Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Vanchan Vishesh
l¡ë\ V$uàk
hp_Nu
âp„kNuL$
A¡fpDÞX$ ^ L$ÞV²$u
L|$sylg
 
Vaangi
 

બ્રેડની ભેળ

     
 
સામગ્રી

૮ સ્લાઈસ ઘઉંના લોટની બ્રેડ, ૨ ટેબલસ્પૂન બાફેલા બટાકા, ૨ ટેબલસ્પૂન સમારેલી કાકડી, ૨ ટેબલસ્પૂન સમારેલી ડુંગળી, ૨ ટેબલસ્પૂન સમારેલાં ટામેટા, ૩ થી ૪ નંગ ઝીણા સમારેલાં લીલા મરચાં, ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર, ૮ થી ૧૦ નંગ ભેળની પુરી, ૨ ટેબલસ્પૂન લીંબુનો રસ, ૧/૨ કપ ભેળની સેવ, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ટીસ્પૂન ચાટ મસાલો.

ગાર્નીશિંગ માટે
ઝીણી સમારેલી કોથમીર, સેવ, બુંદી, દાડમનાં દાણા

રીત
સૌપ્રથમ બ્રેડની કિનારીઓ કાપી તેને ટોસ્ટરમાં ટોસટ કરી તેના નાનાં નાનાં ટુકડાં કરી સાઈડ પર રાખો. હવે એકબીજા બાઉલમાં સમારેલા બટાકા, ડુંગળી, ટામેટા, લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ અને કોથમીર નાંખી બરોબર હલાવી લો. ત્યારબાદ તેમાં ભેળની સેવ, ભેળની પૂરીનો અધકચરો ભુકો અને ટોસ્ટ કરેલી બ્રેડનાં ટુકડા નાંખી હલાવી લો. તૈયાર ભેળને ઝીણી સમારેલી કોથમીર, ભેળની સેવ અને દાડમનાં દાણા વડે ગાર્નશ કરી સર્વ કરો.
ઁ કોથમીર સિવાયના બધાં જ શાક મીડિયમ સાઈઝનાં સમારવાં.
ઁ બ્રેડ ઘઉંના લોટની લેવાથી ભેળ વધુ હેલ્થી બનશે.
ઁ બ્રેડને કડક કરવા માટે તેને ઓવનમાં બેક પણ કરી શકાય.
ઁ ભેળ પહેલાંથી તૈયાર કરી રાખવી હોય તો સેવ, બ્રેડ અને ભેળની પૂરી સિવાયની બધી જ વસ્તુઓ નાંખી તૈયાર રાખવું અને સર્વ કરતી વખતે બધું ભેગું કરી ગાર્નીશ કરી સર્વ કરવું.
ઁ ભેળને વધુ હેલ્થી બનાવવા માટે તેમાં ફણગાવીને બાફેલા મગ પણ નાંખી શકાય.

 

Top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.