સાહની કાવ્ય પ્રેરણ
ઊગ્યો સૂરજ અને પ્રાચીએ
પાવસી વાદળોના સાથિયા પુરાયા,
આથમણે અર્ક ઢળ્યેથી
ન ભ કકૂભે સંધ્યા ખીલી ગઇ,
ખીલ્યો રાકેશ નભો મંડળે
અને અરણ્યે ફલો ખીલી ગયાં,
સુરભીત ફલો ખીલ્યેથી વને અને
સર્વ પમરાટ પ્રસરી ગયો,
વાયરો વાયો રંગીન વસંતનો
દશે દિશાઓ પ્રફુલ્લિત થઇ ઊઠી
ટહકો લીંપાયો કાળી કોયલનો
અને પ્રેમી યુવા વનચરો અભિસયા.
ક્રુધ સૂરજે ક્રૂર કિરણો વેયા
હાંફયું જગત નહાર્યુ પ્રસ્વેદે
કરીગર્જના મેઘે ઝબૂકી વીજ
ખર્યા જળ શીકરો ધરા ધરાણી,
કુદરતની આ કેવી કરામતોથી દંગ
'મગન' મગન થયો કુદરતમાં
પ્રશ્ન : આપણી ભારતીય સંસ્કૃતિમાં ભોજન આરભં કરતાં પહેલા ટૂંકી પ્રાર્થના બોલવાનો આગ્રહ શા માટે રખાય છે? સીધું ખાવાનું શરૂ કરી કઇએ તો ના ચાલે? પિમમાં તો આવું કાંઇ નથી. ભારતીય છાત્રાલયોમાં શ્ર્લોક બોલ્યાં પછી જ ભોજન શરૂ કરાય છે. એનું કારણ જણાવશો?
– અમેરિકામાંજ જન્મીને ઉછરેલો એક ભારત વંશીય વાચક
ઉત્તર : યંત્રયુગમાં યાંત્રિક બનેલા આપણે કૃતજ્ઞતા, લાગણી ભાવના ઇત્યાદિ લગભગ ગુમાવી જ બેઠા છીએ. હવે તો આ બધા શબ્દો, શબ્દકોશની શોભા બની ત્યાં સ્થિર બેઠા છે, પરંતુ પાંચ–સાત દાયકા પહેલા જમવા પાછળની ભાવના કંઇક અંશે જીવતં હતી. લગ્ન કે અન્ય સમારંભોમાં પંગતમાં સહુ સાથે જમવા બેસતા. બધાના ભાણામાં બધું પીરસાઇ જાય ત્યારે ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યકત કરી 'નમ: પાર્વતીપતયે – હર હર મહાદેવ'નો ઘોષ થતો, પછી બધા જમવાની શરૂઆત કરતા. સમાજની ઐકયભાવનાનું એ નિમિતે એ પ્રતીક પણ બની રહેતું આરોગવાની ભાવના કેળવવાની ન હોય અને પીરસાયેલા રોટલાનો ટૂકડો પટ દઇને મોઢામાં મૂકવાનો હોય તો પછી આપણામાં અને પશુમાં ફરક શો રહ્યો?
કેટલાકની વળી એવી સમજણ છે કે અનાજ તો ખેડૂત ઉત્પન્ન કરે છે, આપણે તેને પૈસા આપી ખરીદીએ છીએ, પછી વળી અન્નને પગે શા માટે લાગવાનું? આ સમજણ ભ્રામક છે. કારણ કે ખેડૂત અન્ન ઉત્પન્ન નથી કરતા, તે તો ફકત બિયારણ વાવે છે, પણ વાવેલું બિયારણ અંકુરિત થાય છે તે તેનામાં રહેલા ચૈતન્યને કારણે તેની અંદર રહેલી ઇશશકિતના કારણે. એટલે આપણે જે અનાજ ખાઇએ છીએ તે ઉત્પન્ન કરનાર ખેડૂત નહીં, ભગવાન છે. ખાધેલું પચાવનાર પણ ભગવાન છે. તેથી તેને યાદ કરી નમસ્કાર કરવાના છે.
થોડું તાત્વિક દ્રષ્ટ્રિએ વિચારીશું તો, અન્ન માનવી જીવનનું સર્વસ્વ છે. આપણા જન્મનું કારણ રજ અને વીર્ય એ અન્નમાંથી જ તો ઉત્પન્ન થાય છે. આપણે મોટા થઇ હૃષ્ટ્રપુષ્ટ્ર બન્યા એ પણ અન્નના લીધે જ છે ને ! તેથી તો શ્રુતિ અન્નને બ્રહ્મ સમજીને ઉપાસના કરવાનું સૂચવે છે. એટલું જ નહીં, એ અન્નને પચાવવા માટે સ્વયં ભગવાન આપણી અંદર વૈશ્ર્વાનર થઇને સતત બળતા રહ્યા છે. એ વાત ભગવાને ગીતામાંય કહી છે.
અહં વૈશ્ર્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત:
પ્રાણાપાનસમાયુકત: પચામ્યન્નં ચતુર્વિધમ (અ.૧૫૧૪)
હું પ્રાણી માત્રના દેહમાં વૈશ્ર્વાનર બની પ્રાણ અને અપાન વાયુથી પ્રવલિત થઇ ચાર પ્રકારના અન્નને પચાવું છું.
ખાય છે જીવ અને પચાવે છે પરમાત્મા! આપણે ફકત ખાઇ જાણીએ છીએ. આપણું ખાધેલું અન્ન નળીમાંથી જઠરમાં કઇ રીતે પહોંચે છે, તે પચે છે કઇ રીતે, તેનું લોહી, માંસમજા વગેરે સપ્તધાતુ નિર્માણ કઇ રીતે થાય છે, આપણને શકિત કઇ રીતે મળે એ આપણે કશું જ જાણતા નથી. ભઠ્ઠામાં પ્રવલિત થયેલો અિ લોઢાને ઓગાળી નાખે છે તેમ આપણે જે પણ ખાઇએ છીએ, જે રીતે ખાઇએ છીએ તે બધું અંદર વૈશ્ર્વાનરૂપે રહેલો પ્રભુ પચાવે છે.
આપણે ચાર પ્રકારે અન્ન ખાઇએ છીએ. પહેલો પ્રકાર ભય એટલે દાંતથી ચાવીને ખાઇએ તે દા.ત. રોટલો, રોટલી ઇત્યાદિ.
બીજો પ્રકાર, ભોય. એટલે કે આપણે આવતા નથી પણ જીભથી વલોવીને ગળામાં ઉતારીએ છીએ. દા.ત. દૂધપાક, બાસૂંદી ઇત્યાદિ
ત્રીજો પ્રકાર એટલે ચોષ્ય. શેરડી, કેરી ઇત્યાદિ આપણે ચૂસીને ખાઇએ છીએ, અને,
ચોથા પ્રકાર એટલે લેહ્ય–જીભ ઉપર મૂકીને, ચાટીને મધ, શીખડં ઇત્યાદિનો રસાસ્વાદ લઇએ છીએ તે.
આ ચારે પ્રકારે આપણે અન્ન ખાઇએ છીએ તે સ્વયં ભગવાન પચાવે છે, તો તેને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી નમસ્કાર પણ નહી કરવાના?
નમસ્કાર કરવા જ જોઇએ. તે માટે અમારી ના નથી, એમ તો અમે સભ્ય લોકો છીએ, સામાન્ય માણસ કઇં આપે તો તેને થેંકયુ કહેવાની સભ્યતા છોડતા નથી, તો ભગવાનને માનનારા, ભગવાનને થેંકયુ પણ ન કહીએ? પણ ભગવાન દેખાતા હોય તો તો થઇ શકે ને? આમ બોલવું એ આપણી બુદ્ધિનું ચાપલ્ય છે. કારણ કે યાદ કરવા માટે કોઇ પ્રત્યક્ષ હોવાની આવશ્યકતા નથી હોતી. અને આમ પણ પ્રભુ આપણાથી ભિન્ન નથી, પરંતુ આપણે જે ચારે પ્રકારે ખાઇએ છીએ, તેનું લોહી બને છે, આપણને શકિત મળે છે તે પરિણામ તો પ્રત્યક્ષ છે ને? વિધુતનો ગોળો ઝળહળે છે પણ તેની પાછળ રહેલી વિધુત શકિત પ્રત્યષ દેખાતી નથી. આપણે વિધુત શકિત છે એનો સ્વીકાર તેના પરિણામ ઉપરથી કરીએ છીએ. તે રીતે ભગવાન પ્રત્યક્ષ દેખાય તો જ નમસ્કાર કરીએ, એમ કહેવું એ નર્યેા બુદ્ધિવાદ છે!
વાસ્તવમાં પાાત્ય ભોગવાદી સંસ્કૃતિના પ્રભાવમાં આપણે આવી ગયા છીએ અને એટલા બધા આત્મકેન્દ્રિત અને ભાવશૂન્ય થતા ગયા છીએ, માણસમાં સામાન્ય કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઇએ તે પણ આપણે ખોઇ બેઠા છીએ. ભાવ જ ન હોય, કૃતજ્ઞતા ન હોય તે સમાજની અવનતિ નકકી હોય છે. આપણે એ અનુભવતા હોઇએ છીએ, પછી ભલેને આપણે આપણી જાતને પ્રગતિશીલ (!)માં ખપાવતા હોઇએ.
બીજું કાંઇ ન કરીએ તો ભારતીય સંસ્કૃતિના ચાહક, હિંદુ ધર્મનું ગૌરવ કરનારા, આપણે આપણામાં પ્રવેશીને ખાધેલું પચાવનાર પ્રભુનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરી નમસ્કાર કરીશું. આટલું સૌજન્ય પણ દાખવીશું તો સાંસ્કૃતિક પુનરૂત્થાનમાં મહત્વનું ડગ ભર્યુ ગણાશે અને અંદર રહેલા રામ ને લીધે મારું અસ્તિત્વ છે તેનો અહેસાસ થશે અને માનવીમાં ઇશ પ્રત્યેની ભાવના દ્રઢ થશે.
લોકો પણ ખરા છે? જમતાં પહેલાં ભગવાનને પગે લાગવાનો કૃતજ્ઞતાપૂર્વક તેને યાદ કરવાનો સામાન્ય સંસ્કાર પણ નથી! એમને જમતાં પણ આવડતું નથી અને પોતાની જાતને પ્રતિિત અને સંસ્કારી ગણે છે! જમવું એટલે પેટ ભરવું અથવા પેટપૂજા કરવી એટલા પુરતું જ સીમીત છે? આરોગ્યની દ્રષ્ટ્રિએ કેટલા જમતા હશે એ કહેવું મુશ્કેલ છે, કેટલાક કદાચ જમતા પણ હશે, પરંતુ જમવાનું હાર્દ સમજીને કેટલા જમતા હશે એ એક પ્રશ્ર્ન જ છે.
મોઢામાં કોળિયો મૂકતા શ્રી હરિનું નામ લો. (આમ કરવાથી) કશી મહેનત વગર હવન થાય છે. જીવન જીવવા માટે અન્ન પૂર્ણ બ્રહ્મ છે. અન્ન ફકત પેટ ભરવા માટે નથી, તે યજ્ઞકર્મ છે, તે જાણીને જમવું
કેટલાક લોકો આ ભાવના સમજી તેને ચરિતાર્થ કરી જીવનમાં ઇશ્ર્વરાભિમુખ વૃતિ કેળવે છે.
|