VIVO ના નવા ફોને માર્કેટમાં મચાવી ઘૂમ, આવી ગયો છે નવો સ્માર્ટફોન Y95……

November 27, 2018 at 1:26 pm


હાલ બજારમાં ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીની બોલબાલા ફૂલીફાલી છે, ત્યારે ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વીવોએ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન વીવો Y95 (vivo Y95) લોન્ચ કર્યો છે. આ વીવોની વાય સીરીઝની મીડ રેન્જનો જ સ્માર્ટ ફોન છે. અને આ સ્ટેરી બ્લેક અને પર્પલ કલરમાં મળશે.

વીવો Y95 એક માત્ર એવો ફોન હશે જેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 439 ઓક્ટાકોર પ્રોસેસર પર ચાલશે. અત્યારે કંપનીએ આ ફોનને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા સિંગલ વેરિએન્ટમાં ઉતાર્યો છે. આવનારા સમયમાં તેના બીજા વેરિએન્ટ પણ ઉતારવામાં આવી શકે છે. ફોનમાં 20 MPનો એઆઇ કેમેરો અને ફુલવ્યૂ ડિસ્પ્લે આપવમાં આવી છે. રૂ.16,990માં વીવો Y 95 માર્કેટમાં ઉપલબ્ધ

વીવો Y 95ની ભારતીય બજારમાં કિંમત 16,990 રૂપિયા રાખવામાં આવી છે. અને આ તમામ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન, ફિલ્પકાર્ટ, પેટીએમ પર મળી રહેશે. આ સિવાય આ મોબાઇલને ઓફ લાઇન પણ ખરીદી શકાય છે. વીવી Y95 કંપનીના ઇ સ્ટોર પર મળશે.

ફોનના લોન્ચિંગ સમયે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને બજાજ ફાઇનાન્સના 15મહિના સુધીનો કોસ્ટ ઇએમઆઇની પણ ઓફર આપવામાં આવી રહી છે, ફોનનો ઇએમઆઇ 1,133 રૂપિયા પ્રતિમાસ કરી દેવામાં આવશે. જો તમે વીવો Y95ને પેટીએમથી ખરીદશો તો તેમાં 1500 રૂપિયાની કૈશબૈક કુપન આપવામાં આવશે, રિલાયન્સ જીયોના કસ્ટમરને ફોન ખરદવા પર 4,000 રૂપિયાની વેલ્યુંની 3 TB ઇન્ટરનેટ સેવા મળશે. ફોનને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડથી 256 GB સુધી વધારી શકાય છે.

એકસ્ટા ઓર્ડિનરી ફિચર્સ સાથે ઉપલબ્ધ વીવો Y95

વીવી Y95માં ડ્યુઅલ સેટઅપ કૈમેરા આપવામાં આવ્યા છે. જેની ખાસિયત એવી છે, કે તે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સી વાળો કેમેરો છે. ફ્લેશ સાથે અપર્ચર એફ/2.0ની સાથે 13મેગા પિક્સલનો પ્રાઇમરી અને અપર્ચર એફ/2.4 ની સાથે 2 મેગાપિક્સલનો સેકેન્ડરી સેંસર આપવામાં આવ્યું છે. ફ્રંટમાં સેલ્ફી માટે AI ફેસ બ્યુટી ફિચર્સની સાથે 20 MPનો કેમેરો આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં બેક પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તો સ્માર્ટફોન ખરીદનારાઓ જલ્દીથી લઈ આવો વીવો Y95 અને મેળવો અત્યાધુનિક ફિચર્સ……

print

Comments

comments

VOTING POLL