આપણા શરીરમાં ખાંડ (શર્કરા) સ્યુગરનું પ્રમાણ કેટલું હોવું જોઇએ
ઉત્તર : મીઠાની જેમ લોહીમાં સમતોલ રહે છે. સામાન્ય રીતે ૧૦૦ કયુબિક સેન્ટીમીટર (ટૂંકમાં ૧૦૦ સી.સી.)માં ગ્લુકોઝ (શર્કરા)નું પ્રમાણ ૧૦૦ મિલિગ્રામ છે.
આનાથી પ્રમાણ વધવું કે ઘટવું ન જોઇએ. મિષ્ટ્રાન ખાધા બાદ એનું પ્રમાણ ૧૮૦ મિલિગ્રામ વધારે થઇ જતાં પેશાબ વાટે શરીર બહાર ફેંકાઇ જાય છે. ઉલટાનું જો એનું પ્રમાણ ૭૦ મિલિગ્રામ જેટલું થઇ જાય તો અશકિત, થાક, ભૂખની વેદના, ધ્રુજારી વગેરે હાઇપોગ્લાઇસમિક રી–એકશનના ચિન્હો આવી પડે છે.
જો એથી પણ ખાંડનું પ્રમાણ વધારે ઘટે તો પુષ્કળ પરસેવો, મોં પર ફિકકાસ, ઝડપી નાડી અને સન્નિપાત થઇ આવે છે. આ વખતે જો ગ્લુકોઝનું ઇન્જેકશન આપવામાં આવે તો મરણોન્મુખ દરદી એકદમ સાજો થઇ જાય છે. ગ્લુકોઝ (શર્કરા)નું કામ શરીરને શકિત આપવાનું છે. આથી તે સતત વપરાય છે. લોહીમાં તે સતત આવ્યા જ કરે છે. તે અત્યતં અને ચોકકસ રીતે ન વધારે પ્રમાણમાં કે જેથી શકિતદાતા દ્રવ્ય નકામું વેડફાઇ જાય, કે નહીં ઓછા પ્રમાણમાં કે જેથી શરીર વિશે મોટી કે નાની વિક્રિયાઓ ઊભી થાય.
શરીરમાંની વધારે પડી શર્કરા કામચલાઉ સંઘરવાનું સ્થાન ચામડી છે. લોહીમાં ફરતી શર્કરા શકિત માટે વપરાય તો તે શરીરના કાયમી સંઘરા માટે કલેજામાં ચાલી જાય તે વખતે તેનો પૂરવઠો ચામડીના કામચલાઉ સંઘરામાંથી લોહીને મળે છે.
પણ તે કાયમી સંઘરવાનું સ્થાન કલેજું અને માંસપેશીઓ છે. આનો આધાર ઇન્સ્યુલિન ઉપર છે. ઇન્સ્યુલિન એટલે અગ્ન્યાશય (પેન્કિયાસ)ના કોષસમૂહોનો આંતરાવ. એની મદદ વડે જ શર્કરા કલેજામાં સંઘરાય છે. સંઘરાયેલી શર્કરા ગ્લાઇકોજનના રૂપમાં હોય છે. તેમાંથી કલેજાના કોષોની ક્રિયાવડે ગ્લુકોઝ (શર્કરા)ના રૂપમાં ફેરવાઇને લોહીમાં ભળે છે અને શરીરમાં યાં જરૂર ઊભી થઇ હોય તે સ્થાનમાં પહોંચી જાય છે.
પુષ્કળ કાર્બેાહાઇડ્રેટવાળો ખોરાક લેવાથી કલેજામાં ગ્લાઇકોજનનો ભંડાર ભરાય છે. લાંબા સમયનો શ્રમ લેવાથી આ ભંડારા ઘટે છે. ખૂબીની વાત તો એ છે કે ગ્લાયકોજન લોહીમાં એટલા જ જરૂરી પ્રમાણમાં ભળે છે કે જે જરા પણ વધુ પડીને ગુરદા બહાર ફેંકાઇ જ જાય કે ઓછું પડીને હાઇપોગ્લાઇસિમિક ચિન્હો ઊભાં થાય.
આમ લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવવા માટે બે પરસ્પર વિરોધી બળો કામ કરે છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે ત્યારે કલેજામાંથી ગ્લાઇકોજનને બહાર લાવનાર સિમ્પોથેટિક જ્ઞાનતત્રં છે, પણ યારે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય ત્યારે તેને સંઘરાના રૂપમાં લઇ જવાનું કામ ઇન્સ્યુલિન ઉપાડે છે.
તે માટે જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ અપૂરતો થતો હોય તો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે અને તે ૧૮૦ મિલિગ્રામ થતાં ગુરદા વાટે શરીર બહાર ફેંકાઇ જાય છે
આપણે પાણી શા માટે પીવું પડે છે? તમે કહેશો કે તરસ લાગે એટલે, તો તરસ કેમ લાગે છે
– વિજય દવે, રાજકોટ
ઉત્તર : શરીરની ચામડી, માંસપેશીઓ સંકોચાય અને એમાંનું લોહી શરીરનાં અન્ય ભાગો–અંગોને જરૂર પડતાં પહોંચાડે છે ત્યારે આ ક્રિયામાં શરીરના જે ભાગો સંકોચાય છે ત્યાં લોહીની તંગી પડે છે. ત્યારે શરીરમાં જ રહેલું વધારાનું પાણી લોહીમાં ભળે છે અને લોહીનું પ્રમાણ જળવાય છે. પણ પાણી અને ક્ષારોનું શોષણ થતાં એની ખોટ ભરપાઇ કરવા માટે તરસની સંવેદના થાય છે.
પરિણામે સંદેવના તત્રં જ્ઞાનતંતુઓને ઉતેજે છે જે આપણને પાણી પીવા તરફ ઉધત કરે છે. એટલે આપણે તરસની સંવેદના અનુભવીએ છીએ. વળી શારિરીક પ્રવૃતિઓને કારણે શરીરના વિવિધ કોષો ઘસારો અનુભવતા નકામા બનતા નવા કોષોની જરૂર પડે છે. એના માટે પણ પાણી જોઇએ.
વળી આપણા આ શરીરમાંથી કોઇ પણ વસ્તુ બહાર કાઢવી હોય કે કોઇ પણ વસ્તુ અંદર દાખલ કરવી હોય તો એ પ્રવાહની મદદ વિના શકય નથી. પ્રસુતિ, ઇન્જેકશન, પેશાબ, જાજરૂ, વીર્યસ્ત્રાવ, ખોરાક વગેરે સમયે પ્રવાહની જરૂર પડે જ છે. એટલે આપણે પાણી ઉપરાંત દૂધ, દહીં, છાશ વગેરે લઇએ છીએ
|