 |
રીત |
ચટણી બનાવવાની રીત
ચટણી માટેની બધી જ સામગ્રી ભેગી કરી મિકસરમાં ક્રશ કરી લો. પાણી બને તેટલું ઓછું નાંખો.
ઢોસા ટકાટક માટે
ડુંગળી અને ટામેટા ને એકદમ ઝીણા સમારી લો. ત્યારબાદ એક નોન સ્ટીક તવી પર થોડો જાડો ઢોંસો પાથરો ત્યારબાદ તેની પર સહેજ તેલ લગાવો. એકાદ મિનીટ પછી શેકવા લાગે એટલે તેની પર તૈયાર કરેલી ચટણી પાથરો અને તેની પર શાક મુકો. હવે તેની પર ઝીણા સમારેલા ટામેટા અને ડુંગળી મુકો. તેની પર લાલ મરચું પાવડર અને ચાટ મસાલો ભભરાવો. ત્યાર બાદ તેની પર બટર રેડી તેને મેશરથી મેશ કરતા કરતા ઢોસા પર ફેલાવી દો. ઢોસા ને ફોલ્ડ કરી બંને બાજુ કડક શેકવા દો. ઢોસા ને કટ કરી તેની પર છીણેલી ચીઝ અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવી, નાળીયેરની ચટણી અને ટામેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરો.
નાળીયેરની ચટણી બનાવવા માટેની સામગ્રી
૧/૨ કપ સમારેલું લીલું નાળીયેર, ૨નંગ લીલા મરચા, કટકો આદુ, ૧/૪ કપ દાળિયા, સ્વાદ પ્રમાણે મીઠું, ૧/૪ કપ સમારેલી કોથમીર
વઘાર માટે
૧/૪ ટી. સ્પૂન તેલ, ૧/૮ ટી. સ્પૂન રાઇ, ૧/૮ ટી. સ્પૂન અડદની દાળ, ૪ થી ૫ પત્તા લીમડાના
ચટણી બનાવવા મટેની રીત ઃ
ચટણીની બધી સામગ્રી ભેગી કરી વાટી લો. ત્યારબાદ તેની પર રાઇ, અડદની દાળ અને લીમડાનો વઘાર કરો.