અંજારમાં દંપતિ ઉપર ટામીથી હુમલો

September 4, 2018 at 8:33 pm


ગાંધીધામમાં યુવાનને લોખંડના પાઈપથી માર માયોૅ

અંજાર રેલ્વે સ્ટેશન પાછળ નવાનગરમાં દંપતી ઉપર ટામીથી હુમલો કરીને ઈજાઆે પહાેંચાડી હતી. તાે બીજા બનાવમાં ગાંધીધામમાં 11 શખ્સાેએ જુના ઝઘડામાં યુવાનને લોખંડના પાઈપથી માર માયોૅ હતાે.

આ અંગે અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશન પાછળ નવાનગરમાં રહેતા નુરમામદ આમદ કુંભાર (ઉ.વ.64) ના ઘરે અબ્દુલ હાજી કુંભારે આવી દિકરીને તેડવા બાબતમાં મગજમારી કરીને અબ્દુલ હાજીકુંભારે નુરમામદ કુંભાર અને તેના પત્ની હલીમાબેનને માર મારી ટામીથી હુમલો કરીને ઈજાઆે પહાેંચાડી હતી. પાેલીસે ગુનાે નાેંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ગાંધીધામ એ ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, આેમ સીનેમા પાસે શારૂખ યાકુબ કુરેશી (ઉ.વ.ર3) પર અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને દીપ વીરડા અને તેની સાથેના આઠથી દસ શખ્સાેએ લાકડી – લોખંડના પાઈપથી માર મારીને ગંભીર ઈજાઆે પહાેંચાડી હતી. અને મોબાઈલ તાેડી નાખ્યો હતાે. પાેલીસે ગુનાે નાેંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL