પ્રશ્ન : રંગસૂત્રો (ગુણસૂત્રો)ની અંદર રહેલા 'જીન (ડીએનએ)' એજ માણસના 'સંચિત કર્મેા' છે. આની ચર્ચા વખતે વાત થઇ હતી કે: રંગસૂત્રોની સંખ્યા 'મનુષ્યની જાતિ' માટે છેતાલીસ, 'હાથીની જાતિ' માટે છપ્પન, 'તમાકુની જાતિ' માટે અડતાલીસ... વગેરે છે. હવે આમાં બીજી કઇ કઇ વિશિષ્ટ્રતાઓ છે
ઉત્તર : દરેક કોષની અંદર, જે પ્રવાહી જેવો 'રસ' ભરેલો હોય છે તેને જીવરસ કહે છે. હવે આપણે અત્યાર સુધીની આખી ચર્ચાને ફરીથી ટૂંકમાં સમજી લઇએ તો જેમ લાખો ઈંટો ગોઠવાઇને મકાન બને છે, તેમ કરોડો 'કોષો' ગોઠવાઇને સજીવનું શરીર બને છે. શરીરના દરેક કોષની અંદર, જે પ્રવાહી જેવો રસ ભરેલો છે, તેને જીવરસ કહે છે આ જીવરસના પ્રવાહીમાં છૂટા છવાયા, જે તાંતણાંઓ તરે છે, તેને રંગસૂત્રો કહે છે. રંગસૂત્રના દરેક તાંતણાની અંદર સજીવના 'સંચિત કર્મેા (જીન)' રહેલા હોય છે.
(૧) સજીવના શરીરના દરેક કોષની અંદરના જીવરસમાં 'રંગસૂત્રો', વેરવિખેર થઇને તરતા હોય છે. આવા દરેક રંગસૂત્રની અંદર સંચિત કર્મેા (ડીએનએ) રહેલ છે. સજીવના તમામ કોષોમાં રંગસૂત્રો રહેલા હોય છે. (૨) એક જ સજીવના બધા કોષોમાં, રંગસૂત્રોની સંખ્યા એક સરખી જ હોય છે. (૩) સજીવોની દરેક જાતિ માટે, રંગસૂત્રોની સંખ્યા નકકી જ હોય છે. (૪) સજીવોના કદને અને રંગસૂત્રોની સંખ્યાને સંબધં હોતો નથી.
(૫) સજીવની ઉંમરને અને રંગસૂત્રોની સંખ્યાને પણ સંબધં હોતો નથી. એટલે કે બચ્ચાના કોષોમાં ઓછા રંગસૂત્રો અને ઘરડાના કોષોમાં વધારે રંગસૂત્રો–એવું હોતું નથી. મતલબ કે જન્મનીયે પહેલાથી શરૂ કરીને, મૃત્યુની પછી પણ રંગસૂત્રોની સંખ્યામાં વધઘટ થતી નથી.
(૬) રંગસૂત્રોની સંખ્યા, મનુષ્યના કોષોમાં વધારે, પ્રાણીઓના કોષોમાં ઓછી અને વનસ્પતિઓના કોષોમાં સૌથી ઓછી એવું હોતું નથી એ તો ગમે તેટલી ઝાઝી–થોડી હોઇ શકે છે. એટલું જ નહિ સરખી પણ હોઇ શકે છે. દાખલા તરીકે તમાકુના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડતાલીસ, બટાટાના કોષોમાં પણ અડતાલીસ અને ચિમ્પાન્ઝી તથા ગોરીલા જેવા વાનરોના કોષોમાં પણ અડતાલીસ (૭) રગં સૂત્રોની સંખ્યા નિવાસ–સ્થાન સાથે સંબધં ધરાવતી નથી પછી ભલે તે સજીવ ગામડામાં રહેતું હોય કે શહેરમાં રહેતું હોય જમીન પર રહેતું હોય, કે પાણીમાં રહેતુ હોય. જંગલમાં રહેતુ હોય, કે રણમાં રહેતું હોય. ભારતમાં રહેતુ હોય, કે અમેરિકામાં રહેતું હોય.
(૮) રંગસૂત્રોની સંખ્યાની બાબતમાં ક્રી–પુરૂષ જેવો એટલે કે નસ્માદા જેવો ભેદ હોતો નથી. મતલબ કે નરનાં કોષોમાં રંગસૂત્રોની જે સંખ્યા હોય છે, એટલી જ સંખ્યા માદાના કોષોમાં પણ હોય છે. દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ તો... પુરૂષના શરીરના દરેક કોષમાં, રંગસૂત્રોની સંખ્યા છેતાલીસ હોય છે, અને એવી જ રીતે, ક્રીના શરીરના દરેક કોષમાં પણ, રંગસૂત્રોની સંખ્યા છેતાલીસ જ હોય છે.
(૯) જો કે નર–માદામાં રંગસૂત્રોની સંખ્યા બાબતે કેટલાક 'કિટકો'માં અપવાદ જોવા મળે છે. દાખલા તરીકે માદા મધમાખીના દરેક કોષમાં બત્રીસ રંગસૂત્રો હોય છે, યારે નર મધમાખીના દરેક કોષમાં તેનાથી અર્ધા જ રંગસૂત્રો એટલેઢ કે સોળ રંગસૂત્રો હોય છે.
મધમાખી, માખી, મચ્છર, કીડી, મંકોડા, ભમરા... વગેરેને કિટકો ગણવામાં આવે છે. આ ભમરો શબ્દ પરથી એક લ ગીત યાદ આવ્યું છે.
લગ્ન ગીત
ભમરો ઊડે રંગમોલમાં રે
પડે છે નગારાની ઘોંસુ રે, વાલીડા તારી જાનમાં રે
દાદા વિના કેમ ચાલશો રે?
દાદા નથુભાઇ હોય રે, વાલીડા તારી જાનમાં રે
– શ્રી નારાયણ કે. ભાલોડિયા (સાઇબ)('વિજ્ઞાનધર્મ' આશ્રમ : ડાયરો, મુ.મોમાઇમેડી, તા.જિ.જામનગર
* આમ્ર્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એકટને ટૂંકમાં એએફએસપીએ તરીકે ઓળખવામાં આવે છે.
* ૧૧સપ્ટેમ્બર, ૧૯૫૮ના રોજ સંસદ દ્રારા આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો.
* અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા એમ સાત રાયો જેને ડિસ્ટબ્ર્ડ એરિયા ગણાવવામાં આવ્યા છે, કારણ કે ત્યાં આંતકવાદીઓનો સતત ત્રાસ રહેતો હોય છે, ત્યાં એએફએસપીએ લાગુ કરવામાં આવ્યો છે.
* જુલાઇ ૧૯૯૦માં જમ્મુ અને કાશ્મીર માટે આમ્ર્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એકટ લાગુ કરવામાં આવ્યો હતો.
|