અંકુશ રેખા નજીક ફરીવાર 20 ત્રાસવાદી કેમ્પાે સક્રિય

October 9, 2019 at 7:57 pm


પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ઠંડીની શરૂઆત થાય તે પહેલા ત્રાસવાદીઆેને મોટા પાયે ઘુસાડી દેવા માટેની યોજના તૈયાર કરી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ ફરી એકવાર 20 ત્રાસવાદી કેમ્પાે અને 20 ત્રાસવાદી લાેંચ પેડ સક્રિય કરવામાં આવ્યા છે. અધિકારીઆેએ કહ્યાુ છે કે ફેબ્રુઆરીમાં પુલવામાં ખાતે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે જવાબી કાર્યવાહીરૂપે પાકિસ્તાનમાં ઘુસી જઇને બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી કેમ્પાેનાે સફાયો કરવામાં આવ્યો હતાે. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી માર્યા ગયા હતા. તેમના કેમ્પાેને ફુંકી મારવામાં આવ્યા હતા. બાલાકોટમાં ભીષણ હુમલા બાદ કેમ્પાેને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી કેમ્પાે સક્રિય કરી દેવામાં આવ્યા છે. હાલમાં 50 ત્રાસવાદી દરેક ત્રાસવાદી કેમ્પ અને લોિંન્ચગ પેડમાં હોવાના હેવાલ મળી રહ્યાા છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી બાદ ત્રાસવાદીઆે અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ભારે નારાજ છે. પાકિસ્તાની ત્રાસવાદી સંગઠનાે હુમલાને લઇને ખતરનાક છે. જમ્મુ કાશ્મીરના પાેલીસ મહાનિદેૅશક દિલબાગે કહ્યાુ છે કે જમ્મુ કાશ્મીરમાં હાલમાં 300 જેટલા ત્રાસવાદી સક્રિય છે. જેનાે અર્થ એ છે કે રાજ્યમાં કોઇ પણ સમય હુમલો કરવામાં આવી શકે છે. જુદા જુદા ઇનપુટ મળી રહ્યાા છે. ત્રાસવાદીઆે હાલમાં યુદ્ધવિરામનાે ભંગ કરીને હુમલો કરી રહ્યાા છે. સુરક્ષા દળો ભારે સતર્ક થયેલા છે. વરિષ્ઠ પાેલીસ અધિકારીઆેના કહેવા મુજબ સુરક્ષા દળો ખુબ જ સાવધાન અને સજ્જ થઇ ગયા છે. જો કે, હાલમાં જ કેટલાક ત્રાસવાદીઆે ઘુસણખોરી કરવામાં સફળ થઇ ગયા છે. જમ્મુ કાશ્મીર પાેલીસના મહાનિદેૅશક દિલબાગિંસહ પણ કહી ચુક્યા છે કે, 300 જેટલા ત્રાસવાદીઆે સક્રિય થયેલા છે. પાકિસ્તાને સરહદ પારથી ગાેળીબાર વધુ તીવ્ર બનાવી દીધો છે. વધુને વધુ ત્રાસવાદીઆેની ઘુસણખોરી થઇ શકે તે માટે પ્રયાસાે થઇ રહ્યાા છે. િંસહે રવિવારના દિવસે જ કહ્યું હતું કે, યુદ્ધ વિરામનાે ભંગ કરવાની ઘટનાઆે વધી ગઈ છે અને કાશ્મીર અને જમ્મુ બંને ક્ષેત્રમાં ઘુસણખોરીના પ્રયાસાે થઇ રહ્યાા છે. યુદ્ધવિરામના ભંગ કરીને કનાચક, આરએસપુરા અને હિરાનગર તેમજ અંકુશરેખા ઉપર પુંચ, રાજૌરી, ઉરી, કેરન સેક્ટરમાં ઘુસણખોરી થઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તાેઇબા, હિઝબુલ મુઝાહિદ્દીન અને જૈશ સાથે જોડાયેલા આતંકવાદીઆેની હાલમાં જ બેઠક યોજાઈ હતી. સુરક્ષા દળો અને અન્ય સંવદેનશીલ વિસ્તારોમાં હુમલા કરવાનાે નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતાે.

Comments

comments