|
|
| |
 |
ફરાળી મુઠીયા |
 |
 |
|
|
| |
|
|
 |
|
|
| |
 |
|
સામગ્રી |
૧ કપ બાફીને છીણેલો બટાકો, ૧/૨ કપ શેકેલા શીંગ દાણાનો ભુકો, ૧/૨ કપ રાજેગરાનો લોટ, ૧/૨ કપ દહીં, ૧/૨ કપ પલાળેલા, સાબુદાણા, સ્વાદ પ્રમાણે સિંઘવ, ૧ ટી સ્પૂન લીલા મરચા (ક્રશ કરેલા), ૧/૪ ટી. સ્પૂન આદુ (ક્રશ કરેલું), ૧ ટી. સ્પૂન લાલ મરચું પાવડર, ૧ ટેબ. સ્પૂન |
ખાંડ, વઘાર માટે
૧ ટેબ સ્પૂન તેલ, ૧/૪ ટી. સ્પૂન જીરૂં, ૧/૨ ટી. સ્પૂન તલગાનીશીંગ માટે,
ઝીણી સમારેલી કોથમીર
 |
રીત |
સૌ પ્રથમ બટાકાને બાફીને છીણી લો. ત્યારબાદ તેમાં પલાળેેલા સાબુદાણા, રાજેગરાનો લોટ, દહીં અને શીંગનો ભૂકો ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે તેમાં સિંઘવ, આદુ અને મરચા નાખી હલાવી મુઠીયાનો શેપ આપી ગ્રીસ કરેલી કાણા વાળી ડીશમાં મૂકી ૧૦-૧૨ મીનીટ માટે વરાળે બાફી લો. તૈયાર મુઠીયા ઠંડા થાય એટલે કટ કરી લો. વઘરિયામાં તેલ મૂકી જીરૂનો વઘાર કરી તલ નાખી મુઠીયા પર રેડી દો. કોથમીર વડે ગાર્નીંશ કરી ગરમ- ગરમ સર્વ કરો. |
|
 |
|
| |
|