એક મહત્વપુર્ણ સંશોધન પર માલુમ પડયું છે કે સન બાથ બાદ સ્કિન પર ર્વિજન ઓલિવ ઓઇલ લગાવાથી ટયુમર થવાનું જોખમ ઓછું થઇ જાય છે. ઓલિવ ઓઇલ સ્કિન માટે પણ ખુબ જ ફાયદાકારી છે. અઠવાડીયામાં ત્રણવાર લીંબુના રસમાં ઓલિવ ઓઇલ ભેળવીને ચહેરાની માલિશ કરવાથી કરચલીઓ તો દુર ભાગશે જ પણ ચહેરો પણ નિખરી ઉઠશે. સાથે વાળમાં
તેનો ઉપયોગ કરવાથી સારૂ કન્ડીશનિંગ પણ થઇ જશે. તમારા હાથમાં થોડુ ઓલિવ ઓઇલ લો અને તેને ડ્રાય, બેજોન વાળ પર લગાવો. આમ કરવાથી તમારા વાળ સિલ્કી થઇ જશે. જો તમને ડેન્ડ્રફની સમસ્યા છે તો આ ઓઇલ તે પણ દુર કરી દેશે.
ઓલિવ ઓઇલ અને લીબું મિકસ કરીને કોણી પર ઘસવાથી તેની કાળાશ અને ડ્રાયનેશ દુર થશે અને તમારી કોણીઓ રંગ હાથના રંગ જેવો જ નિખરી જશે.
ચહેરાને સાદા પાણીથી સારી રીતે સાફ કરી દો. હવે ઓલિવ ઓઇલથી મસાજ કરો. ત્યારબાદ અડધી ચમચી ખાંડ લઇને ચહેરા પર ઘસો. અંતમાં હુંફાળા પાણીમાં એક મુલાયમ કપડું પલાળી ચહેરાને ભીનો કરી લુછી લો. થોડા દિવસ સુધી આમ કરવાથી તમે અનુભવશો કે તમારો ચહેરો બરાબર નિખરી ઉઠયો છે ડ્રાય, બેજોન હોઠ પર ઓલિવ ઓઇલની હળવા હાથે સવાર-સાંજ માલિશ કરવાથી તમારા હોઠ કોમળ થઇ જશે.
તમારા નખને સુંદર બનાવવા માટે ઓલિવ ઓઇલ મહત્વનો ભાગ ભજવશે. લગભગ અડધા કલાક માટે ઓલિવ ઓઇલમાં નખ ડુબાડી રાખો. આનાથી નખના કયુટિકલ્સ નરમ અને લચીલા બનશે. કોઇપણ ક્રિમ કરતા આનો પ્રયોગ ઉત્તમ રિઝલ્ટ આપશે. તમે ઇચ્છો તો પગને સાફ કરીને તેના પર ઓલિવ ઓઇલ લગાડીને કોટનના મોજા પહેલી લો. આમ કરવાથી પગ નરમ બનશે અને તેનો રંગ નિખરી રહેશે.