અંજારમાં સાંસદની યાત્રામાં જુથવાદ સામે આવ્યો

October 9, 2019 at 9:14 am


અંજાર શહેર મધ્યે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની ૧પ૦મી જન્મ જયંતી નિમિત્તે કચ્છ મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ૧પ૦ કીમીની પદયાત્રા રેલીનું સમગ્ર કચ્છમાં કરવામાં આવ્યું છે. જે મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે અંજાર શહેર મધ્યે હેમલતાબાગ મધ્યે સન્માન કરવામાં આવ્યું હતું. અને અંજાર પાંજરાપોળ મધ્યે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના આયોજનમાં સાથે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સાથે જાડાયેલા હતા.
અંજાર શહેર ભાજપ તથા અંજાર તાલુકા ભાજપ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આજ વિજયા દશમીના દિવસે અંજાર શહેર ભાજપનો જુથવાદ અલગતાવાદ ઉકળતો ચરૂ ઉછળ્યો હતો. અંજાર શહેર ભાજપમાં છેલ્લા કેટલાક વર્ષોથી જુથવાદ જાવા મળી રહ્યો છે. જેના કારણે શહેરના વિકાસના કામો હોય કે શહેરીજનોને કોઈ સાર લાભ થઈ શકે તેવા પ્રશ્નો હોય ત્યારે સૌ સાથે બેસીને શહેરનું સારૂં થાય તે માટે કોઈ જ આગળ આવતું નથ. ત્યારે અંજાર શહેરની ઘણી એવી સમસ્યાઓ છે કે શહેરના બુદ્ધીજીવી નાગરિકોને અનેક વખત ક્રોસ શબ્દોમાં મનોમંથન કરવું પડતું હોય છે.
ત્યારે આજે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે પાંજરાપોળ મધ્યે મળેલી સભામાં ગણ્યા ગાંઠયા ભાજપના કાર્યકરો ઉપÂસ્થત રહ્યા હતા. જ્યારે એક તરફ ૧પ૦ કીમી લાંબી પદયાત્રામાં લોકોની સંખ્યા ઘણી જ થતી હોય છે ત્યારે પાંજરાપોળના નાના એવા ઉબડખાબડ મેદાન ગણ્યા ગાંઠયા ભાજપના કાર્યકરો ઉપÂસ્થત રહ્યા જાવા મળ્યા હતા. ત્યારે કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને અંજાર શહેર ભાજપના ભિષ્મપિતામહ તરીકે બિરૂદ મળેલા છે. તેવા કાર્યકરોને અંજાર શહેર ભાજપ દ્વારા તેને બાયપાસ કરવામાં આવેલા હોવાથી કે અન્ય કોઈ રીતે શબ્દો અપશબ્દોથી તરછોડવામાં આવેલા હોવાથી અંજાર શહેર ભીષ્મપિતામહ આજે વિજયાદશમીના દિવસે આસુરી શÂક્ત ઉપર ઉગ્ર પ્રવાહ કરતા અંજાર ભાજપનું એક ગ્રુપ ત્યાંથી ગુમ થવા પામેલ હતી ત્યારે ભીષ્મ પીતામહનો વિજયા દશમીના દિવસે વિજય થવા પામેલ હતો. તેવું અંજાર શહેર ભાજપના અગ્રણીઓ પોતાની વાત ચોરેને ચોટે દોહરાવી રહ્યા છે. આ બનાવ બન્યો ત્યારે સાંસદ વિનોદ ચાવડા તથા રાજ્યમંત્રી વાસણભાઈ હાજર હોવા છતાં શહેર ભાજપનું જુથવાદ સભામાં સૌની સામે આવેલ હતા તેમ છતાં સાંસદ કે રાજ્યમંત્રી દ્વારા કોઈને કાંઈ કહેવાની તસ્દી પણ લીધી નહતી.

Comments

comments