અંતે રૂપિયામાં ‘જીવ’ આવ્યોઃ ડોલર સામે 49 પૈસા મજબૂતઃ સેન્સેક્સ 250 પોઈન્ટ ઉછળ્યો

September 14, 2018 at 11:34 am


છેલ્લા ઘણા સમયથી ડોલર સામે ‘મૂછિર્ત’ થઈ ગયેલા ભારતીય રૂપિયામાં અંતે ‘જીવ’ આવ્યો છે અને આજના કારોબારી દિવસમાં ડોલર સામે 49 પૈસા મજબૂત બન્યાે છે. આજે રૂપિયો 49 પૈસા મજબૂત બનીને 71.70ના સ્તરે ખુલ્યો છે. પાછલા કારોબારી દિવસો દરમિયાન પણ રૂપિયામાં સારી રિકવરી જોવા મળી હતી. મંગળવારે ડોલરના મુકાબલે રૂપિયો 51 પૈસા મજબૂત બની 72.19ના સ્તરે બંધ થયો હતો. જ્યારે શેરબજારમાં પણ નાેંધનીય ઉછાળા સાથે સેન્સેક્સ 250 પોઈન્ટ ઉછળ્યો હતો.

આજના કારોબાર દરમિયાન શેરબજારમાં મીડકેપ અને સ્મોલકેપ શેરમાં ખરીદારી જોવા મળી રહી છે. બેન્કીગ, રિયલ્ટી, ફામાર્, મેટળ, આેટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડસ, આેઈલ એન્ડ ગેસ અને પાવર સેક્ટરના શેરોમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. દિગ્ગજ શેરોમાં ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ, બીપીસીએલ, પાવરગિ્રડસ, અદાણી પોર્ટસ, મારૂતિ સુઝુકી, યેસ બેન્ક અને એસબીઆઈ મજબૂત બન્યા છે. જ્યારે મીડકેપ શેરોમાં એનબીસીસી, જેએસપીએલ, આેબેરોય રિયલ્ટી, એબીબી અને એમએન્ડએમ ફાયનાન્સ મજબૂત બન્યા છે. સ્મોલકેપ શેરોમાં ઉષા માર્ટીન, ડાલમિયા સ્યુગર, આરસીએફ, દ્વારિકેશ સ્યુગર અને ધામપુર સ્યુગરના શેરો ઉછળ્યા છે.

Comments

comments

VOTING POLL