અંજારમાં જમીન બાબતે ધમકી

April 19, 2019 at 10:12 am


અંજારમાં બે ભાઈઓ વચ્ચે જમીન બાબતે થયેલ ઝગડામાં મોટા ભાઈને ધમકી આપી તેના દિકરાને વાહનથી ઉડાડી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અંજાર પોલીસ મથકે ગીરીશભાઈ લાલજીભાઈ હડીયા (રહે. અંજાર)એ કિરણ લાલજી હડીયા (રહે. મધુબન પાર્ક અંજાર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની માલીકીના અંજાર સીમમાં આવેલ પ્લોટ પર આરોપીએ જેસીબી વડે પહોંચી પ્રવેશ કરી પ્લોટ ખાલી કરવા ધમકી આપી હતી ખાલી નહીં કરે તો બ્રાઉન્ડ્રી અને મકાન તોડી નાખવાની તથા ફરિયાદીના દિકરા દિપકને વાહનથી ઉડાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL