VIPને તકલીફ ન પડવી જોઈએ ! ટોલ પ્લાઝા પર અલગ લેન બનાવવા હાઈકોર્ટનો આદેશ

August 30, 2018 at 10:30 am


મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે જ્યાં સુધી વીઆઈપી લોકો માટે અલગથી ટોલ પ્લાઝા નહી બને ત્યાં સુધી બિનજરૂરી રીતે તેમણે પરેશાનીનો સામનો કરવો જ પડશે. આદેશનો દેશના તમામ નેશનલ હાઈ-વે ઉપર અમલ કરવા કોર્ટે જણાવ્યું છે.

હાઈકોર્ટે નેશનલ હાઈ-વે આેથોરિટી આેફ ઈન્ડિયાને નિર્દેશ આપ્યો છે કે હાલના જજ સહિત તમામ વીઆઈપી લોકો માટે ટોલ પ્લાઝા પર અલગથી લેન બનાવવામાં આવે. કોર્ટે કહ્યું કે આ દુઃખદ છે કે વીઆઈપી લોકો અને જજને ટોલ પ્લાઝા પર રોકવામાં આવે છે. ત્યાં સુધી કે જજને ટોલ પ્લાઝા પર 10થી 15 મિનિટ સુધી રોકાવા માટે મજબૂર કરવામાં આવે છે.

જસ્ટિસ હુલુવાડી રમેશ અને એમ.વી.મુરલીધરને એક વચગાળાનો આદેશ આપતાં કહ્યું કે વીઆઈપી લોકોને અલગથી લેન આપવામાં આવે જેથી તેઆે વિના કોઈ અડચણે ટોલ પ્લાઝા પરથી પસાર થઈ શકે. કોર્ટે કહ્યુંકે આ આદેશનું પાલન નહી કરવા પર મામલાને ગંભીરતાથી લેવામાં આવશે.

લાર્સન એન્ડ ટ³બો કૃષ્ણાગીરી વલાજપેટ ટોલ-વે લિમિટેડ સહિત અનેક અરજીઆે પર સુનાવણી કરતાં બેન્ચે આ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી આ પ્રકારની લેન નહી બને ત્યાં સુધી વીઆઈપીઆેએ પરેશાનીનો સામનો કરવો પડશે જે યોગ્ય નથી.

print

Comments

comments

VOTING POLL