વીકએન્ડમાં જ 100 કરોડ કમાનારી ડઝન ફિલ્મ

April 6, 2018 at 5:03 pm


ટાઈગર શ્રાેફ અને દિશા પટ્ટણી અભિનીત ફિલ્મ બાગી-ટૂએ પહેલા ત્રણ જ દિવસમાં 70 કરોડ કરતાં વધુ કમાણી કરીને અનેરો વિક્રમ સ્થાપ્યો છે. આ ફિલ્મ હવે બોલીવૂડની પહેલા વીક-ઍન્ડમાં સૌથી વધારે કમાણી કરનારી ઍક્શન ફિલ્મ બની ચૂકી છે.કમાણીના મામલે બોલીવૂડમાં અનેક એવી ફિલ્મો છે, જેણે ત્રણ કે ચાર જ દિવસમાં રુ. 100 કરોડની કમાણીનો આંક પાર કર્યો છે. આમાં સલમાન ખાનની પાંચ ફિલ્મ, આમિર ખાનની ત્રણ ફિલ્મ, શાહરુખ ખાન – હૃતિક રોશન – રણવીર સિંહની એક-એક ફિલ્મ અને કમાણીમાં રેકોર્ડ સર્જનારી ફિલ્મ બાહુબલીનો સમાવેશ થાય છે.અત્યાર સુધી એ લિસ્ટનાં કલાકારો એટલે કે સલમાન ખાન, આમિર ખાન, શાહરુખ ખાન, હૃતિક રોશન, અક્ષય કુમાર જ આ પ્રકારના વિક્રમ નાેંધાવી શક્યા છે. અક્ષય કુમારની અનેક ફિલ્મોએ રુ. 100 કરોડનો આંક પાર પાડ્યો છે, પણ તેને રુ. 100 કરોડનો આંક પાર કરતા સમય લાગ્યો છે.માત્ર ત્રણ-ચાર દિવસમાં રુ. 100 કરોડની કમાણી કરવી એ ખૂબ જ મોટી વાત છે. તેમાં પહેલા જ દિવસે રુ. 25 કરોડની કમાણી કરવી એ પણ ખૂબ જ મોટી વાત છે અને ટાઈગર શ્રાેફે એ કરી બતાવ્યું છે, એટલું જ નહી પહેલા દિવસની કમાણીમાં તેણે સલમાન ખાન અને હૃતિક રોશનને પણ પાછળ છોડી દીધા છે. સલમાન ખાન, આમિર ખાન, શાહરુખ કે અક્ષયકુમાર ઈદ, દિવાળી, ક્રીસમસ કે બીજા રાષ્ટ્રીય દિનને ધ્યાનમાં રાખીને પોતાની ફિલ્મો રજૂ કરે છે અને જબરદસ્ત કમાણી કરે છે, જ્યારે ટાઈગર શ્રાેફની આ ફિલ્મ કોઈ પણ જાતના તહેવાર વિના રજૂ થઈ હોવા છતાં તેણે પહેલા દિવસે રુ. 25 કરોડની કમાણી નાેંધાવીને અનેરો વિક્રમ સ્થાપ્યો છે.
ત્રણેય ખાન, અક્ષય કુમાર, હૃતિક રોશન કે અજય દેવગણની સરખામણીમાં ટાઈગર શ્રાેફ તો હજી બાળક જ ગણાય. તેની હજી ત્રણથી ચાર ફિલ્મો જ રજૂ થઈ છે અને આ તેની પાંચમી જ ફિલ્મ છે. જોકે, 2016માં આવેલી તેની બાગી ફિલ્મને આટલી જબરદસ્ત સફળતા મળી નહોતી. 2014માં હીરોપંતી ફિલ્મથી કારકિદ}ની શરુઆત કરનાર ટાઈગર શ્રાેફ ચાર જ વર્ષમાં ખૂબ આગળ વધી ગયો છે.

અક્ષય કુમાર, અજય દેવગણ અને હૃતિક રોશન જેવા બોલીવૂડના કલાકારોએ બાગી-ટૂમાંના ટાઈગર શ્રાેફના ઍક્શન દૃશ્યોના ભરપેટ વખાણ કર્યા છે. હવે આપણે બોલીવૂડની એ 12 ફિલ્મો પર નજર નાખીએ જેણે પહેલા વીક-ઍન્ડ પહેલાં અથવા તો માત્ર ત્રણથી ચાર જ દિવસમાં 100 કરોડ કે તેથી વધુ કમાણી કરી છેઃ
(1)બાહુબલી-ટૂઃ બાહુબલી-ટૂ એ માત્ર ત્રણ જ દિવસમાં 100 કરોડની કમાણી કરતાં વધુ કમાણી કરીને અનેરો વિક્રમ સર્જયો હતો. બાહુબલી-ટૂનાં હિન્દી વર્ઝને રુ. 511 કરોડની કુલ કમાણી કરી હતી.
(2) દંગલઃ આમિર ખાનની આ ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી. તેની કુલ કમાણી 388 કરોડની નાેંધાઈ હતી.
(3) પી.કે : આમિર ખાનની જ પીકે ફિલ્મે ચાર દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની કુલ કમાણી 340 કરોડ નાેંધાઈ હતી.
(4) બજરંગી ભાઈજાનઃ સલમાન ખાન અભિનીત આ ફિલ્મનો સમાવેશ સલમાન ખાનની ઉત્કૃષ્ટ ફિલ્મોમાં થાય છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી સાથે કુલ 320 કરોડની કમાણી નાેંધાવી છે.
(5) સુલતાનઃ સલમાન ખાનની જ આ ફિલ્મે પણ માત્ર ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી નાેંધાવી હતી અને તેની કુલ કમાણીનો આંક 300 કરોડ સુધી પહાેંચ્યો હતો.
(6) ધૂમ-3ઃ આમિર ખાનને ડબલ રોલમાં ચમકાવતી આ ફિલ્મે પણ માત્ર ત્રણ જ દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ કોઈ તહેવારમાં રજૂ કરવામાં આવી ન હોવા છતાં કુલ 285 કરોડની કમાણી કરી હતી.
(7) qક્રશ-3ઃ હૃતિક રોશનની એક માત્ર ફિલ્મનો આ યાદીમાં સમાવેશ થયો છે. આ ફિલ્મને 100 કરોડની કલબમાં સામેલ થવામાં ચાર દિવસનો સમય લાગ્યો હતો, પણ પછી આ ફિલ્મે 240 કરોડ મેળવ્યા હતા.
(8) કીકઃ સલમાન ખાનની આ ફિલ્મ થોડી જૂની છે, પણ સલમાન ખાનને માત્ર ત્રણ જ દિવસમાં 100 કરોડની કમાણી કરવાની આદત પડી ગઈ છે. જોકે, કીક ફિલ્મને 100 કરોડની કમાણી કરતા પાંચ દિવસ લાગ્યા હતા. આ ફિલ્મે કુલ 233 કરોડની કમાણી કરી હતી.
(9) ચેન્નાઈ એક્સપ્રેસઃ શાહરુખ ખાનની આ યાદીમાં આ એક માત્ર ફિલ્મ છે. આ ફિલ્મે કુલ 227 કરોડની કમાણી કરી છે, પણ 100 કરોડ મેળવતા તેને પણ ચાર દિવસ લાગ્યા હતા.
(10) પ્રેમ રતન ધન પાયોઃ સૂરજ બડજાત્યા અને સલમાન ખાનની જોડીએ ફરી એક વાર જાદુ દાખવ્યો હતો. આ ફિલ્મે પણ માત્ર ત્રણ જ દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે કુલ 208 કરોડનો આંક પાર પાડéાે હતો.
(11) ટાઈગર ઝીદા હૈઃ સલમાન ખાનની આ ફિલ્મે પહેલા દિવસે 34.10 કરોડ, શનિવારે 35.30 કરોડ, રવિવારે 45.53 કરોડની કમાણી સાથે ત્રણ જ દિવસમાં 100 કરોડનો આંક પાર પાડéાે હતો. આ ફિલ્મે 200 કરોડ કરતાં વધુ કુલ કમાણી નાેંધાવી હતી.
(12) પદમાવતઃ શાહિદ કપૂર, દીપિકા પદુકોણ અને રણવીર સિંહની વિવાદોમાં ફસાયેલી આ ફિલ્મે ચાર દિવસમાં 100 કરોડની કમાણી નાેંધાવી હતી અને તેની કુલ કમાણી 300 કરોડ કરતાં પણ વધુ નાેંધાઈ છે.

print

Comments

comments

VOTING POLL