અંજારમાં સાેની વેપારીઆે સાથે 9.ર8 લાખની ઠગાઈ

September 6, 2018 at 9:19 pm


ત્રણ મહિલાઆે સહિત 8એ સાેનાના આભુષણો, રોકડ અને ઈલેકટ્રીક સામાન લઈને ભાગી ગયા ઃ પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી

અંજારના મચ્છીપીઠ વિસ્તારમાંથી સાેની તેમજ ઈલેક્ટ્રીક સામાનના વેપારી સહિત ત્રણ વ્યક્તિઆે પાસેથી આભુષણો, રોકડ અને સામાન લઈને રૂપિયા ન ચુકવી રૂા. 9ર8300ની ઠગાઈ કરનાર ત્રણ મહિલા સહિત 8 સામે ગુનાે નાેંધી તપાસ શરૂ કરાઈ છે.
અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરની મચ્છીપીઠ વિસ્તારમા આવેલ હર્ષદભાઈ કેશવલાલ ગાેહિલ (સાેની)ની દુકાનેથી ભરતપુરી રામપુરી ગાેસાઈ, અંકિતા ભરતપુરી ગુસાઈ, જશોદા હિતેશપુરી ઉફેૅ હસ્મતપુરી ગાેસ્વામી, સાેનુ રામપુરી ગાેસાઈ, હિમેશપુરી ઉફેૅ હરમતપુરી ગાેસ્વામી, સંતાેષપુરી રામપુરી ગાેસાઈ, ગણેશપુરી રામપુરી ગાેસાઈ, અને રાહુલ જાટ નામના શખ્સાેએ રૂા. 388000ની કિંમતના 1ર7.ર40 ગ્રામના સાેનાના આભુષણો, રૂા. 14000ની કિંમતના 3પર ગ્રામ ચાંદીના આભુષણો, રૂા. 18800ની સાેનાની અન્ય વસ્તુઆે ખરીદી હતી. તત્કાલ રોકડા રૂા. 3 હજાર આપીને રૂા. 417800 પછી આપી દવાનું કહ્યું હતું.

તેમજ આ ટોળકીએ સાહેદ ભગુભાઈ શામજીભાઈ આહિર પાસેથી રોકડા રૂા. 3.60 લાખ તેમજ સાહેદ પ્રવિણભાઈ કરશનભાઈ મેરીયા પાસેથી ઘરઘંટી, ઈનવેટર, હોમથીયેટર, એલઈડી, વોશીંગમશીન, એરકુલર, ફ્રીજ, એસી સહિત કુલ રૂા. 1પ0પ00ની ખરીદી કરીને પછી રૂપિયા આપી દેશું તેવું કહ્યું હતું. આ ત્રણેય વેપારીઆે પાસેથી આ ટોળકીએ સામાન, આભુષણો રોકડ લઈને પછી બાકી નિકળતા રૂા. 9ર8300નું આપીને ઠગાઈ કરી હતી. પાેલીસે તમામની સામે ગુનાે નાેંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL