બોસ, આ ગુજરાત છે
ગર્વથી કહો, અમે ગુજરાતી છીએ
– નેશનલ કાઉન્સી ઓફ એપ્લાઇડ ઇકોનોમીક રિસર્ચના ૮ મી ઓગષ્ટ્રના અહેવાલ મુજબ ભારતનું સૌથી શ્રીમતં શહેર સુરત છે. તે મદ્રાસ અને બેંગ્લોરથી પણ આગળ છે તેની કુટુંબદીઠ સરેરાશ વાર્ષિક આવક ૧૧ હજાર ડોલરથી વધારે છે.
– સમગ્ર વિશ્ર્વમાં વેંચાતા કુલ હીરાઓમાંથી ૮૦ ટકા હીરાઓનું સુરતના ૧૦ હજાર એકમોમાં પોલીશીંગ થાય છે.
– તેલ અવીવ અને જેરુસલેમની શેર માર્કેટમાં જયુ જાતિ સિવાયના અન્ય ફકત ગુજરાતીઓ જ છે.
– ૨૦૦૪–૦૫ અને ૨૦૦૭–૦૮ દરમિયાન સુરતના મધ્ય વર્ગના લોકોની સંખ્યા બમણી થઇ હતી જયારે તેના નીચલા વર્ગના લોકોની સંખ્યા એક તૃતિયાંશનો ઘટાડો થયો હતો.
– હવે ભારતનું પાંચમું શ્રીમતં શહેર અમદાવાદ છે, જે મુંબઇ, દિલ્હી અને કલકત્તાથી પણ આગળ છે.
– મજુર વર્ગની અશાંતિના કારણે ગુજરાતમાં ૦.૪૨ ટકા માનવ કલાકો વેડફાયા છે, જે ભારતમાં સૌથી ઓછામાં ઓછા છે.
– ગુજરાતના ૧૮,૦૪૮ ગામોમાંથી ૧૭,૯૪૦ ગામોમાં વિજળીની સુવિધા છે, ઔધોગિક ગુજરાતનું મુખ બદલાઇ રહયું છે.
– દુનિયાની સૌથી મોટી ખનિજ તેલની રિફાઇનરી જામનગરમાં છે.
– ભારતના સુરતના કુલ ઉત્પાદનના ૩૦ ટકા ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. ભારતના આર્ટ સિલ્કના ઉત્પાદનના ૪૦ ટકા સુરતમાં ઉગાડવામાં આવે છે, જે સાતલાખ લોકોને મજુરી પુરી પાડે છે.
– અમદાવાદની અરવિંદ મીલ દુનિયાની ત્રીજા નંબરની ડેનીમ ઉત્પાદન કરતી કંપની છે.
– ભારતના દવા ઉત્પાદનના ૪૦ ટકા ઉધોગો ગુજરાતમાં આવેલા છે. તેની મુખ્ય કંપનીઓમાં ટોરેન્ટ, કેડિલા, એલેમ્બિક, ડિશમેન તથા સન–ફાર્માનો સમાવેશ થાય છે.
– ગુજરાત રાજયનું કુલ ઘરગથ્થુ ઉત્પાદન–જી.ડી.પી. છેલ્લા ૧૨ વર્ષથી વાર્ષિક ૧૨ ટકાનો દરે વૃદ્ધિ પામી રહયું છે, જે ચીનના જેટલું જ મજબુત છે.
– ભારતના સૌથી સમૃદ્ધ માનવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેલ અંબાણી ગુજરાતી છે, જે ૪૩ બિલિયનની સંપત્તિ સાથે દુનિયાની પાંચમી સમૃદ્ધ વ્યકિત છે.
– વિપ્રો ઇન્ડસ્ટ્રીઝના અઝીમ પ્રેમજી એક ગુજરાત વ્યકિત છે, જે ૧૭ બિલિયનની સંપત્તિ સાથે દુનિયાના ૨૧ માં સમૃદ્ધ વ્યકિત છે.
– ભારતના સૌથી વધુ શ્રીમંતોમાં દર ૨૫ માંથી ૧૦ ગુજરાતી છે. ભારતની શ્રે ધંધાદારી જ્ઞાતિઓમાં પારસી, જૈન, મેમણ, વાણિયા, ખોજા તથા વ્હોરાઓગુજરાતી ભાષા બોલે છે.
– દુનિયામાં સૌથી વધારે આદર પામેલા મહાત્મા ગાંધીજી એક ગુજરાતી હતા.
– ભારતના આઝાદીના સમયે ૪૮૫ રજવાડાને શામ–દામ–દંડ–ભેદથી સમજાવીને એક અખડં હિંદુસ્તાન બનાવનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ એક ગુજરાતી હતી.
– ગુજરાતીઓની સંખ્યા સાડા પાંચ કરોડની છે, જે ભારતી વસતિના ફકત ૫ ટકા જ છે, જે ૬ ટકા જમીન ઉપર રહે છે પરંતુ ભારતીય શેર માર્કેટના ૩૦ ટકા શેરો ધરાવે છે.
– આ સિવાય પણ ગુજરાતની અન્ય કોઇ વિશેષતા હોય તો વાંચકો મોકલે, છાપીશું.
તર્ક વડે સત્ય શોધતા આ પ્રમાણ યુગમાં વિજ્ઞાનની બોલબાલા છે
'બાબા વાકયમ પ્રમાણમ'ને બદલે 'પ્રત્યક્ષેતમ પ્રમાણમ' નો યુગ છે
ધાર્મિક માન્યતાઓને અંધશ્રધ્ધામાં ખપાવાય છે. આદર્શ અને નૈતિક વાત કરનારને દકિયાનુસી અને વોદિયો કહીને નિંદાય છે. તાકિર્ક મતિ–બુદ્ધિયુકત માનવ સાંપ્રત્ય સમયમાં સામાજિક રીતે પ્રતિષ્ઠિત ગણાય છે. માનવીય નિર્દેાષતા અને ભોળપણને મૂર્ખતાનું વિશેષણ મળે છે.
તાજેતરમાં ટેલી વિઝનના પર્દાપર ધાર્મિક વિજ્ઞાન અને વૈજ્ઞાનિક ધર્મની વાતો છૂટથી ચર્ચાય છે. પરિણામે અખબારોય અછૂતા નથી. એમાંય જીવ, જગત, ઇશ્ર્વર, પ્રભુ, ભગવાન, માધવ, ગોવિંદ આત્મા, પરમાત્મા, કર્મનું ફળ, પુનર્જન્મ વગેરે જેવા ગહન વિષયો તત્વજ્ઞાનના શીર્ષક હેઠળ ચર્ચાય છે. એના પડઘા આમ વાચકવર્ગ ઉપર પણ પડે એ સ્વાભાવિક છે. કેટલાક જિજ્ઞાસુ વાચકોએ ફોન–મોબાઇલ કે પત્ર–કુરિયર દ્રારા પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા વ્યકત કરી. એટલે મેં મારા એક વિદ્રાન મિત્ર શ્રીનારાયણભાઇનો સાથ લીધો. એમનું દર્શન–વાંચન આગવું છે. સામાન્ય સંજોગોમાં અનાગત વિચારો એ એમના બ્રહદ જ્ઞાન અને ગહન જ્ઞાનને કારણે એમણે આવા પ્રશ્નોના ઉત્તરો આપવાનું સ્વીકાયુ. કુતૂહલની નવી દિશા ખૂલી એટલે જિજ્ઞાસુ વાચકો મને પ્રશ્નો મોકલે અને હું નારાયણભાઇ ને વિનંતી કરું છું એટલે મુ. ભાલોડિયા સાહેબ છે તો વિજ્ઞાનના વિધાર્થી વર્ષેા સુધી વિધાર્થીઓને ગણિત–વિજ્ઞાન ભણાવ્યાં. પણ નિવૃતિ પછી તેઓ ધર્મ વિશે વિચારતા થયા છે. નારાયણભાઇ ગુજરાતનાં ઘણા અખબારો સામયિકોમાં લખે છે. એટલે આજકાલના વાચકો પણ શ્રી નારાયણભાઇ ભાલોડિયા સાહેબનો લાભ લે એ આશયથી કુતૂહલમાં એમનો એક પ્રશ્ન લેવો એવું હાલ વિચાર્યુ છે.
–સંપાદ
પ્રશ્ન : 'વિજ્ઞાનધર્મ' પ્રમાણેની, ઇશ્ર્વરની વ્યાખ્યાને કોઇ ઉદાહરણ દ્રારા સ્પષ્રટ કરી શકાય ?
–મગનલાલ એમ. શેરસિયા (રાજકોટ)
ઉત્તર : આકૃતિમાં લોહચુંબક (મેેટ) નો ટુકડો બતાવેલ છે. ચુંબકમાં ચુંબકીય શકિત હોય છે અને ચુંબકીય શકિત વડે તે લોખંડને પોતાની તરફ ખેંચી શકે છે.
સામાન્ય માણસ તો કહી શકે નહી પરંતુ મોટામાં મોટો વૈજ્ઞાનિક પણ આ ટુકડાને જઇ કહી શકે નહી કે આ ટુકડામાં ચુંકબીય શકિત છે કે નહથી ? માત્ર જઇને જ નહી પરંતુ ટુકડાને સ્પર્શ કરીને કે રાખીને કે સુંઘીને કે સાંભળીને પણ કહી શકે નહી કે ટુકડામાં ચુંબકીય શકિત છે કે નથી ?
ટુકડાની નજીક લોખડં મુકીએ અને જો ટુકડો લોખંડને આકર્ષે તો જ સાબિત થાય કે ટુકડામાં ચુંબકીય શકિત હાજર છે. વળી ટુકડામાં ચુંબકીય શકિત હાજર હોવા છતાં આજે પણ વૈજ્ઞાનિકો તે શકિતને પકડી શકતા નથી કે તે શકિતનું સ્વરૂપ કેવું છે ? તેની કલ્પના પણ કરી શકતા નથી.
વૈજ્ઞાનિક જો લોહચુંબકને ખોલી નાખે તો તેના અણુ–પરમાણુ છુટા પડે પરંતુ ચુંબકીય શકિત તો મળે જ નહી. જેવી રીતે ચુંબકમાં ચુંબકીય શકિત ભરપુરપણે હાજર હોવા છતાં ઇન્દ્રીયો વડે જાણી શકાતી નથી કે મન વડે તેના સ્વરૂપની કલ્પના થઇ શકતી નથી. તેવી જ રીતે બ્રહ્માંડમાં ઇશ્ર્વર ભરપુરપણે હાજર હોવા છતાં ઇન્દ્રીયો વડે જાણી શકાતો નથી કે મન વડે તેના સ્વરૂપની કલ્પના પણ થઇ શકતી નથી.
રામ ચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ પણ કહયું છે કે, ઇશ્ર્વરના સ્વરૂપ વિશે કોઇ લવલેશેય જાણી શકયું નથી. શાોએ પણ બુદ્ધિથી અનુમાન કરીને જ ઇશ્ર્વરની સ્તુતી કરેલ છે.
ચોપાઇ (રામાયણ)
આદિ અતં કોઉ જાસુ ન પાવા
મતિ અનુમાની નિગમ જશ ગાવા
નારાયણ કે. ભાલોડિયા (સાઇબ) 'વિજ્ઞાનધર્મ' આશ્રમ 'ડાયરો'
ખાસ નોંધ : પ્રશ્નો માત્ર કુતૂહલ કાકાને જ મોકલવા.
|