદ્ધ બનાવશે.
જો તમારી સ્કીન ઓઈલી હોય તો મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવી તેનું મિશ્રણ ચહેરા પર લગાવો. આનાથી તમારી સ્કીન તો ચોખ્ખી થશે જ સાથે ચહેરા પરનું ઓઈલ પણ ચુસાઈ જશે જેનાં કારણે તમારી સ્કીન ચોખ્ખી થઈ જશે.
તમારા ચહેરા પરનાં ડાઘા દૂર કરવા માટે ટામેટાંનો પલ્પ, હળદર, દહીં અને ચણાનો લોટ ભેગો કરી તેને ચહેરા પર લગાવો. આ મિશ્રણ ચહેરા માટે નેચરલ સ્ક્રબનું કામ કરશે
નેચરલ બ્લીચ માટે લીંબુની છાલને મધ સાથે સ્કીન પર ઘસો અને થોડીવાર બાદ ચહેરા પર લગાવો આનાથી તમારો ચહેરો ચમકવા લાગશે.
મકાઈનો લોટ અને દહીં ભેગા કરી દરરોજ સ્કીન પર લગાવશો તો સ્કીન હંમેશા ચોખ્ખી રહેેશે.
જો તમે બહાર તડકામાં જઈ રહ્યા છો તો તમે છત્રી વાપરવાનું રાખો જેનાથી તમારી ચામડીને સૂર્ય કિરણોથી થતાં નુકસાન સામે કવચ મળી રહેશે.
જો તમારી સ્કીન ડ્રાય હોય તો તેને નરિશ્ડ રાખવા માટે તમામ ચહેરા પર બદામનાં તેલ કે વિટામિન ‘ઈ’નાં તેલનું મસાજ કરવું.
આ બધું કરવા માટે બસ જરૂર છે. તમારા બિઝી શિડ્યુલમાંથી થોડી મિનિટો કાઢવાની. જો તમે આ ઘરેલુ નુસખાત રેગ્યુલર અજમાવતા થઈ જશો તો સ્કીનને લગતી મોટાભાગની સમસ્યાઓમાંથી તમે છુટકારો મેળવી શકશો.

Top of page
 
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.