Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Vanchan Vishesh
l¡ë\ V$uàk
hp_Nu
âp„kNuL$
A¡fpDÞX$ ^ L$ÞV²$u $
L|$sylg
 
Prasangik
 

હેરકલર દ્વારા નવો લુક મેળવો

     
 

ફેશનનાં આ દોરમાં સહુને આકર્ષક દેખાવું ગમે છે અને એ માટે પ્રયત્નો કરવામાં આવે તો બધાથી અલગ દેખાઈ શકીએ છે. ફેશન ઘણી બધી રીતે થઈ શકે છે અથવા તો એમ કહી શકાય કે જેને જે યોગ્ય લાગે તે આપણાં માટે ફેશન જ છે. આજકાલ ફેશનનાં એક ભાગરૂપે વાળને રંગવાનો ટ્રેન્ડ પ્રચલિત બન્યો છે. હવે એવું નથી કે જેમના વાળ સફેદ થઈ ગયા

હોય એવા લોકો જ હેરકલર વાપરે છે. હવે તો વાળને કલર કરાવવો એ ફેશનનો એક ભાગ બની ગયો છે. આ ઉપરાંત તહેવારોમાં બધાથી કંઈક અલગ દેખાવા પણ લોકો વાળમાં હેરકલર કરાવતા થયા છે. હેરકેર સ્પેશ્યાલિસ્ટ રાજશ્રી બહેન કહે છે કે પહેલાં લોકો કાળા કલરથી જ વાળ રંગાવતા અને એ માટે ગણતરીનાં બ્રાન્ડનાં જ હેરકલર ઉપલબ્ધ હતાં. આજે ફેશનનાં લેટેસ્ટ ટ્રેન્ડઝને અપનાવવાની દોડમાં યુવા વર્ગે હેરકલર અને હાઈલાઈટ્સને દિલથી અપનાવી લીધા છે. બજારમાં હવે લોરીયલ, ર્ગાિનયર, રેવલોન, ટીગી ઉપરાંત અનેક કંપનીના કલર ઉપલબ્ધ છે. યુવતીઓમાં ગોલ્ડન શેડની હાઈલાઈટ્સ કરાવવાનો ટ્રેન્ડ સૌથી વધારે છે. હેરકલરમાં વોલનટ, હની, આલમંડ, કોપર રેડ જેવા હેરકલર ઉમેરાયા પછી બ્લેક બ્રાઉન, ડાર્ક બ્રાઉન જેવા હેરકલર હવે આઉટડેટેડ ગણાવા લાગ્ય છે એટલે જ તો બજારમાં બ્લેક હેરકલરની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે પરંતુ આ યુવાનોને જ લાગુ પડે છ જેમનાં વાળ સફેદ થઈ ગયા હોય તેવા લોકોમાં બ્લેક કલર કરવાનો ટ્રેન્ડ તો આજે પણ ચાલતો આવે છે. સામાન્ય રીતે લોકોમાં એક ડર એ પણ હોય છે કે હેરકલરથી વાળેન નુકસાન થઈ શકે છે તે અંગે કહીએ તો નુકસાન ત્યારે થાય છે જયારે હેરકલરની ક્વાૅલિટી સારી ના હોય અથવા વાળને લગતી એલર્જીની સમસ્યા હોય. જે વ્યક્તિગત રીતે દરેકમાં અલગ અલગ હોઈ શકે.
અઠવાડિયે એકવાર દહીંમાં થોડું મધ મિક્સ કરી વાળમાં લગાવો, એક કલાક પછી વાળ ધોઈ લો, વાળ કોરા થાય એટલે બીજા દિવસે જ વાળને શેમ્પુથી ધોઈ નાંખો. આમ કરવાથી વાળમાં ચમક વધશે. એવું નથી કે હેરકલર કરાવવા માટે પાર્લરમાં જવં જ પડે, ઘરે પણ કરી શકાય છે. પરંતુ હાઈલાઈટ્સ તો બ્યુટીશિયન પાસે જ કરાવી જોઈએ. હેરકલર કે હાઈલાઈટ્સનો અંદાજિત ખર્ચ રૂપિયા ૫૦૦ થી ૧૫૦૦ સુધીનો થાય છે. ટૂંકમાં કહીએ તો વાળમાં કલર કરાવ્યા બાદ તેની સંભાળ વિશેષ રાખવી જોઈએ.
હેરકલરથી આકર્ષક લુક મેળવી શકાય છે
રેડ હેર કે ચેરી હેરકલર વધારે શાઈની દેખાતો હોય છે, તે વ્યક્તિનાં વ્યક્તિત્વમાં બિનધાસ્તપણુ દર્શાવે છે.
ફેર કે વ્હાઈટ સ્કિન ધરાવતા વ્યક્તિએ બરગંડી, વાઈન રેડ, સોફટ કોપર, ગોલ્ડન બ્રાઉન કલર સારો લુક આપે છે.
ડાર્ક સ્કીન ધરાવતા વ્યક્તિએ ડાર્કબ્રાઉન, નેચરલ શેડઝ, ચેરી ચોકલેટ બ્રાઉન કલર રાખો દેખાવ આપે છે.
બ્રાઉન હેરકલર વ્યક્તિમાં રહેલ સોફિસ્ટિકેટેડ અને એક્ઝિક્યુટીવ પર્સનાલિટીનું સૂચન કરે છે.

Top of page
 
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.