|
|
| |
 |
બંગાળી સમોસા |
 |
 |
|
|
| |
|
|
 |
|
|
| |
 |
|
સામગ્રી |
૨૫૦ ગ્રામ ડુંગળી, ૨૫૦ ગ્રામ સુંકુ કોપરુ, ૧૦૦ ગ્રામ સિંગદાણા, ૭ કળી લસણ, ૩ ટેબલ સ્પુન દક્ષિણી ગરમ મસાલો, ૨૫૦ ગ્રામ બટાકા, ૨ ટેબલ સ્પુન તલ, ૫૦૦ ગ્રામ મેંદાનો લોટ, ૧૦ ટેબલસ્પુન ચોખાનો લોટ, મીઠું, મરચું, તેલ, હિંગ - પ્રમાણસર, ઘી તળવા માટે |
 |
રીત |
ડુંગળીને ગેસ ઉપર મુકી શેકવી. ઉપરનું કાળું પડ કાઢી, તેના કટકા કરવા. સુકા કોપરાને છીણી સાધારણ શેકે લેવું. સિંગદાણાને શેકી, છોડાં કાઢવાં, ત્રણે વસ્તુ ભેગી કરી તેમાં મીઠુ, લસણ અને દક્ષિણી ગરમ મસાલો નાંખી વાટીને મસાલો તૈયાર કરવો.
બટાકાને બાફી, છોલી, બારીક કટક કરવી. તેલમાં કડક તળી લેવી. એક વાસણમાં થોડું તેલ મુકી, ગરમ થાય એટલે હિંગ નાંખી, વાટેલો મસાલો સાંતળવો. કોરો થાય એટલે ઉતારી, તેમાં બટાકાની કટકી, ધાણાજીરૂ, મરચું, મીઠુ અને તલ શેકી, ખાંડી નાંખવા.
મેંદાના લોટમાં મીઠું અને ઘીનું મોણ નાંખી કઠણ કણક બાંધવી. તેને એક કલાક ઢાંકીને રહેવા દેવી. પછી કેળવી તેમાંથી લુઆ પાડવા. તે દરેકને દાબી, તેના ઉપર ઘી લગાડવું. દરેક લુઆને એક ઉપર એક એમ પાંચ લુઆની થપ્પી કરવી. છેલ્લો લુઓ ઉંઘો મૂકવો એટલે ઘીવાળો ભાગ અંદર રહે તેમ મુકવો. પછી દાબીને મોટો રોટલો વણવો. તેના ઉપરથી ઘી અને ચોખાનો લો ફીણી સાટો બનાવી રોટલા ઉપર ચોપડવો. પછી તેનો વીંટો વાળી, કટકા કાપી પૂરી વણવી. પૂરીને વચ્ચેથી કાપી તેના બે ભાગ ઉપર. તેમાંથી એક કટકો લઇ, પાનની માફક બીડુ વાળી, તમાં તૈયાર કરેલો મસોલ ભરી, સમોસા વાળી, ઘીમાં તળી લેવાં. |
|
 |
|
| |
|