અંતે રંજન ગોગોઈ સામે સુપ્રીમે સુઓમોટો કેસ દાખલ કર્યેા: બપોરે સુનાવણી

April 23, 2019 at 12:54 pm


દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની સામે સુપ્રીમ કોર્ટની જ એક પૂર્વ મહિલા કર્મચારીએ લગાવેલા ગંભીર આક્ષેપોમાં નવો વળાંક આવ્યો છે અને રંજન ગોગોઈ સામે સુપ્રીમ કોર્ટે સુઓમોટો કેસ દાખલ કર્યેા છે અને આજે ૧૧ વાગ્યા બાદ તેની સુનાવણી શરૂ થવાની છે. નવી બેન્ચ સમક્ષ આ સુનાવણી થઈ રહી છે.

આ નવી બેન્ચમાં ન્યાયાધીશ અરૂણ મિશ્રા, ન્યાયાધીશ આર.નરીમાન અને ન્યાયમૂર્તિ દીપક ગુાનો સમાવેશ થાય છે. આ મેટર શનિવારે બેન્ચ સમક્ષ આવી હતી. રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની બેન્ચ સમક્ષ પ્રથમવાર આ આક્ષેપો સામે આવ્યા હતા. ત્યારબાદ સીજેઆઈ રંજન ગોગોઈએ ન્યાયમૂર્તિ બોબડેને હવે પછીનું સ્ટેપ નક્કી કરવાની સલાહ આપી હતી.

ત્યારબાદ નવા વળાંક તરીકે રંજન ગોગોઈ સામે સુઓમોટો એટલે કે સુપ્રીમ કોર્ટ સ્વયં પ્રેરિત કેસ દાખલ કરીને તેની સુનાવણી આજે જ રાખી છે. નવી બેન્ચ સમક્ષ આજે ૧૧ વાગ્યા બાદ આ સુનાવણી થઈ રહી છે અને દેશભરની નજર તેના તરફ મંડાઈ છે.

દરમિયાનમાં ઈન્ડિયન એકસપ્રેસના અહેવાલમાં એમ જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટના તમામ કર્મચારીઓ સીજેઆઈ ગોગોઈની તરફેણ કરી રહ્યા છે અને વકીલોએ પણ કહ્યું છે કે દેશના મુખ્ય ન્યાયમૂર્તિની વિરુદ્ધમાં આ એક ભયંકર ષડયત્રં છે અને આ કેસમાં કોઈ વજુદ કે દમ દેખાતો નથી આમ છતાં સુપ્રીમે સુઓમોટો કેસ દાખલ કરીને આજે સુનાવણી રાખી છે જે નવા ત્રણ જજની બેન્ચ સમક્ષ થઈ રહી છે.

Comments

comments

VOTING POLL