ઈશિમાંના ફેન્સ માટે છે sad news

May 16, 2018 at 11:11 am


ટીવી શો યે હૈ મહોબ્બતેના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. આ શો હવે 8 વર્ષ આગળ વધી જશે અને તેમાં પણ ઈશિતા જેલમાં સજા કાપતી જોવા મળશે.

એક સમયે ટીવી પર લોકપ્રિય એવી ક્યોકિ સાસ ભી કભી બહુ થી સીરિયલમાં જેમ તુલસી તેના દિકરા અંશનું ખૂન કરે છે તેવી જ રીતે ઈશિતા પણ તેના સાવકા દિકરા આદિત્યને ગોળી મારી દેશે અને તેને જેલની સજા થઈ જશે. આ એપિસોડ બાદ સીરિયલમાં 8 વર્ષનો લીપ આવી જશે.

આગામી એપિસોડમાં જોવા મળશે કે આદિ એક સાઈકો લવર બની જાય છે અને રોશની પર એસિડ ફેંકવાનું પ્લાનિંગ કરી લે છે. આ પ્લાનનો ખ્યાલ ઈશિતાને આવી જાય છે અને પછી સીરિયલમાં આવશે મોટો ટ્વિસ્ટ.

print

Comments

comments

VOTING POLL